/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/Hill-Stations.jpg)
Best Hill Stations For Summer Vacation In India: હિલ સ્ટેશન ઉનાળામાં ફરવા માટે શ્રેષ્ઠ પ્રવાસ સ્થળ છે. (Photo: Freepik)
Best Hill Stations For Summer Vacation In India: હિલ સ્ટેશન ઉનાળાની ગરમીમાં ફરવા માટે શ્રેષ્ઠ સ્થળ છે. ભારતમાં કાશ્મીર થી કન્યાકુમારી સુધી ઘણા હિલ સ્ટેશન આવેલા છે. દરેક હિલ સ્ટેશનનું આગવું કુદરતી સૌંદર્ય અને ખાસિયત છે. હિલ સ્ટેશન પર ઉનાળામાં પણ તાપમાન ઓછું રહેશે આથી લોકો આવા સ્થળો પર ફરવાનું પસંદ કરે છે. અહીં ભારતના કાશ્મીર થી કન્યાકુમારી સુધીના પ્રખ્યાત 5 હિલ સ્ટેશન વિશે જાણકારી આપી છે.
ગુલમર્ગ : Gulmarg
કાશ્મીરનું ગુલમર્ગ કુદરતી સૌંદર્યથી ભરપૂર પ્રવાસ સ્થળ છે. બફરથી ઢંકાયેલા પહાડ, ઉંડી ખીણ જોઇ પ્રવાસીઓ આશ્ચર્યચકિત થઇ જાય છે. અહીં બફરમાં સ્કીઇંગ અને સ્કેટિંગ જેવી એડવેન્ચર એક્ટિવિટીની મજા માણી શકાય છે. અહીં ઉનાળામાં ફ્લાવર વેલીના રંગબેરંગી ફુલો જોવા દેશ વિદેશમાંથી પ્રવાસીઓ ગુલમર્ગ આવે છે.
દાર્જલિંગ : Darjeeling
દાર્જલિંગ પશ્ચિમ બંગાળનું એક સુંદર પ્રવાસ સ્થળ છે. દાર્જલિંગને પહાડોની રાણી કહેવાય છે. દૂરથી દેખાતા બરફથી ઢંકાયેલા હિમાલયની કંતનજંગા પર્વતમાળા, ચાના બગીચા, ઉંચા વૃક્ષોનું અદભુત કુદરતી દ્રશ્ય જોઇ પ્રવાસીઓ દંગ થઇ જાય છે. અહીં ટોય ટ્રેનમાં બેસવાનો મજા જ કંઇક અલગ હોય છે.
નૈનીતાલ : Nainital
નૈનીતાલ ઉત્તરાખંડનું પ્રખ્યાત હિલ સ્ટેશન છે. નૈનીતાલ લીલાછમ જંગલ, તળાવ અને શાંત વાતાવરણ માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે. અહીં નૈના દેવીનું પ્રસિદ્ધ મંદિર છે. જો તમને બોટિંગ, રોપવે અને ટ્રેકિંગનો શોખ છે તો નૈનીતાલ ઉનાળમાં ફરવા માટે શ્રેષ્ઠ હિલ સ્ટેશન છે.
ઉંટી : Ooty
તમિલનાડુના સુંદર વાતાવરણમાં વસેલું ઉંટી ફરવા માટે શ્રેષ્ઠ સ્થળ છે. અહીં નીલગીરીના પહાડ જોઇ પ્રવાસઓ રોમાંચિત થાય છે. શાંત વાતાવરણ અને સુંદર તળાવ મનને શાંતિ આપે છે. ટ્રેકિંગ અને બોટિંગની મજા માણી શકાય છે. જો તમને ટોય ટ્રેનમાં મુસાફરી કરવી છે તો અહીં જરૂર આવવું જોઇએ.
મુન્નાર : Munnar
મુન્નાર કેરળનું પ્રખ્યાત હિલ સ્ટેશન છે. ઉંચા પહાડ, ચાના બગીચા, ઝરણાનું સુંદર કુદરતી દ્રશ્ય પ્રવાસીઓને આકર્ષિત કરે છે. મુન્નારમાં મટ્ટુપેટ્ટી ડેમ, એરાવિકુલમ અભ્યારણ, ટોપ સ્ટેશન, ચાના બગીચા, ઇકો પોઇન્ટ અને કુંડલા તળાવ જોવાલાયક સ્થળ છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us