Healthy Recipe : જો પાચનને લગતી સમસ્યા હોય તો દહીંની આ રેસિપી અજમાવો, જાણો સેવન કરવાના ફાયદા

Healthy Recipe : એક્સપર્ટ ડાયેટિશિયનએ શેર કર્યું કે આથોવાળા દહીંની આ રેસિપી તેના ઠંડકના ગુણધર્મો માટે જાણીતા છે. જાણો ખાસ રેસિપી અહીં.

Healthy Recipe : એક્સપર્ટ ડાયેટિશિયનએ શેર કર્યું કે આથોવાળા દહીંની આ રેસિપી તેના ઠંડકના ગુણધર્મો માટે જાણીતા છે. જાણો ખાસ રેસિપી અહીં.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
Healthy Recipe Fermanted Curd rice for gut health (Unsplash) health tips

આરોગ્યપ્રદ રેસીપી આંતરડાના સ્વાસ્થ્ય માટે ફર્મન્ટેડ દહીં ચોખા (અનસ્પ્લેશ)

મોટાભાગના લોકોને દહીં પ્રિય હોય છે. દહીંને ભોજન સાથે અથવા બીજા કોઈ રીતે પોતાના ડાયટમાં સામેલ કરતા હોય છે. જો દહીં અને રાઈસ(curd rice) એ સૌથી સુખદ ફૂડ કોમ્બિનેશનમાંનું એક છે. તેમાં રહેલું દહીંનું વધુ પ્રમાણ અસંખ્ય સ્વાસ્થ્ય લાભો ધરાવે છે. પરંતુ શું તમે જાણો છો કે જો તમે આ રાઈસને રાત્રે આથો આવવા દો તો તેનું પોષક મૂલ્ય વધુ વધી શકે છે? અહીં જાણો રેસીપી,

Advertisment

સામગ્રી

  • ગરમ દૂધ
  • ચોખા
  • દહીં

આ પણ વાંચો: Sadhguru Health Tips : સદગુરુએ મેન્ટલ હેલ્થ માટે આપી આ ડાયટ ટિપ્સ!! ડાયટ અને મેન્ટલ હેલ્થ વચ્ચે શું છે સંબંધ?

મેથડ

  • હુંફાળા દૂધમાં ચોખા મિક્સ કરો
  • બે ચમચી દહીં ઉમેરો
  • સારી રીતે મિક્ષ કરો.
  • છ કલાક માટે રહેવા દો
Advertisment

વૈશાલીએ શેર કર્યું કે,''દૂધ સાથે મિક્સ કરવા માટે રાંધેલા ચોખાનો ઉપયોગ કરો અને દહીં નાખ્યા પછી તેને ઢાંકણ દ્વારા બરાબર બંધ કરો.
માટીના વાસણો/સ્ટીલના બાઉલનો ઉપયોગ કરવો વધુ સારું છે. પ્લાસ્ટિકનો ઉપયોગ કરશો નહીં.''

કેવી રીતે ફાયદાકારક

મોહિની ડોંગરે, ડાયેટિશિયન, નારાયણ સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલ ગુરુગ્રામે શેર કર્યું કે ''દહીં ચોખા તેના ઠંડકના ગુણો માટે જાણીતા છે, જે ફ્રેશ અને સુખદાયક ભોજન છે, ખાસ કરીને ગરમ આબોહવામાં તે વધુ પ્રમાણમાં ખાવામાં આવે છે. આથેલા દહીંમાં રહેલા પ્રોબાયોટીક્સ પાચનમાં મદદ કરે છે અને શરીરની ગરમી ઘટાડે છે.''

આ મિશ્રણ B12, કેલ્શિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમથી ભરપૂર છે. આથો પછી, પોષક તત્ત્વો અને ખનિજોની શક્તિમાં વધારો થાય છે. તે આંતરડાના સ્વાસ્થ્ય, પોષક તત્વોનું શોષણ અને રોગપ્રતિકારક શક્તિમાં સુધારો કરે છે. તે વજન કંટ્રોલ કરવામાં પણ મદદ કરે છે અને બ્લડ પ્રેશર ઘટાડે છે.

આ પણ વાંચો: Today History 12 October આજનો ઇતિહાસ 12 ઓક્ટોબર : વિશ્વ દ્રષ્ટિ દિવસ કેમ ઉજવાય છે? આર્થરાઇટિસ કઇ બીમારી છે?

આંતરડા માટે સારા હોવા ઉપરાંત, આથેલા દહીંમાં લેક્ટોબેસિલસ જેવા ફાયદાકારક બેક્ટેરિયા હોય છે જે પોષક તત્વોથી ભરપૂર ભોજન હોવાને કારણે રોગપ્રતિકારક શક્તિમાં સુધારો કરે છે.તે ચોખામાંથી કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન, કેલ્શિયમ અને દહીંમાંથી વિટામિન્સ પ્રદાન કરે છે, જે તેને સારી રીતે સંતુલિત ભોજન બનાવે છે.

આથો લાવવાની પ્રક્રિયા ડેરીમાં રહેલા કેટલાક લેક્ટોઝ અને પ્રોટીનને પણ તોડી નાખે છે, જે લેક્ટોઝ ઇન્ટોલરન્સ હોય અથવા ડેરી સંવેદનશીલતા ધરાવતા હોય તેવા લોકો માટે પચવામાં સરળતા રહે છે.

તમે તમારી સ્વાદ પસંદગીઓને અનુરૂપ વિવિધ સામગ્રી જેમ કે શાક, મસાલા અને શાકભાજી ઉમેરીને દહીં ભાતને કસ્ટમાઇઝ કરી શકો છો, જેમ કે, દાડમના દાણા.

બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ જીવનશૈલી ટ્રેન્ડિંગ ન્યૂઝ health tips