/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/07/Farali-French-Fries-Recipe-in-Gujarati.jpg)
Sabudana French Fries Recipe : સાબુદાણા ફ્રેન્ચ ફ્રાય રેસીપી. (Photo: @SunitaAgarwal)
Farali Sabudana French Fries Recipe In Gujarati: સાબુદાણા વ્રત ઉપવાસ દરમિયાન ફરાળી વાનગી બનાવવા માટે વપરાય છે. સાબુદાણા માંથી ઘણી ફરાળી વાનગી બને છે. મોટાભાગના લોકો સાબુદાણાની ખીચડી અને સાબુદાણાના વડા થાય છે. જો તમે પણ સાબુદાણાની ખીચડી ખાઇને કંટાળી ગયા છો અને કંઇક યુનિટ ચટપટી ફરાળી વાનગી ખાવી છે, તો તમારે સાબુદાણાની ફ્રેન્ચ ફ્રાય રેસીપી ટ્રાય કરવી જોઇએ.
Sabudana Beneftis : સાબુદાણા ખાવાના ફાયદા
સાબુદાણાનો ઉપયોગ મોટાભાગે લોકો ઉપવાસ દરમિયાન ફરાળી વાનગી બનાવવા માટે કરતા હોય છે. આ સફેદ ચીજ માત્ર સ્વાદમાં જ અલગ નથી, પરંતુ તે ખાવાથી શરીરને એનર્જી મળે છે. સાબુદાણામાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ વધારે હોય છે. તેથી ઉપવાસના દિવસે તે ખાવાથી શરીરમાં નબળાઈનો અનુભવ થતો નથી. લોકો ઉપવાસ દરમિયાન સાબુદાણાની ખીચડી, ખીર કે વડા પેટીસ બનાવી ખાય છે.
ફરાળી સાબુદાણા ફ્રેન્ચ ફ્રાય બનાવવા માટે સામગ્રી
- 200 ગ્રામ : સાબુદાણા પલાળેલા
- 3-4 નંગ: બટાટા બાફેલા
- 1/2 કપ - સીંગદાણા શેકેલા
- 1/2 ચમીચ : જીરું પાઉડર શેકેલું
- 1/2 ચમચી : કાળા મરી પાવડર
- 1/2 ચમચી : આખું જીરું
- 3 નંગ : લીલા મરચા ઝીણા સમારેલા
- લીલું કોથમીર ઝીણું સમારેલું
- ફરાળી મીઠું સ્વાદ અનુસાર
- તેલ તળવા માટે
Sabudana Farali French Fries Recipe : સાબુદાણા ફરાળી ફ્રેન્ચ ફ્રાય બનાવવાની રીત
સૌ પ્રથમ સાબુદાણા પાણીમાં આખી રાત પલાળી રાખો. સવારે સાબુદાણા ફુલીને મોટા થઇ ગયેલા દેખાશે
સાબુદાણા માંથી ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવવા માટે સૌ પ્રથમ સાબુદાણાને એક વાસણમાં કાઢો. પછી તેમાં સ્વાદ પ્રમાણે ફરાળી મીઠું ઉમેરો. ત્યારબાદ તેમા કાળા મરીનો પાઉડર, ઝીણું સમારેલું લીલું કોથમીર, શેકેલો જીરા પાવડર ઉમેરો, શેકેલી સીંગનો ભુક્કો, ઝીણા સમારેલા લીલા મરચા અને મેશ કરેલા બાફેલા બટાકા ઉમેરો. આ બધી સામગ્રી બરાબર મિક્સ કરો
હવે હાથમાં તેલ કે ઘી લગાવો, ત્યાર પછી સાબુદાણાની સામગ્રી માંથી ફ્રેન્ચ ફાય જેવા લાંબા વડા બનાવો. ત્યાર બાદ શિંગાડાના લોટમાં ફ્રાન્ચ ફ્રાયને રગડોળો
ગેસ ચાલુ કરી એક કઢાઇમાં તેલ ગરમ કરો. હવે તેલમાં સાબુદાણાની ફ્રેન્ચ ફ્રાચ મીડિયમ આંચ પર તળો. ફ્રાન્ચ ફ્રાય બંને બાજુથી ક્રિસ્પી અને બ્રાઉન થાય ત્યાં સુધી તળો
આ પણ વાંચો | સાબુદાણા વડા બનાવવાની રેસીપી
આમ સાબુદાણાની ફરાળી ફ્રેન્ચ ફ્રાય તેયાર છે. આ સાબુદાણાની ફ્રેન્ચ ફ્રાય પર ચાટ મસાલો ઉમેરી, ગ્રીન ચટણી અને આમલી ગોળની ચટણી સાથે ખાઇ શકાય છે. તમે દહીં સાથે પણ ખાઇ શકો છો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us