Fenugreek Seed: મેથી દાણાનું સેવન આ બીમારીમાં નુકશાનકારક, અહીં જાણો

Fenugreek Seed side effect: મેથીદાણા( Fenugreek Seed) સ્વાસ્થ્ય માટે ફાયદાકારક(health benefits) છે પરંતુ કેટલીક બીમારીમાં એનું સેવન ઝેર જેટલું નુકસાનકારક છે. પાઈલ્સ(piles) એક એવી બીમારી છે જે મોટી સમસ્યા પેદા કરી શકે છે.

Written by shivani chauhan
November 18, 2022 11:50 IST
Fenugreek Seed: મેથી દાણાનું સેવન આ બીમારીમાં નુકશાનકારક, અહીં જાણો

Fenugreek Seed side effect: મેથીદાણા રસોડામાં હાજર એક એવો મસાલો છે જેનું સેવન આપણે મોટાભાગે કરીયે છીએ. ઇમ્યુનીટીને સ્ટ્રોંગ કરવામાં મેથીદાણા ઔષધીય ગુણોથી ભરપૂર છે. આનું સેવન કરવાથી ખાલી વજન કન્ટ્રોલમાં નથી રહેતું પરંતુ સાથે બ્લડ શુગર લેવલ પણ કોન્ટ્રોલમાં રહે છે. પાચનને તંદુરસ્ત કરવામાં, કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવામાં, હૃદયને હેલ્થી રાખવામાં, કબજિયાતમાં રાહત આપે, ઊંઘમાં સુધાર લાવે. આ રીતે મેથી ઘણી ગુણકારી છે. મહિલાઓના ગર્ભાશય સંબંધિત મોટાભાગના રોગ દૂર કરવામાં મેથીદાણા ખુબજ અસરદાર છે. મેથીદાણાનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે જેટલા ફાયદાકારક છે તેટલા ઘણી બીમારીઓમાં નુકસાનકારક સાબિત થાય છે.

યોગ અને આયુર્વેદના જાણકાર રાજીવ દીક્ષિતના મત અનુસાર મેથીદાણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે પરંતુ કેટલીક બીમારીમાં એનું સેવન ઝેર જેટલું નુકસાનકારક છે. પાઈલ્સ એક એવી બીમારી છે જે મોટી સમસ્યા પેદા કરી શકે છે.

આ બીમારીમાં મેથી દાણાનું સેવન ઝેર જેટલું અસરકરે છે. મેથીદાણાનું સેવન કરવાથી પાઈલ્સની સમસ્યાઓ વધી શકે છે તેથી પાઇલ્સના દર્દીઓએ મેથીદાણાનું સેવન ન કરવું જોઈએ. જાણો એક્સપર્ટ શું કહે છે?

મેથીદાણા કેવી રીતે પાઇલ્સના દર્દીઓ માટે મુશ્કેલી વધારે?

જે લોકોને બ્લીડીંગ પાઈલ્સ (Bleeding Piles) છે એ મેથીદાણાનું સેવન કરવાનું ટાળવું જોઈએ. જો હરસ છે તો તમે મેથીદાણાનું સેવન કરી શકો છો. હરસમાં મળદ્વારમાં સોજો આવવો, દુખાવાને લીધે મસાનુ ફૂલવું વગેરે લક્ષણ હોય છે. મેથીદાણાનો ઉપયોગ ગરમ કરીને કરવો નહિ. પરંતુ પાણીમાં પલાળીને કરવો જોઈએ.

મેથીદાણામાં આયર્ન, કેલ્શિયમ, પોટેશિયમ, સેલેનિયમ, મેન્ગેનીઝ, વિટામિન એ, વિટામિન સી, એન્ટી-ઇન્ફ્લેમેટરી અને એન્ટી-ઓક્સિડેન્ટ જેવા ગુણો છે જે શરીરને હેલ્થી રાખે છે. એનું સેવન કરવાથી પાઇલ્સના લક્ષણોને કંટ્રોલમાં આવે છે. મેથીદાણાનું સેવન કરવાથી કબજિયાતમાં રાહત આપે છે.

હરસના દર્દીઓએ મેથીનું સેવન કેવીરીતે કરવું:

હરસની બીમારીમાં મેથીનું સેવન કરવા માટે મેથીદાણાને રાત્રે પાણીમાં પલાળી ડો અને બીજા દિવસે સવારે મેથીદાણાનું પાણી ગાળીને તેનું સેવન કરવું. તમે મેથીદાણાને બચાવીને પછી સેવન કરી શકો છો. યાદ રાખવું જરૂરી છે કે મેથીદાણાનું સેવન ઉકાળીને ન કરવું જોઈએ.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ