Jeans Closth Dry Tips: વરસાદમાં જીન્સના કપડા કેવી રીતે સુકાવવા? આ 5 ટીપ્સ કપડાંની દુર્ગંધ પણ દૂર કરશે

How To Dry Jeans In Rainy Season Monsoon: ચોમાસાના વરસાદમાં કપડાં સુકવવા ખૂબ જ પડકારજનક હોય છે. આ સીઝનમાં ભેજના કારણે કપડા જલ્દી સુકાતા નથી. આવી સ્થિતિમાં, તમે અમુક ટીપ્સને અનુસરીને સરળતાથી કપડા સુકાવી શકો છો.

Written by Ajay Saroya
August 24, 2025 16:29 IST
Jeans Closth Dry Tips: વરસાદમાં જીન્સના કપડા કેવી રીતે સુકાવવા? આ 5 ટીપ્સ કપડાંની દુર્ગંધ પણ દૂર કરશે
Jeans Cloth Dry Tips In Rainy Mosnoon Season : ચોમાસાના વરસાદમાં જીન્સ કપડા સુકવવાની ટીપ્સ. (Photo: Social Media)

Jeans Cloth Dryer Tips And Tricks : ચોમાસામાં વરસાદ દરમિયાન સૌથી મોટી સમસ્યા કપડાં સૂકવવાની હોય છે. ખાસ કરીને જીન્સ જેવા ભારે અને જાડા કપડા સૂકવવામાં ઘણી તકલીફ પડે છે. ઘણી વખત ભેજ અને ભીનાશને કારણે તેમાંથી દુર્ગંધ પણ આવવા લાગે છે. હકીકતમાં વરસાદની ઋતુમાં કપડાં સૂકવવા અંગે ખૂબ જ સાવધાની રાખવાની જરૂર છે. આવી સ્થિતિમાં, તમે વરસાદની ઋતુમાં પણ કપડાંને કોઈ ખાસ રીતે સૂકવી શકો છો.

કપડા ધોયા પછી તરત જ સુકાવી દો

ભીના કપડાને વરસાદના વાતાવરણમાં ધોયા પછી તરત જ ફેલાવો. જો તમે ભીના જીન્સને લાંબા સમય સુધી નહીં ફેલાવો તો તેમાંથી દુર્ગંધ આવવા લાગે છે. આ કિસ્સામાં જીન્સને હવાઉજાસ વાળી જગ્યાએ ફેલાવો. તેનાથી ભેજ ધીમે-ધીમે ઓછો થશે.

ગરમ હવા વડે કાપડને સૂકાવો

વરસાદની ઋતુમાં મોટાભાગે સૂર્યપ્રકાશ આવતો નથી, જેના કારણે કપડાં સુકવવામાં ઘણી મુશ્કેલી પડે છે. આવામાં તમે કપડાં સૂકવવા માટે હીટર, પંખા કે ડ્રાયરનો ઉપયોગ કરી શકો છો. તે જીન્સ સહિતના અન્ય કપડાંને પણ સરળતાથી સૂકવી નાખે છે અને તેમાં દુર્ગંધ પણ આવતી નથી.

બેકિંગ સોડા વડે દુર્ગંધ દૂર કરો

જીન્સ ધોતી વખતે તમે બેકિંગ સોડાનો ઉપયોગ કરી શકો છો. તેમાં બેક્ટેરિયા હોતા નથી, જેના કારણે વાસ આવતી નથી. તમે તેનો સરળતાથી ઉપયોગ કરી શકો છો. ધોવાના પાણીમાં થોડી માત્રામાં બેકિંગ સોડા ઉમેરો અને તેમાં જીન્સને પલાળી રાખો. જીન્સમાં દુર્ગંધ આવતી નથી.

હેંગરમાં કપડા સુકાવો

જીન્સ જેવા જાડા કપડાં સૂકવવા માટે તમે હેંગર અથવા લોન્ડ્રી લાઇનનો ઉપયોગ કરી શકો છો. જીન્સ સુકવવા માટે હંમેશા ઊંધું લટકાવી દો. આનાથી પાણી સરળતાથી નીચે આવી જશે અને જીન્સ ઝડપથી સૂકાઈ જશે.

જીન્સ વાળીને ન મૂકો

ભીના જીન્સ વાળીને કે રોલ કરી લાંબા સમય સુધી રાખવા નહીં. તેનાથી ભેજ અંદરની તરફ રહે છે અને દૂર્ગંધ આવે છે. ધોયા બાદ તેને ફેલાવીને કે હેંગર પર લટકાવીને જ સૂકવો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ