Modak Recipe: ગણેશ ચતુર્થી પર બનાવો 5 પ્રકારના મોદક બનાવવાની રેસીપી, ખાનાર કરશે વખાણ

Ganesh Chaturthi Modak Recipe At Home : ગણેશ ચતુર્થી પર ગણપતિ દાદાનો 10 દિવસનો તહેવાર શરૂ થાય છે. ગણેશજીને મોદક લાડુ બહુ પ્રિય છે. આ વખતે તમે બજારના બદલે ઘરે બનેલા સ્વાદિષ્ટ મોદક બનાવી બાપ્પાને પ્રસાદ ધરાવી શકો છે. અહીં ગણેશોત્સવ પર બાપ્પાના પ્રસાદ માટે 5 પ્રકારના મોદક બનાવવાની રીત જણાવી છે.

Written by Ajay Saroya
August 22, 2025 15:48 IST
Modak Recipe: ગણેશ ચતુર્થી પર બનાવો 5 પ્રકારના મોદક બનાવવાની રેસીપી, ખાનાર કરશે વખાણ
Modak Recipe for Ganesh Chaturthi 2025 : ગણેશ ચતુર્થી માટે મોદક રેસીપી. (Photo: Social Media)

Modak Recipe for Ganesh Chaturthi 2025 : ગણેશ ચતુર્થી પર વિઘ્નકર્તા બાપ્પાની પૂજા કરવામાં આવે છે. સુખ, સમૃદ્ધિ, જ્ઞાન અને સૌભાગ્યના દેવતા ભગવાન ગણેશના આગમનની ભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ વર્ષે ગણેશ ચતુર્થી 27 ઓગસ્ટના રોજ છે. 10 દિવસ સુધી ચાલનારા ગણેશોત્સવની શરૂઆત ભાદવરા વદ ચોથ તિથિ પર થાય છે, જે અનંત ચતુર્દશી સુધી ચાલે છે. આવી સ્થિતિમાં, ભક્તો તેમના ઘરોમાં બાપ્પાની પૂજા કરે છે.

એવી માન્યતા છે કે ગણેશજી આ 10 દિવસ સુધી પૃથ્વી પર રહે છે અને ભક્તોના દુખ દૂર કરે છે. ઘણા લોકો ગણેશ ચતુર્થીના ઉપવાસ પણ કરે છે. તેઓ વિવિધ પ્રકારના ભોગ બનાવે છે અને તેમને અર્પણ કરે છે. માન્યતાઓ અનુસાર ગણેશજીને મોદક લાડુ ખૂબ જ પ્રિય છે. આવી સ્થિતિમાં, અહીં અમે તમને એક કે બે નહીં પરંતુ 5 પ્રકારના મોદક બનાવવા વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

માવા મોડાક

તમે ગણેશ ચતુર્થી પર ક્રીમી માવા મોદક બનાવી શકો છો. આ માટે મિલ્ક પાઉડર, દૂધ, ચોખાનો લોટ, બટર અને ઇલાયચીની જરૂર પડશે. તમે મિનિટોમાં જ સ્વાદિષ્ટ મોદક તૈયાર કરી શકો છો. મોદકમાં રહેલી સુગંધિત એલચી તેનો સ્વાદ વધારે છે.

ચોકલેટ મોદક

આ વખતે જો તમે અલગ ટ્રાય કરવાનું વિચારી રહ્યા છો તો ચોકલેટ મોદક બનાવી શકો છો. તે ખાવામાં પોચ હોય છે અને મોંમાં ઓગળી જાય છે. ગણેશ ચતુર્થી માટે આ એક પરફેક્ટ મોદકની રેસીપી છે. તેને ગણતરીની મિનિટોમાં બનાવી શકાય છે. આ વખતે મોદક રેસીપી અજમાવવા માટે ચોકલેટ મોદક એક સ્વાદિષ્ટ વિકલ્પ છે.

કોકોનટ મોદક

તમે ઘણી વખત નારિયેળ બરફી ખાધી હશે. પરંતુ તમે નારિયેળ માંથી સ્વાદિષ્ટ મોદક પણ બનાવી શકો છો. આ માટે તમારે તાજા નારિયેળ, મિલ્ક પાઉડર, ખાંડ વગેરેની જરૂર પડશે. તે બનાવવું સહેલું છે. તમે તેને ગણેશ ચતુર્થી માટે તમારી મોદકની વાનગીઓમાં શામેલ કરી શકો છો.

ચોકલેટ ટુટી ફ્રુટી મોદક

ચોકલેટ અને ટુટી-ફ્રુટી મિક્સ કરીને પણ મોદક બનાવી શકો છો. મિલ્ક પાઉડર, સોફ્ટ ચોકલેટ અને ટુટી ફ્રુટીનો સ્વાદ બાળકોને ખૂબ જ પસંદ આવશે. જો તમે તમારા ફેસ્ટિવ ફૂડમાં અલગ અલગ પ્રકારના મોદકને સામેલ કરવા માંગો છો તો તમને આ ડિશ જરૂર પસંદ આવશે.

આ પણ વાંચો | તેલમાં તળ્યા વગર ચુરમાના લાડવા બનાવો, ગણેશ ચતુર્થી પર બાપ્પાને ધરાવો પ્રસાદ

માવા સ્વીટ મોડક

માવાની મીઠાઈઓ મોદક, ક્રીમી ફ્લેવર અને મીઠાશનું ઉત્તમ મિશ્રણ છે. મિલ્ક પાઉડર અને સુગંધિત એચી માંથી બનેલી આ વાનગીઓ આધુનિક ટ્વિસ્ટ સાથે પરંપરાગત આકર્ષણ લાવે છે. તેને તમારી વિવિધ મોદકની વાનગીઓમાં ઉમેરો; કારણ કે તે તેની અદ્ભુત રચના અને સ્વાદ વખણાય છે. આ મોદક તમારી ઉજવણીને વધુ મધુર બનાવશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ