Gathiya Recipe: ગુજરાતના ફેમસ તીખા ગાંઠિયા બનાવવાની સરળ રીત, બહારથી ક્રિસ્પી અને અંદરથી નરમ બનશે

Gathiya Banavani Rit In Gujarati : ગાંઠિયા ગુજરાતની પ્રસિદ્ધ વાનગી છે, જે ચા સાથે ખાવાની મજા પડે છે. અહીં ઘરેમાં રહેલી સામગ્રી માંથી ચટપટા તીખા ગાંઠિયા બનાવવાની સરળ રેસીપી આપી છે.

Gathiya Banavani Rit In Gujarati : ગાંઠિયા ગુજરાતની પ્રસિદ્ધ વાનગી છે, જે ચા સાથે ખાવાની મજા પડે છે. અહીં ઘરેમાં રહેલી સામગ્રી માંથી ચટપટા તીખા ગાંઠિયા બનાવવાની સરળ રેસીપી આપી છે.

author-image
Ajay Saroya
New Update
gathiya recipe | tikha gathiya recipe

Tikha Gathiya Recipe : તીખા ગાંઠિયા બનાવવાની રીત Photograph: (Social Media)

Gujarati Snacks Tikha Gathiya Recipe : ગુજરાતના ગાંઠિયા દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. બહાર કડક અને અંદરથી નરમ ગાંઠિયા ખાવામાં બહુ જ સ્વાદિષ્ટ હોય છે. ચણાના લોટ અને મસાલા માંથી બનતા તીખા ગાંઠિયા ચા સાથે ખાવાની મજા જ અલગ હોય છે. જો તમને ગાંઠિયા ખાવા પસંદ હોય તો તમે ઓછી સામગ્રીમાં સરળતાથી ઘરે બનાવી શકો છે. અહીં ગુજરાતી ગાંઠિયા બનાવવાની સરળ રીત આપી છે. 

Advertisment

તીખા ગાંઠિયા બનાવવા માટે સામગ્રી

  • ચણાનો લોટ - 2 વાટકી
  • અજમો - 1 નાની ચમચી 
  • લાલ મરચું પાઉડર - 1 ચમચી 
  • હળદર પાઉડર - 1/4 ચમચી 
  • કાળા મરી પાઉડર - 1/4 ચમચી 
  • બેકિંગ સોડા - 1/2 ચપટી 
  • મીઠું - સ્વાદ મુજબ
  • તેલ - તળવા માટે
  • પાણી - લોટ બાંધવા માટે

Tikha ઉathiya Banavani Rit : તીખા ગાંઠિયા બનાવવાની રીત

તીખા ગાંઠિયા બનાવવા માટે સૌપ્રથમ ચણાના લોટને એક મોટા વાસણમાં ચાળણી વડે ચાળી લો. આ પછી તેમાં અજમો, લાલ મરચું પાવડર, હળદર પાવડર, કાળા મરી પાવડર, બેકિંગ સોડા, મોણ માટે 1 ચમચી તેલ અને મીઠું ઉમેરો. બધી સામગ્રી સારી રીતે મિક્સ કરો. બધી ધીમે ધીમે પાણી રેડી નરમ લોટ બાંધો. ધ્યાનમાં રાખો કે ચણાનો લોટ બહુ નરમ અથવા કડક ન હોવો જોઈએ. ચણાનો લોટ બાંધ્યા બાદ તેને 15 થી 20 મિનિટ સુધી કાપડ ઢાંકીને રાખી મૂકો.

ગાંઠિયા બનાવવા માટે સેવ પાડવાની મશીનની જરૂર પડશે. મશીનની અંદર તેલ લગાવો, જેથી ચણાનો લોટ ચોંટશે નહીં. સેવ પાડવાની મશીનમાં ઝીણા અને મોટા કાળા વાળી પ્લેટ હશે. ગાંઠિયા બનાવવા માટે સહેજ મોડા કાણા વાળી પ્લેટનો ઉપયોગ કરો. 

Advertisment

સેવ પાડવાની મશીનમાં ચણાનો લોટ ભરો અને ઉપરથી ઢાંકણુ બંધ કરી દો. હવે પ્રેશર આપીને ઊંધી થાળી કે પ્લેટ પર ગાંઠિયા પાડો. તમે ઇચ્છો તો ગરમ તેલની કાઢાઇમાં સીધા ગાંઠિયા પાડી શકો છો.

હવે ગેસ ચાલુ કરી એક કઢાઇમાં તેલ ગરમ કરો. બરાબર તેલ ગરમ થયા બાદ મધ્યમ તાપે ગાંઠિયા તળો. ગાંઠિયા બહારથી સહેજ બ્રાઉન થાય ત્યાં સુધી તળો. તેલમાં ગાંઠિયા બહાર કાઢી લો અને તેને ટિશ્યૂ પેપર પર મૂકો, જેથી વધારાનું તેલ શોષાઇ જશે. આ ગાંઠિયાને હવાચુસ્ત ડબ્બામાં ભરી લો. આ રીતે ઘરે બનેલા ગાંઠિયા 8 થી 10 સુધી ફ્રેશ રહે છે. આ ગાંઠિયા સવાર - સાંજ નાસ્તામાં ખાઇ શકાય છે તેમજ બાળકને સ્કૂલ લંચમાં પણ આપી શકાય છે.

જીવનશૈલી રેસીપી ભોજન