શું ઉપવાસ કરવાથી કેન્સરનું જોખમ ઘટી શકે? રિસર્ચ શું કહે છે?

ઉંદર પર કરવામાં આવેલ સંશોધન સૂચવે છે કે ઉપવાસ કેન્સર સામે શરીરની કુદરતી બચાવ ક્ષમતાને સશક્ત બનાવે છે. ઉપવાસ કુદરતી કિલર (NK) કોશિકાઓના કાર્યને વધારે છે.

Written by shivani chauhan
July 17, 2024 07:00 IST
શું ઉપવાસ કરવાથી કેન્સરનું જોખમ ઘટી શકે? રિસર્ચ શું કહે છે?
શું ઉપવાસ કરવાથી કેન્સરનું જોખમ ઘટી શકે? નવો અભ્યાસ શું કહે છે?

કેન્સર (Cancer) એક જીવલેણ રોગ છે, પરંતુ તાજેતરના રિસર્ચ કેન્સર સામે લડવાની સ્ટ્રેટેજી પર પ્રકાશ પાડી રહ્યા છે, અને કેન્સરનું જોખમ ઘટાડનાર એક માર્ગ ઉપવાસ કહ્યો છે. મેમોરિયલ સ્લોન કેટરિંગ કેન્સર સેન્ટરના રિસર્ચ દ્વારા કરવામાં આવેલા ગ્રાઉન્ડબ્રેકિંગ સ્ટડીમાં જાણવા મળ્યું છે કે ઉપવાસ કેવી રીતે કેન્સરના કોષોને અસર કરી શકે છે.

ઉંદરમાં તેમનું સંશોધન સૂચવે છે કે ઉપવાસ કેન્સર સામે શરીરની કુદરતી સંરક્ષણ પ્રણાલીને સશક્ત બનાવે છે. ઉપવાસ કુદરતી કિલર (NK) કોશિકાઓના કાર્યને વધારે છે, જે કેન્સરગ્રસ્ત કોષો પર હુમલો કરવા માટે જવાબદાર રોગપ્રતિકારક શક્તિ માટે નિર્ણાયક છે.

Fasting Benefits
શું ઉપવાસ કરવાથી કેન્સરનું જોખમ ઘટી શકે? નવો અભ્યાસ શું કહે છે?

સ્ટડી સૂચવે છે કે ઉપવાસ દરમિયાન નેચલર કિલર કોષો સુગરને બદલે એનર્જી માટે ચરબી પર આધાર રાખે છે. આ મેટાબોલિક શિફ્ટ તેમને કેન્સરના કોષોને લક્ષ્ય બનાવવા અને દૂર કરવામાં વધુ અસરકારક રીતે કાર્ય કરવા દે છે. નેચરલ કિલર કોશિકાઓને કઠોર વાતાવરણમાં સક્ષમ કરીને, ઉપવાસ તેની કેન્સર સામે લડવાની ક્ષમતાઓને સુધારે છે.

આ પણ વાંચો: Health Tips : શું દૂધ ખરેખર કફ થવાનું કારણ બની શકે? એક્સપર્ટ શું કહે છે?

નવી મુંબઈની એપોલો હોસ્પિટલ્સના કન્સલ્ટન્ટ HPB અને ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ઓન્કોલોજી અને રોબોટિક સર્જરીના ડૉ. રાજેશ શિંદે સમજાવે છે કે આ નવા અભ્યાસ પહેલાં, સંશોધને કેન્સર નિવારણ માટે ઉપવાસની શક્યતાના સંકેત આપ્યો છે. ઉંદર પરના 2012ના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે શોર્ટ ટર્મના ઉપવાસથી તંદુરસ્ત કોષોને કીમોથેરાપી દવાઓની હાનિકારક આડઅસરથી બચાવી શકાય છે. એ જ રીતે, ઉંદરમાં 2016ના અભ્યાસમાં સૂચવવામાં આવ્યું હતું કે કીમોથેરાપીના પહેલાં ટૂંકા ગાળાના ઉપવાસ ઝેરીતા ને ઘટાડી શકે છે.

જર્મન કેન્સર રિસર્ચ સેન્ટરના અન્ય એક અભ્યાસમાં યકૃતના સ્વાસ્થ્ય અને કેન્સરના જોખમ પર ઇન્ટરમીટન્ટ ઉપવાસની અસરોની શોધ કરવામાં આવી હતી. તેઓએ ઉમેર્યું કે ઉંદર પરના તેમના તારણો સૂચવે છે કે તૂટક તૂટક ઉપવાસ શેડ્યૂલ (પાંચ દિવસ નિયમિત ભોજન પછી બે દિવસ પ્રતિબંધિત કેલરી લેવાનું) ફેટી લીવર રોગ, યકૃતમાં બળતરા અને લીવર કેન્સરનું જોખમ ઘટાડી શકે છે.

હેલ્થ એક્સપર્ટના જણાવ્યા મુજબ, ઉપવાસ કેન્સરના જોખમને ઘટાડવાનું વચન આપે છે તે થીસીસ ઇન્સ્યુલિનના લેવલ અને સેલ્યુલર પર તેની સંભવિત અસરથી ઉદ્ભવે છે. વધારે ઇન્સ્યુલિનનું ઉત્પાદન કેન્સરના કોષોના વિકાસને પ્રોત્સાહન આપવા સાથે સંકળાયેલું છે. ઉપવાસ, ઇન્સ્યુલિનનું સ્તર ઘટાડીને, કેન્સરના કોષોના વિકાસ માટે ઓછું અનુકૂળ વાતાવરણ બનાવી શકે છે.

આ ઉપરાંત, ઉપવાસએ એવી પ્રોસેસને એકટીવ કરે છે જે ક્ષતિગ્રસ્ત કોષોને દૂર કરે છે જ્યારે રીપેરને પ્રોત્સાહન આપે છે. ઉપવાસ કેન્સર પહેલાના કોષો વધે તે પહેલા તેને દૂર કરી શકે છે. ઉપવાસ કરવાથી શરીરના કુદરતી એન્ટીઑકિસડન્ટોમાં વધારો થાય છે, જે કોષોને નુકસાનથી બચાવે છે જે કેન્સર તરફ દોરી શકે છે.

આ પણ વાંચો: Dengue : વરસાદના લીધે ડેન્ગ્યુના કેસોમાં વધારો, મગજ અને નર્વસ સિસ્ટમ પર ડેન્ગ્યુની ગંભીર અસર થઇ શકે? જાણો

જો કે, વ્યક્તિગત સંજોગોને ધ્યાનમાં લેવું મહત્વપૂર્ણ છે. ઘણા દર્દીઓ માટે ડાયટ કંટ્રોલ પડકારરૂપ હોઈ શકે છે ખાસ કરીને જેઓ કેન્સર અથવા તેની સારવારને કારણે પહેલેથી જ વજનમાં ઘટાડો અનુભવી રહ્યાં છે.

આ અભ્યાસો ઘણી આશાસ્પદ છે છતાં તે જાણવું મહત્વપૂર્ણ છે કે તે અભ્યાસ ઉંદર પર હાથ ધરવામાં આવ્યા હતા. વ્યવહારુ ઉપયોગ માટે આ તારણોની પુષ્ટિ કરવા માટે માનવો પર વધુ રિસર્ચ કરવા મહત્વપૂર્ણ છે. આ ઉપરાંત ઉંદર પરના અભ્યાસમાં બે વિશિષ્ટ પ્રોટીનને પ્રકાશિત કરવામાં આવ્યા છે જે ઉપવાસની રક્ષણાત્મક અસરોમાં ભૂમિકા ભજવે છે. તેના કાર્યને વધુ સારી રીતે સમજવાથી કેન્સરની સારવારની નવી સ્ટ્રેજીના વિકાસ માટે માર્ગ મોકળો થઈ શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ