Farali Petis Recipe: મહાશિવરાત્રી પર બનાવો ઓઇલ ફ્રી ફરાળી પેટીસ, બજાર કરતા વધુ ટેસ્ટી અને હેલ્ધી

Farali Petis Recipe In Gujarati: ફરાળી પેટીસ વ્રત ઉપવાસમાં ખાવામાં આવતી લોકપ્રિય ફરાળી વાનગી છે. બજારની તેલ વાળી ફરાળી પેટીસ સ્વાસ્થ્યને નુકસાન કરે છે. અહીં તેલ વગર સાબુદાણાની ફરાળી પેટીસ બનાવવાની રીત આપી છે.

Farali Petis Recipe In Gujarati: ફરાળી પેટીસ વ્રત ઉપવાસમાં ખાવામાં આવતી લોકપ્રિય ફરાળી વાનગી છે. બજારની તેલ વાળી ફરાળી પેટીસ સ્વાસ્થ્યને નુકસાન કરે છે. અહીં તેલ વગર સાબુદાણાની ફરાળી પેટીસ બનાવવાની રીત આપી છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
farali petis recipe | farali petis recipe in gujarati | sabudana petis recipe | farali recipe

Farali Petis Recipe: ફરાળી પેટીસી વ્રત ઉપવાસમાં ખાવામાં આવતી લોકપ્રિય ફરાળી વાનગી છે. (Photo: Social media)

Farali Petis Recipe In Gujarati: ફરાળી પેટીસ વ્રત ઉપવાસમાં ખાવામાં આવતી વાનગી છે. બજારમાં વેચાતી ફરાળી પેટીસમાં તેલ વધારે હોય છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. ફરાળી પેટીસ બટાકા, સાબુદાણા, સીંગદાણા અને વિવિધ મસાલામાંથી બને છે. અહીં ઓઇલ ફ્રી ફરાળી પેટીસ બનાવવાની રેસીપી આપી છે. મહાશિવરાત્રી પર તમે પર ઓઇલ ફ્રી સાબુદાણા ફરાળી પેટીસ ટ્રાય કરી શકો છો.

Advertisment

Farali Petis Recipe Ingredients: ફરાળી પેટીસ બનાવવાની સામગ્રી

  • બાફેલા બટાકા
  • 4થી 6 કલાક પાણીમાં પલાળેલા સાબુદાણા
  • શેકેલા સીંગદાણા
  • શેકેલો શિંગાડાનો લોટ
  • ફરાળી મીઠું સ્વાદ અનુસાર
  • ઝીણા સમારેલા લીલા મરચા
  • ઝીણા સમારેલું કોથમીર
  • જીરું પાઉડર
  • લીંબુનો રસ

Farali Petis Recipe : ફરાળી પેટીસ બનાવવાની રીત

  • ફરાળી પેટીસ બનાવવા માટે સૌથી પહેલા કુકરમાં પાણી નાંખી બટાકા બાફી લો.
  • બટાકા બરાબર બફાઇ ગયા બાદ છાલ કાઢો અને એક બાઉલમાં મેશ કરી લો.
  • હવે પાણીમાં પલાળેલા સાબુદાણા, સિંગદાણા, શિંગોડાનો શેકેલો લોટ અને જીરું પાઉડર ઉમેરો
  • ત્યાર પછી તમારા સ્વાદ અનુસાર ઝીણા સમારેલા લીલા મરચા, કોથમીર અને લીબુંનો રસ નાંખી બધી સામગ્રી બરાબર મિક્સ કરી લો
  • આ મિશ્રણમાં તમારી મરજી મુજબના કદની પેટીસ બનાવી તૈયાર રાખો
  • હવે ઓવનની ટ્રેયમાં સાબુદાણાની પેટીસને બેક થવા મૂકો. તમે ઇચ્છો તો પેટીસ પર થોડુંક તેલ લગાવી શકો છો.
  • ફરાળી પેટીસને ઓવરનમાં 15 થી 20 મિનિટ સુધી બેક કરો.
  • ફરાળી પેટીસ બંને બાજુથી બ્રાઉન થઇ જાય ત્યાં સુધી બેક કરવી
  • તમારી ગરમાગરમ ઓઇલ ફ્રી સાબુદાણાની ફરાળી પેટીસ તૈયાર છે.

બટાકા, સાબુદાણા અને શિંગોડાના લોટ માંથી બનેલી ફરાળી પેટીસને ફુદીનાની ચટણી અન આમલી ગોળની ચટણી સાથે ખાઇ શકાય છે. આ તેલ વગર બનેલી ફરાળી પેટીસ ખાવાથી સ્વાસ્થ્યને કોઇ નુકસાન થતું નથી.

Advertisment
રેસીપી મહાશિવરાત્રી જીવનશૈલી