/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/Fermented-Food-Breakfast.jpg)
Fermented Food : આથા વાળો નાસ્તો સ્વાસ્થ્ય માટે કેટલો યોગ્ય? જાણો (canva)
Fermented Food : આથા વાળો નાસ્તો સવારે ખાઇ શકાય? આ સવાલ મોટા ભાગના લોકોને સતાવતો હોય છે, જોકે સેલિબ્રિટી સવારે ઇડલી સંભાર, ઢોસા ખાતા હોય છે. આજે આથા વાળા નાસ્તા વિશે જાણીએ. વર્ક આઉટ્સથી લઈને ફેશન હોય કે પછી ડાયટ પ્લાન હોય તે ટ્રેન્ડિંગમાં રહે છે. અભિનેત્રી અનુષ્કા શર્માના થ્રોબેક યુટ્યુબ વિડિયો પર એક્ટ્રેસની તેની ફેવરિટ રેસિપી વિશે ખુલીને વાત કરી હતી, અનુષ્કા @wireStudio દ્વારા શેર કરેલ સ્નિપેટમાં જણાવ્યું હતું કે, હું મજાક નથી કરતી પણ દરરોજ હું નાસ્તામાં ઈડલી, ચટણી અને સાંભાર ખાઉં છું. મને લાગે છે કે નાસ્તામાં આથા વાળા ફૂડ (Fermented Food) પેટ માટે પર ખૂબ જ સારા છે.''
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/Anushka-Sharma-favourite-food-.jpg)
આથા વાળો ખોરાક, જેમાં ઇડલી, ઢોસા, ઢોકળા, કોમ્બુચા અને કિમચીનો સમાવેશ થાય છે, તે ફેર્મેન્ટેડ સામગ્રી દ્વારા બનાવવામાં આવે છે, આ પ્રક્રિયા એન્ઝાઇમ પ્રવૃત્તિ દ્વારા ખોરાકમાં રહેલા કાર્બનિક અણુઓને તોડી નાખવામાં મદદ કરે છે. એક્સપર્ટ અનુસાર, આથોવાળો ખોરાક આંતરડાના બેક્ટેરિયાને મદદ કરે છે કારણ કે તે પ્રોબાયોટીક્સનો કુદરતી સ્ત્રોત છે. આપણા આંતરડામાં 100 ટ્રિલિયન બેક્ટેરિયા હોય છે અને સારા અને ખરાબ બેક્ટેરિયાનું સંતુલન નક્કી કરે છે કે આંતરડા આપણા બાકીના શરીર પર કેવી અસર કરે છે.
આ પણ વાંચો: Bottle Gourd : ઉનાળામાં દૂધી ખાવાથી સ્વાસ્થ્ય પર થતા ફાયદા અને ગેર ફાયદા,જાણો
આથો વાળો ખોરાક હેલ્થી કહી શકાય?
ફરિદાબાદની મેટ્રો હોસ્પિટલના ડાયેટિક્સના એચઓડી ડીટી રાશિ ટાંટિયાએ જણાવ્યું હતું કે આથા વાળો ખોરાક અસંખ્ય ફાયદાઓ પ્રદાન કરે છે, ખાસ કરીને જ્યારે ખાલી પેટે ખાવામાં આવે છે. તેમણે કહ્યું કે, "તે પચવામાં સરળ છે, જેનો અર્થ છે કે તેઓ પેટ માટે નરમ છે અને ઝડપથી શોષી શકાય છે, જે બોડીને એનર્જી આપે છે.
આ ઉપંરાત, આથા વાળો ખોરાક એન્ટીઑકિસડન્ટો, એન્ટિમાઇક્રોબાયલ અને એન્ટિફંગલ ગુણધર્મોથી સમૃદ્ધ છે, જે રોગપ્રતિકારક શક્તિને વેગ આપે છે.અને એકંદર આરોગ્યને પ્રોત્સાહન આપે છે. ટાંટિયાએ નોંધ્યું કે “આથા વાળા ખોરાકમાં ગ્લાયકેમિક લોડ ઓછો હોય છે, જે તેમને ડાયાબિટીસ ધરાવતા વ્યક્તિઓ માટે યોગ્ય બનાવે છે કારણ કે તે બ્લડ સુગર લેવલમાં સ્પાઇક્સનું કારણ નથી. તેમાં ઓછું ફેટ હોવાથી તેને હૃદય સંબંધી સમસ્યા ધરાવતા લોકો માટે પ સારી પસંદગી છે.''
આ પણ વાંચો: Rock Salt : અઠવાડિયા સુધી માત્ર સિંધવ મીઠું ખાવાની શરીર પર થતી અસર, જાણો
શું ધ્યાનમાં રાખવું જોઈએ?
તમારા ડાયટમાં આથોવાળા ખોરાકનો સમાવેશ કરવો ફાયદાકારક હોઈ શકે છે, પરંતુ મધ્યસ્થતા એ ચાવી છે. તેઓ અસંખ્ય સ્વાસ્થ્ય ફાયદા આપી શકે છે પરંતુ તે દરેક માટે ફાયદાકારક ન હોઈ શકે. વ્યક્તિગત ડાયટની જરૂરિયાતો અને હેલ્થના લક્ષ્યોને ધ્યાનમાં રાખીને સેવન કરવું જોઈએ.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us