/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/Hill-Stations-In-Maharashtra.jpg)
Hill Stations In Maharashtra: મહારાષ્ટ્રના હિલ સ્ટેશન ઉનાળામાં ફરવા માટે શ્રેષ્ઠ છે. (Photo: Social Media)
Famous Hill Stations In Maharashtra: હિલ સ્ટેશન ઉનાળામાં ફરવા માટે શ્રેષ્ઠ સ્થળ છે. આમ તો ગુજરાતમાં એક જ હિલ સ્ટેશન છે, જો કે આસપાસના રાજ્યમાં ઘણા પ્રખ્યાત હિલ સ્ટેશન આવેલા છે. જો તમે ઉનાળામાંહિલ સ્ટેશન પર ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો ગુજરાત નજીક આવેલા મહારાષ્ટ્રના આ 5 હિલ સ્ટેશન બેસ્ટ સમર વેકેશન ડેસ્ટિનેશન બની શકે છે. ઓછા પ્રખ્યાત પણ શાનદાર આ હિલ સ્ટેશન પર પ્રવાસીઓ એડવેન્ચર અને ટ્રેકિંગનો રોમાંચક અનુભવકરી શકે છે.
Lonavala Hill Station : લોનાવાલા
મહારાષ્ટ્રનું લોનાવાલા સૌથી સુંદર હિલ સ્ટેશનમાંનું એક છે. આ હિલ સ્ટેશન લીલીછમ ખીણ, ઝરણાં અને તળાવ માટે ફેમસ છે. લોનાવાલા હિલ સ્ટેશન પર પ્રવાસીઓ ટ્રેકિંગની મજા માણી શકે છે. સાથેજ કેમ્પિંગ અને રોક ક્લાઇમ્બિંગ જેવી સાહસીક પ્રવૃત્તિનો પણ આનંદ ઉઠાવી શકે છે.
Matheran Hill Station : માથેરાન
માથેરાન ભારતનું સૌથી નાનું પણ સૌથી વધુ સુંદર, શાંત અને પ્રદૂષણ મુક્ત હિલ સ્ટેશન છે. આથી માથેરાન શિમલા મનાલી જેવા મોટા હિલ સ્ટેશનને પણ ટક્કર મારે છે. અહીં પ્રવાસીઓ ટ્રેકિંગ, કેમ્પિંગ અને હાઇકિંગ જેવી એડવેન્ચર એક્ટિવિટીની મજા માણી શકે છે.
Panchgani Hill Station : પંચગની
મહારાષ્ટ્રનું પંચગની હિલ સ્ટેશન પણ દેશના પ્રખ્યાત સમર વેકેશન ડેસ્ટિનેશનમાં સામેલ છે. અન્ય હિલ સ્ટેશનન જેમ પંચગની પણ ઘણું સુંદર હિલ સ્ટેશન છે. આ હિલ સ્ટેશનના ઉંચા પહાડો આકર્ષણનું કેન્દ્ર છે. અહીં પ્રવાસીઓ એડવેન્ચર એક્ટિવિટી જેવી કે ટ્રેકિંગ, કેમ્પિંગ અને રોક ક્લાઇમ્બિંગ ની મજા માણી શકે છે.
Mahabaleshwar Hill Station : મહાબળેશ્વર હિલ સ્ટેશન
મહારાષ્ટ્રના હિલ સ્ટેશનની વાત થતી હોય તો મહાબળેશ્વરનું નામ અચૂક લેવાય છે. મહાબળેશ્વર પણ ભારતનું પ્રખ્યાત હિલ સ્ટેશન છે. આ સ્થળ ઝરણાં, તળાવ અને મંદિરો માટે પ્રખ્યાત છે. અહીં પ્રવાસીઓ ટ્રેકિંગ, કેમ્પિંગ અને રોક ક્લાઇમ્બિંગની મજા માણી શકે છે.
Chikhaldara Hill Station : ચિખલદરા
મહારાષ્ટ્રનું ચિખલદરા હિલ સ્ટેશન પણ પ્રવાસીઓમાં ઘણું ફેમસ છે. અહીં પ્રવાસીઓ અદભુત કુદરતી સૌંદર્યનો નજારો માણે છે. પ્રવાસીઓ અહી ફરવા આવે છે ત્યારે જંગલ સફારીનો પણ આનંદ અચૂક માણે છે. સાથે જ ઘણી એડવેન્ચર એક્ટિવિટી પ્રવાસને યાદગાર બનાવે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us