Falahari Aloo Paratha Recipe: ઉપવાસમાં રાજગરાની રોટલી નહીં ફરાળી આલુ પરાઠા બનાવો, જાણો પરફેક્ટ માપ સાથે બનાવવાની રીત

Easy and Tasty Falahari Aloo Paratha Recipe : ફરાળી આલુ પરાઠા સરળ અન સ્વાદિષ્ટ ફરાળી વાનગી છે. શ્રાવણ માસના વ્રત ઉપવાસમાં ચટપટી વાનગી ખાવાની ઇચ્છા થાય તો ફરાળી આલુ પરાઠા ટ્રાય કરવી જોઇે.

Easy and Tasty Falahari Aloo Paratha Recipe : ફરાળી આલુ પરાઠા સરળ અન સ્વાદિષ્ટ ફરાળી વાનગી છે. શ્રાવણ માસના વ્રત ઉપવાસમાં ચટપટી વાનગી ખાવાની ઇચ્છા થાય તો ફરાળી આલુ પરાઠા ટ્રાય કરવી જોઇે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Easy and Tasty Falahari Aloo Paratha Recipe | Farali Aloo Paratha Recipe | Falahari Aloo Paratha Recipe | Farali Recipe

Falahari Aloo Paratha Recipe : શ્રાવણ ઉપવાસમાં ખાવા માટે આલુ પરાઠા રેસીપી (Photo: nehascookbook.com)

Vrat Special Falahari Aloo Paratha Recipe: આલુ પરાઠા નાના બાળકથી લઇ મોટા લોકોને પણ ખાવા ગમે છે. આલુ પરાઠા સવારે નાસ્તામાં કે સાંજે ડિનરમાં પણ ખાઇ શકાય છે. આલુ પરાઠા દરેક સીઝનમાં ખાવામાં આવે છે. જો તમે શ્રાવસ માસમાં ઉપવાસ વ્રત કરો છો અને આલુ પરાઠા ખાવાની ઇચ્છા થાય તો ફરાળી આલુ પરાઠા પણ બનાવી ખાઇ શકાય છે. જી હા, ફરાળી આલુ પરાઠા પણ ઓછી સામગ્રીમાં ફટાફટ બની જાય છે. આ ફરાળી આલુ પરાઠા બટાકાની સુકી ભાજી, દહીં અને લીલી ચટણી સાથે ખાવામાં બહુ સ્વાદિષ્ટ લાગે છે. જાણો વ્રતમાં ખાવા માટે ફરાળી આલુ પરાઠા બનાવવાની રીત

Advertisment

ફરાળી આલુ પરાઠા બનાવવા માટે સામગ્રી

  • સાબુદાણા - 2 કપ
  • બાફેલા બટાકા - 2 નંગ
  • લીલા મરચાની પેસ્ટ - 1 મોટી ચમચી
  • ફરાળી મીઠું - 1 ચમચી
  • લીલું કોથમીર - 2 કપ
  • પાણી - 1 નાનો કપ
  • તેલ - પરાઠા શેકવા માટે

Farali Aloo Paratha Recipe : ફરાળી આલુ પરાઠા બનાવવાની રીત

સાબુદાણા શેકો

ફરાળી આલુ પરાઠા બનાવવા માટે સૌથી પહેલા સાબુદાણાને કઢાઇમાં 5 થી 10 મિનિટ સુધી મીડિયમ તાપે શેકી લો. શેકવાથી સાબુદાણાનો ભેજ શોષાઇ જશે. સાબુદાણા શેકાઇ ગયા હબાદ ઠંડા થવા દો

સાબુદાણાનો લોટ બનાવો

શેકેલા સાબુદાણા મિક્સર જારમાં બારીક પીસીને લોટ બનાવો. આ લોટને ચારણી વડે ચાળી લો, જેથી તેમા સાબુદાણાના દાણા ન રહે

Advertisment

બટાકા બાફો

ગેસ ચાલુ કરી પ્રેશર કૂકરમાં પાણી નાંખી બટાકાને બાફી લો. બાફેલા બટાકાની છાલ ઉતારો અને ખમણી પર છીણી લો

પરાઠાની સામગ્રી મિક્સ કરો

હવે એક મોટા બાઉલમાં સાબુદાણાનો લોટ બાફેલા બટાકાની છીણ અને ઝીણું સમારેલા લીલા કોથમીર નાંખો, ત્યાર પછી લીલા મરચાની પેસ્ટ, સ્વાદ અનુસાર ફરાળી મીઠું ઉમેરી બધી સામગ્રીને મસળી લો

ફરાળી પરાઠાનો લોટ લાંધો

હવે તેમા સહેજ પાણી ઉમેરી લોટ બાંધો. આ લોટ 5 થી 10 મિનિટ ઢાંકીને રાખો

ફરાળી આલુ પરાઠા વણો

હવે આ લોટ માંથી મીડિયમ કદના લુઆ બનાવો પાટલી પર હળવા હાથે વણો. પરાઠા પાટલી પર વણતી વખતે ચોંટે નહીં તેની માટે અટામણ તરીકે સાબુદાણા કે શિંગોડાના લોટનો ઉપયોગ કરી શકાય છે

ફરાળી આલુ પરાઠા શેકો

ગેસ ચાલુ કરી એક નોન સ્ટીક તવો ગરમ કરો, તેના પર આલુ પરાઠા બંને બાજુથી સહેજ ક્રિસ્પી બ્રાઉન થાય ત્યાં સુધી શેકવા. પરાઠા શેકવા માટે તેલ કે ઘી અથવા બટરનો ઉપયોગ કરી શકાય છે.

આ પણ વાંચો | શ્રાવણ વ્રતમાં ખાવા ફરાળી ફ્રેન્ચ ફ્રાય બનાવો, આંગળી ચાટતા રહી જશો

ફરાળી આલુ પરાઠા તૈયાર છે

આ રેસીપી ફોલો કરીને ઉપવાસ વ્રતમાં ખાવા માટે ફરાળી આલુ પરાઠા બનાવી શકાય છે. આ વખતે શ્રાવણ મહિનામાં વ્રતમાં ખાવામાં ફરાળી આલુ પરાઠાની રેસીપી જરૂર ટ્રાય કરો.

ભોજન રેસીપી શ્રાવણ જીવનશૈલી