ઘરમાં શાકભાજી નથી અને મહેમાન આવી ગયા, માત્ર 2 ચીજ માંથી બનાવી ટેસ્ટી રાજસ્થાની સબ્જી

Papad Nu Shaak Banavani Rit In Gujarati : આજે શેનું શાક બનાવવું તે સવાલ દરેક ગૃહિણને પરેશાન કરે છે. આવી સ્થિતિમાં તમે માત્ર બે ચીજ માંથી પ્રખ્યાત રાજસ્થાની પાપડની સબ્જી ટ્રાય કરી શકાય છે. પાપડનું શાક ઓછી સામગ્રી અને સમયમાં ફટાફટ બની જાય છે.

Papad Nu Shaak Banavani Rit In Gujarati : આજે શેનું શાક બનાવવું તે સવાલ દરેક ગૃહિણને પરેશાન કરે છે. આવી સ્થિતિમાં તમે માત્ર બે ચીજ માંથી પ્રખ્યાત રાજસ્થાની પાપડની સબ્જી ટ્રાય કરી શકાય છે. પાપડનું શાક ઓછી સામગ્રી અને સમયમાં ફટાફટ બની જાય છે.

author-image
Ajay Saroya
New Update
papad sabji recipe | Papad Nu Shaak Recipe | Rajasthani Papad Sabji Recipe

Rajasthani Papad Sabji Recipe : રાજસ્થાની પાપડનું શાક બનાવવાની રીત. Photograph: (Social Media)

Famous Rajasthani Papad Sabji Recipe : શાકભાજી એટલે કે સબ્જી ભારતીય ભોજનની થાળીની મુખ્ય વાનગી છે. ભારતીયોને રોટલી હોય કે ભાખરી તેની સાથે સબ્જી તો જોઇએ. સમયના અભાવે લોકો દરરોજ તાજી શાકભાજી ખરીદવાના બદલે અઠવાડિયામાં બે વખત જ શાકભાજી ખરીદી ફ્રિજમાં સ્ટોર કરે છે. આવી સ્થિતિમાં ઘણી વખત એવું બને કે ફ્રિજમાં કોઇ શાકભાજી ન હોય અને અચાનક મહેમાન આવી જાય ત્યારે શેનું શાક બનાવવું તેનો પ્રશ્ન થાય છે. આવી સ્થિતિમાં માત્ર પાપડ માંથી ચટપટું શાક બનાવી શકાય છે, જે ઓછા સમય અને સામગ્રીમાં સરળતાથી બની જાય છે. 

Advertisment

પાપડનું શાક રાજસ્થાની વાનગી

પાપડનું શાક રાજસ્થાનની પ્રખ્યાત પરંપરાગત વાનગી છે. પાપડનું શાક બનાવવા માટે મગ કે અડદના પાપડ, તેલ અને અમુક મસાલાની જરૂર પડે છે. પાપડનું શાક ઓછા સમયમાં સરળતાથી બની જાય છે, જે નાના બાળકથી લઇ મોટા વ્યક્તિને પણ ભાવશે.  

પાપડનું શાક બનાવવા માટે સામગ્રી

  • મગ કે અડદના પાપડ : 4 - 5
  • દહીં : 1 કપ
  • તેલ : 2 મોટી ચમચી
  • જીરું : 1 ચમચી
  • રાઇ : 1 ચમચી
  • હીંગ : 1 નાની ચમચી
  • હળદર પાઉડર : 1 ચમચી
  • ધાણા પાઉડર : 1 પાઉડર
  • લાલ મરચું પાઉડર : 1 ચમચી
  • લીલા મરચા : 2 - 3 નંગ
  • આદું : 1 નાનો ટુકડો
  • ડુંગળી : 1 નંગ
  • મીઠું : સ્વાદ અનુસાર 
  • લીલું કોથમીર : 1 ચમચી

Papad Nu Shaak Recipe : પાપડનું શાક બનાવવાની રીત

પાપડનું શાક બનાવવા માટે સૌથી પહેલા પાપડને શેકી લો અથવા તેલમાં તળી લો. તળેલા પાપાડનું શાક વધુ સ્વાદિષ્ટ લાગે છે. પાપડ તળ્યા બાદ મીડિયમ કદના ટુકડા કરી લો.

Advertisment

એક વાટકીમાં દહીં લો, પછી તેમા હળદર, ધાણા પાઉડર અને લાલ મરચા પાઉડર નાંખી સારી રીતે ફેંટી લો. દહીંમાં મસાલા ઉમેરવાથી તે ફાંટશે નહીં.

હવે એક કઢાઇમાં તેલ ગરમ કરો. તેમા જીરું, રાઇ અને હીંગનો તડકો લગાવો. તેમા બારીક કાપેલા લીલા મરચા, આદું,લસણ અને ડુંગળી સાંતળી લો.  

હવે ગેસની આંચ ધીમી કરી દો અને મસાલા વાળું દહીં કઢાઇમાં રેડો. દહીને સતત ચમચા વડે હલાવતા રહો જેથી ગ્રેવીમાં ઊભરો ન આવે અને તેલ અલગ ન પડે. જો જરૂર પડે તો થોડું પાણી ઉમેરી શકાય છે.

ગ્રેવીમાં ઊભરો આવે ત્યારે પાપડના ટુકડા નાંખો. તેને 1 - 2 મિનિટ સુધી પકવવા દો અને ગેસ બંધ કરો. પછી તેમા લીંબુનો રસ અને લીલું કોથમીર ઉમેરી ગાર્નિશ કરો. સ્વાદ માટે ઉપરથી ગરમ સમાલા ઉમેરી શકાય છે.

આ પણ વાંચો | દાળ શાકમાં વધારે મીઠું પડી ગયું? આ 5 કિચન ટીપ્સ વડે સ્વાદને સંતુલિત કરો

પાપડ નાંખ્યા બાદ શાકને વધારે રાંધવું નહીં જોઇએ, નહીંતર પાપડ ઓગળી જશે અને શાકનો દેખાવ બગડી જશે.

પાપડનું શાક ગરમા ગરમ રોટલી કે પરોઠા સાથે સર્વ કરો. ઘરમાં જ્યારે કોઇ શાક ન હોય અથવા કંઇક ચટપટી સબ્જી ખાવાની ઇચ્છા હોય ત્યારે પાપડનું શાક ટ્રાય કરવું જોઇએ. 

ભોજન જીવનશૈલી રેસીપી