Fasting : ઉપવાસ આ રીતે વેઇટ લોસમાં અસરકારક સાબિત થઇ શકે, મહત્વ જાણો

Fasting : શું ક્યારેય તમે વિચાર્યું છે કે ઉપવાસ કરવાથી વજન કંટ્રોલમાં આવી શકે છે, શું તે કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવામાં મદદગાર સાબિત થઇ શકે છે, અથવા ફાસ્ટિંગ બ્લડ સુગર લેવલ કંટ્રોલ કરી શકે છે? અહીં બધુજ

Fasting : શું ક્યારેય તમે વિચાર્યું છે કે ઉપવાસ કરવાથી વજન કંટ્રોલમાં આવી શકે છે, શું તે કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવામાં મદદગાર સાબિત થઇ શકે છે, અથવા ફાસ્ટિંગ બ્લડ સુગર લેવલ કંટ્રોલ કરી શકે છે? અહીં બધુજ

author-image
shivani chauhan
New Update
fasting really helps to reduce weight and control blood sugar cholesterol health tips in gujarati

Fasting ઉપવાસ ફાસ્ટિંગ વેઇટ લોસ ઉપવાસના ફાયદા બ્લડ સુગર હેલ્થ ટિપ્સ (canva)

Fasting : મોર્ડન લાઇફસ્ટાઇલમાં ફિટ રહેવું એક ચેલેન્જ છે. વેઇટ કન્ટ્રોલ કરી ફિટ રહેવા ઘણા પ્રયાસ કરવા પડે છે. હેલ્થ સુધારવા અને ફિટ રહેવા માટે ઘણા ઉપાય અજમાવવામાં આવે છે જેમ કે, રેગ્યુલર કસરત કરવી, હેલ્થી ડાયટ અપનાવવું અને ઘણા ઉપવાસ (Fasting) નો પણ સહારો લે છે. પરંતુ શું ક્યારેય તમે વિચાર્યું છે કે ઉપવાસ કરવાથી વજન કંટ્રોલમાં આવી શકે છે, શું તે કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવામાં મદદગાર સાબિત થઇ શકે છે, અથવા ફાસ્ટિંગ બ્લડ સુગર લેવલ કંટ્રોલ કરી શકે છે,તો અહીં જાણો,

Advertisment
fasting really helps to reduce weight and control blood sugar cholesterol health tips in gujarati
Fasting ઉપવાસ ફાસ્ટિંગ વેઇટ લોસ ઉપવાસના ફાયદા બ્લડ સુગર હેલ્થ ટિપ્સ (Unsplash)

આ પણ વાંચો: Ramadan : આ રમઝાનમાં આ સુપરફૂડ્સનું કરો સેવન, આખો દિવસ રહેશે એનર્જી

ફાસ્ટિંગ અથવા ઉપવાસનો મુખ્ય આધાર મટે કેવા પ્રકારનું ડાયટ લો છો તેના પર રહેલો છે. આ દરમિયાન યોગ્ય ડાયટ મહત્વનો ભાગ ભજવે છે. અને તે લાંબા લાગે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકરક સાબિત થઇ શકે છે અને જો વધારે ભૂખ્યું રહેવામાં આવે તો ઘણા રોગોનું જોખમ પણ વધી શકે છે.

Advertisment

મોટાભાગના લોકો વિચારે છે કે ફાસ્ટિંગ વેઇટ લોસમાં, કોલેસ્ટ્રોલ કન્ટ્રોલ કરવા અને બ્લડ સુગર કન્ટ્રોલ કરી શકે છે, પરંતુ હેલ્થ એક્સપર્ટ શું કહે છે?

આ પણ વાંચો: Ramdan : રમઝાન દરમિયાન ડાયાબિટીસના દર્દીઓ એ આટલી બાબતોનું ધ્યાન રાખવું, જાણો

હેલ્થ એક્સપર્ટ શું કહે છે?

ઘણા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ઉપવાસથી શરીરનું વજન, ચરબી, બ્લડ શુગર, બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ ઘટી શકે છે. પરંતુ ડાયટમાં આખા અનાજ જેમાં ઓટ્સ, રાગી, બાજરી, જુવાર અને આખા ઘઉંની બ્રેડ, કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન, કઠોળ, ફળ, શાકભાજી, બદામ અને હેલ્થી ફેટ્સ જેવા પૌષ્ટિક અને ફાઈબરથી ભરપૂર ઓપ્શન તમને ફાયદો કરી શકે છે. આ ઉપરાંત તમે ઓછી ચરબીવાળી ડેરી પ્રોડક્ટસ અથવા પ્લાન્ટ બેઝડ ઓપ્શન પણ પસંદ કરી શકો છો.

કાર્બોહાઇડ્રેટ્સ સાથે બેલેન્સ્ડ ડાયટ પ્લાન અનુસરો, જેમ કે બ્રાઉન રાઇસ અથવા બ્રાઉન બ્રેડ, પ્રોટીન જેમ કે દાળ અને પુષ્કળ પ્રમાણમાં શાકભાજીનું સેવન. સૂપ પણ એક ઉત્તમ વિકલ્પ છે. કારણ કે- તે હાઇડ્રેટિંગ અને પોષક તત્વોથી ભરપૂર છે.

ખરાબ લાઇફસ્ટાઇલ અને ખાવાની ખોટી આદતના લીધી ઘણા લોકોને વજન વધી શકે છે જે કન્ટ્રોલ કરવું એક પડકાર જેવું થઇ જાય છે. પરંતુ જો સમયસર ધ્યાન ન રાખવામાં આવે તો તેનાથી ઘણી હેલ્થને લગતી સમસ્યાઓ થઈ શકે છે. ઉપવાસ વજન નિયંત્રણમાં પણ મદદ કરે છે. ઉપવાસ ચરબી ઘટાડવામાં મદદ કરી શકે છે. ઉપવાસ કરવાથી કોલેસ્ટ્રોલની સમસ્યામાં પણ રાહત મળે છે. તે ખરાબ કોલેસ્ટ્રોલનું જોખમ ઘટાડે છે. તે બોડીને ડીટોક્સ કરવામાં પણ મદદ કરે છે.

જીવનશૈલી ટ્રેન્ડિંગ ન્યૂઝ health tips