Holi 2025: હોળી ધુળેટી ઉજવણી માટે શ્રેષ્ઠ 5 સ્થળ, મિત્ર અને પરિવાર સાથે યાદગાર બની જશે રંગોનો તહેવાર

Best Places For Celebrate Holi Dhuleti In India: હોળી ભારતના પ્રખ્યાત તહેવાર છે. જો તમે આ વર્ષે હોળી ધુળેટીને યાદગાર બનાવવા માંગો છો, તો તમે આ 5 ખાસ સ્થળોએ તમારા પરિવાર અથવા મિત્રો સાથે ટ્રિપ પ્લાન કરી શકો છો.

Written by Ajay Saroya
February 23, 2025 14:01 IST
Holi 2025: હોળી ધુળેટી ઉજવણી માટે શ્રેષ્ઠ 5 સ્થળ, મિત્ર અને પરિવાર સાથે યાદગાર બની જશે રંગોનો તહેવાર
Best Places For Holi Dhuleti Celebration: હોળી ધુળેટી ઉજવણી માટે શ્રેષ્ઠ 5 સ્થળ. (Photo: Social Media)

Best Places For Celebrate Holi Dhuleti In India: હોળી ભારતના સૌથી પ્રમુખ તહેવાર પૈકીનો એક છે, જે સમગ્ર દેશમાં હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. આ વખતે હોળીનો તહેવાર 13 માર્ચ, 2025ના રોજ હોળી પ્રગટાવાશે અને 14 માર્ચે ધુળેટી ઉજવાશે. એટલે કે રંગોના તહેવારમાં એક મહિનાથી પણ ઓછો સમય બાકી છે. આવી સ્થિતિમાં, લોકો હોળી ધુળેટીના ઉજવણી માટે પ્લાનિંગ કરી દીધું છે.

હોળી ધુળેટી સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે, પરંતુ કેટલાક સ્થળો એવા પણ છે જ્યાં હોળીની ઉજવણી તેના અનોખા રિવાજો, પરંપરાઓ અને ભવ્ય કાર્યક્રમોને કારણે સૌથી અલગ અને ખાસ હોય છે. અહીં અમે તમને આવી જ 5 જગ્યાઓ વિશે જણાવી રહ્યા છીએ. જો તમે આ વર્ષે હોળીને યાદગાર બનાવવા માંગો છો, તો તમે આ 5 ખાસ સ્થળોએ તમારા પરિવાર અથવા મિત્રો સાથે ટ્રિપ પ્લાન કરી શકો છો. અહીં ઉજવાતી હોળી તમારા માટે હંમેશા યાદગાર બની રહેવાની છે.

બરસાના અને નંદગાંવ ની લઠ્ઠમાર હોળી (ઉત્તર પ્રદેશ)

બરસાના અને નંદગાંવની હોળી ધુળેટી અનોખી પરંપરાના લીધે સૌથી વધુ પ્રખ્યાત છે. અથવા કહો કે ભારતમાં સૌથી અદભૂત હોળી બરસાના અને નંદગાંવમાં ઉજવવામાં આવે છે અને અહીં પણ લઠ્ઠમાર હોળી દુનિયાભરમાં પ્રખ્યાત છે. અહી હોળી પર મહિલાઓ પુરુષો પર લાકડીઓ વરસાવે છે અને પુરુષો પોતાની જાતને બચાવવાનો પ્રયાસ કરે છે. આ પરંપરા શ્રી કૃષ્ણ અને રાધાની પ્રેમ કહાણી સાથે જોડાયેલી છે.

મથુરા-વૃંદાવન ફૂલો અને રંગોની હોળી (ઉત્તર પ્રદેશ)

બરસાનાની જેમ જ ભગવાન કૃષ્ણની નગરી મથુરા વૃંદાવનમાં પણ હોળી ધુળેટીની ભવ્ય ઉજવણી થાય છે. અહીં હોળી ધુળેટીનો તહેવાર એક અઠવાડિયા પહેલા જ શરૂ થઈ જાય છે. વૃંદાવનના પ્રસિદ્ધ બાંકે બિહારી મંદિરમાં હોળી રમવામાં આવે છે, જ્યાં ગુલાલને બદલે ફૂલોની વર્ષા કરવામાં આવે છે. તેને ફૂલોની હોળી કહેવામાં આવે છે. આ ઉપરાંત દ્વારકાધીશ મંદિર અને ગોકુળમાં પણ હોળીની ભવ્ય ઉજવણી થાય છે.

રાજસ્થાનની શાહી હોળી (જયપુર અને ઉદયપુર)

રાજસ્થાનમાં હોળીનો તહેવાર શાહી અંદાજમાં મનાવવામાં આવે છે. ખાસ કરીને જયપુર અને ઉદયપુરમાં રાજવી પરિવારો દ્વારા ભવ્ય હોળીની ઉજવણીનું આયોજન કરવામાં આવે છે. ઉદયપુરના સિટી પેલેસમાં હોલિકા દહન સૌ પ્રથમ પરંપરાગત રીતે કરવામાં આવે છે, ત્યારબાદ શોભાયાત્રા નીકળે છે, જેમાં રાજવી પરિવારના સભ્યો હાથી, ઘોડા અને ઊંટ પર બેસે છે. આ પછી રંગોથી ભવ્ય હોળી ઉજવવામાં આવે છે, જેનો નજારો જોવા લાયક છે.

વારાણસી

વારાણસીમાં ગંગા ઘાટ પર રંગભરી એકાદશીના દિવસે હોળી રમવામાં આવે છે, જેને કાશી વિશ્વનાથની પરંપરાગત હોળી પણ કહેવામાં આવે છે. અહીં સવારે પહેલા ગંગા આરતી કરવામાં આવે છે, ત્યારબાદ આખું શહેર રંગોમાં લીન થઈ જાય છે. બનારસી થંડાઇ, ભાંગ અને ગુલાલ સાથે ઘાટ પર રમાતી હોળીનો અનુભવ એકદમ અનોખો અને આનંદથી ભરપૂર છે.

મનાલીમાં બરફની હોળી (હિમાચલ પ્રદેશ)

આ બધા ઉપરાંત મનાલી હોળી માટે પણ પરફેક્ટ ડેસ્ટિનેશન છે. અહીં હોળીના દિવસે પહાડોના સુંદર મેદાનોમાં પર્યટકો અને સ્થાનિક લોકો રંગો સાથે રમે છે. ગુલાલ બરફથી ઢંકાયેલા શિખરોની વચ્ચે ઉડે છે, જેનું દૃશ્ય પણ જોવા લાયક છે. આવી સ્થિતિમાં, તમે આ હોળીમાં મનાલી જઈ શકો છો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ