/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/Facial-For-Glowing-Skin.jpg)
પાર્લર નહિ, ઘરેજ 15 મિનિટમાં સ્કિન ગ્લોઈંગ થઇ જશે, આ ઘરેલુ ઉપચાર કરો
ફેશિયલ (Facial) ફક્ત તમારા ફેસને ક્લીન અને ગ્લોઈંગ બનાવતું નથી પણ તે તમારી ત્વચાને સ્વસ્થ અને મજબૂત પણ બનાવે છે. પરંતુ ઘણીવાર સ્ત્રીઓ ફેશિયલ માટે પાર્લર કે બ્યુટી સલૂનમાં જાય છે જ્યાં તેમના ચહેરા પર અનેક પ્રકારની પ્રોડક્ટસનો ઉપયોગ કરવામાં આવે છે.
તમે ઘરે સરળતાથી ફેશિયલ કરી શકો છો અને તમારા ફેસને સ્વચ્છ, ચમકદાર અને નરમ બનાવી શકો છો. ઘરે ફેશિયલ કરવું ખૂબ જ સરળ છે અને આ માટે તમારે કોઈ મોંઘી પ્રોડક્ટસની જરૂર નથી.
તમે તમારા ઘરમાં ઉપલબ્ધ વસ્તુઓનો ઉપયોગ કરીને પાર્લર જેવું ફેશિયલ પણ કરી શકો છો. તો અહીં જાણીએ કે ઘરે ફેશિયલ કરવા માટે કઈ કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ અને તમે તમારા ચહેરા પર પાર્લર જેવી ચમક કેવી રીતે લાવી શકો છો.
આ પણ વાંચો: ભારતી સિંહે વજન ઘટાડવાની શાનદાર ટિપ્સ જણાવી, પહેલા પોતે અપનાવી રીત
ગ્લોઈંગ સ્કિન માટે ફેશિયલ (Facial For Glowing Skin)
- ફેસ ક્લીન કરો : ફેશિયલ કરવા માટે, પહેલા ચહેરાને યોગ્ય રીતે સાફ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ માટે, 2 ચમચી ચણાના લોટમાં 1/4 ચમચી હળદર મિક્સ કરો. હવે ગુલાબજળ ઉમેરીને પેસ્ટ તૈયાર કરો અને તેને તમારા ચહેરા પર 10 મિનિટ માટે લગાવો. આ પછી તમારા ચહેરાને હુંફાળા પાણીથી ધોઈ લો. આ તમારા ચહેરાને સાફ કરશે.
- એક્સફોલિએટ : એક ચમચી ખાંડમાં 2 ચમચી નારિયેળ તેલ ઉમેરીને સ્ક્રબ તૈયાર કરો. આનાથી તમારા ચહેરા પર 1 મિનિટ સુધી હળવા હાથે માલિશ કરો. પછી તમારા ચહેરાને હુંફાળા પાણીથી ધોઈ લો. આ સ્ક્રબ તમારા ચહેરાને એક્સફોલિએટ કરશે અને ડેડ સ્કિનના કોષોને દૂર કરશે.
- ફેસ માસ્ક : ચહેરાને એક્સફોલિએટ કર્યા પછી, તમારે ચહેરા પર હાઇડ્રેટિંગ માસ્ક લગાવવો પડશે. આ માટે ૧/૨ ચમચી મધ, ૧ ચમચી એલોવેરા, ૧ ચમચી લીંબુનો રસ મિક્સ કરીને માસ્ક તૈયાર કરો. આ માસ્કને ફેસ પર લગાવો અને 15 થી 20 મિનિટ સુધી રાખો અને પછી ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો. આ તમારા ફેસને મોઇશ્ચરાઇઝ કરશે અને તેને ચમકદાર બનાવશે.
- ટોનર : કોટન પેડની મદદથી તમારા ચહેરા પર ગુલાબજળને યોગ્ય રીતે લગાવો. આ તમારા ચહેરાના pH સ્તરને સંતુલિત કરે છે. હવે તમારી ત્વચા અનુસાર તમારા ચહેરા પર મોઇશ્ચરાઇઝર લગાવો અને તમારા ચહેરા પર સારી રીતે માલિશ કરો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us