Holi Tour plan: હોળી ધુળેટી પર લાંબા વિકેન્ડમાં ફરવા માટે 5 સ્થળ, મિત્રો અને પરિવાર સાથે પ્રવાસનો આનંદ

Best Long Weekend Destinations For Holi 2025: હોળી ધુળેટી પર 4 દિવસો લાંબો વિકેન્ડ આવી રહ્યો છે. અહીં મિત્ર, પાર્ટનર કે પરિવાર સાથે 3 થી 4 દિવસ ફરી શકાય અને હોળી ધુળેટીનો આનંદ માણી શકાય તેવા 5 સ્થળો વિશે જાણકારી આપી છે.

Best Long Weekend Destinations For Holi 2025: હોળી ધુળેટી પર 4 દિવસો લાંબો વિકેન્ડ આવી રહ્યો છે. અહીં મિત્ર, પાર્ટનર કે પરિવાર સાથે 3 થી 4 દિવસ ફરી શકાય અને હોળી ધુળેટીનો આનંદ માણી શકાય તેવા 5 સ્થળો વિશે જાણકારી આપી છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Weekend Destinations | Tour Plan | best tourist places | Trip Plan

Best Long Weekend Destinations For Holi 2025: લાંબા વિકેન્ડ પર ફરવા લાયક 5 સ્થળ. (Photo: Freepik)

Best Long Weekend Destinations For Holi 2025: હોળી ધુળેટી રંગોનો તહેવાર ભારતમાં ધામધુમથી ઉજવાય છે. આ વખતે 13 માર્ચ, ગુરુવારના રોજ હોળી પ્રગટાવાશે અને 14 માર્ચ શુક્રવારે ધુળેટી રમાશે. ત્યારબાદ શનિવાર અને રવિવાર આવતો હોવાથી એક લાંબો વિકેન્ડ આવશે. આમ 13 થી 16 માર્ચ સુધી 4 દિવસના વિકેન્ડ પર ફરવા જવાનો પ્લાન બનાવી શકાય છે. અહીં હોળી ધુળેટી પર શાનદાર ઉજવણી અને પરિવાર કે મિત્રો સાથે ફરવા માટે શ્રેષ્ઠ 5 સ્થળ વિશે માહિતી આપી છે.

Advertisment

Dwarka Shivrajpur Beach : દ્વારકાધીશ મંદિર અને શિવરાજપુર

દ્વારકા ગુજરાતનું પ્રસિદ્ધ તીર્થધામ છે. દ્વારકાધીશ મંદિરમાં હોળી ધુળેટી ધામધૂમપૂર્વક ઉજવાય છે. દ્વારકામાં દ્વારકાધીશ મંદિર સહિત આસપાસ જોવા માટે ઘણા સ્થળો છે. તમે હોળી અને ધુળેટીના દિવસે દ્વારકાધીશ મંદિ, રુક્મણી મંદિર, બેટ દ્વારકા, નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં દર્શન કરી શકો છો. ત્યાર પછીના દિવસે દ્વારકાથી 13 કિમી આવેલા શિવરાજપુર બીચની મુલાકાત અચૂક લેવી જોઇએ. શિવરાજપુર બીચ ભારતનું બ્લુ ફ્લેગ બીચ માન્યતા બીચ છે. શિવરાજપુર બીચ પર સ્નોર્કલિંગ, સ્કુબા ડાઇવિંગ જેવી મનોરંજક પ્રવૃત્તિ અને સૂર્યાસ્તનો નજારો જોવાનો આનંદ માણી શકાય છે.

Jaipur Tourist Places : જયપુરમાં જોવાલાયક સ્થળ

જયપુર રાજસ્થાનનું પ્રખ્યાત ટુરિસ્ટ પ્લેસ છે, જે પિંક સિટી તરીકે ઓળખાય છે. આખું જયપુર શહેર ફરવા માટે 3 થી 4 દિવસ જોઇએ. જયપુરમાં હવા મહેલ, આમેર કિલો, જયગઢ, નાહરગઢ કિલ્લો, સિટી પેલેસ, જંતરમંતર, જલ મહલ, ગકલા જી, બિરલા મંદિર, આલ્બર્ટ હોલ મ્યુઝિયમ, જયપુર ઝૂ, સિસોદિયા રાણી મહેલ અને ગાર્ડન, વિદ્યાધર ગાર્ડન, સેન્ટ્રલ પાર્ક, રામ નિવાસ ગાર્ડન, કનક ભવ, ઈશ્વર લાટ, અમર જવાન જ્યોત, મહારાણીની છત્રી, નાહરગઢ બાયોલોજી પાર્ક, જયપુર વેક્સ મ્યુઝિયમ, જવા કલા કેન્દ્ર, રાજ મંદિર, અક્ષરધામ મંદિર, જગત શિરોમણી મંદિર, જવાહર સર્કલ સહિત ઘણા પ્રખ્યાત સ્થળો ફરવા લાયક છે.

Udaipur Tourist Places : ઉદયપુરમાં જોવાલાયક સ્થળ

રાજસ્થાનનું ઉદયપુર વ્હાઇટ સિટીના નામે સમગ્ર દુનિયામાં પ્રખ્યાત છે. ઉદયપુર સુંદર તળાવ માટે પણ ફેમસ છે. ઉદયપુરમાં સિટી પહેલે, પિચોલા લેક, જગ મંદિર, સહેલી બાગ, ફતેહ સાગર તળાવ, બાગોર કી હવેલી, જગદીશ મંદિર, સજ્જનગઢ પેલેસ, શિલ્પગ્રામ, આંબરાઈ ઘાટ, તાજ લેક પેલેસ ખાસ જોવાલાયક સ્થળ છે.

Advertisment

Goa Tourist Places ગોવામાં જોવાલાયક સ્થળ

જો તમે મિત્રો કે પાર્ટનર સાથે ફરવા જાવ છો તો ગોવા તમારા માટે બેસ્ટ છે. ગોવામાં સુંદર કિનારાના બીચ, નારિયેળીના ઉંચા વૃક્ષો, બોટિંગ અને સ્કુબા ડાઇવિંગ પ્રવાસીઓને ખેંચી લાવે છે. ગોવામાં કુમ્બરજુઆ નહેર, દૂધસાગર ધોધ,અર્વલેમ ગુફા, સલીમ અલી બર્ડ સેન્ચ્યુરી, પોર્ટુગીઝ કિલ્લો, ચોરલા ઘાટ અને પ્રાચીન ચર્ચ સહિત ઘણા જોવાલાયક સ્થળો છે.

Matheran Tourist Places માથેરાન હિલ સ્ટેશન

માથેરાન મહારાષ્ટ્રનું પ્રખ્યાત હિલ સ્ટેશન છે. દરિયાની સપાટીથી 2600 ફુટની ઉંચાઇ પર આવેલું માથેરાન પ્રદૂષણ મુક્ત હિલ સ્ટેશન છે કારણ કે અહીં ખાનગી વાહનો લાવવા પર પ્રતિબંધ છે. અહીં ટ્રેન, કાર અને બસ મારફતે નેરલ સુધી પહોંચવાનું અને ત્યારબાદ દસ્તુરી નાકાથી ટોય ટ્રેનમાં બેસી માથેરાન આવવું પડે છે. માથેરાનમાં 35 વ્યુપોઇન્ટ છે જ્યાંથી તમે સહ્યાદ્રી પર્વતમાળાનો આકર્ષક નજારો જોવાન આનંદ લઇ શકો છો. માથેરાનમાં લુઇસા પોઇન્ટ, મંકી પોઇન્ટ, ચાર્લોટ લેક, શિવાજીની સીડી, પેનોરમા પોઇન્ટ, વન ટ્રી હિલ પોઇન્ટ, અંબરનાથ મંદિર, ઇકો પોઇન્ટ, પ્રબલગઢ ફોર્ટ, હનીમૂન પોઇન્ટ સહિત ઘણા જોવાલાયક સ્થળો છે.

holi જીવનશૈલી પ્રવાસ