Winter Tips: સ્વેટર, જેકેટ અને શાલ માંથી ઊનની રૂંવાટી રેસા દૂર કરવાની 5 સરળ રીત, ગરમ કપડાં નવા જેવા દેખાશે

Best DIY Trick for Removing Lint : શિયાળાના ગરમ કપડા માંથી રૂંવાટી દૂર કરવા માટે તમે ઘરે જ અમુક સરળ રીત અપનાવી શકો છો. તેનાથી સ્વેટર, જેકેટ, શાલ કે રજાઇ માત્ર નવા જેવા નહીં દેખાય, પરંતુ તમારે વધારે મહેનત પણ કરવી પડશે નહીં.

Best DIY Trick for Removing Lint : શિયાળાના ગરમ કપડા માંથી રૂંવાટી દૂર કરવા માટે તમે ઘરે જ અમુક સરળ રીત અપનાવી શકો છો. તેનાથી સ્વેટર, જેકેટ, શાલ કે રજાઇ માત્ર નવા જેવા નહીં દેખાય, પરંતુ તમારે વધારે મહેનત પણ કરવી પડશે નહીં.

author-image
Ajay Saroya
New Update
Best DIY Trick for Removing Lint

Best DIY Trick for Removing Lint : ગરમ કપડાં માંથી ઊનની રૂંવાટી અને રેસા સાફ કરવાની રીત. Photograph: (Freepik)

Best DIY Trick for Removing Lint : શિયાળામાં ઠંડીથી બચવા માટે લોકો ગરમ સ્વેટર, જેકેટ, શાલ અને રજાઈ ધાબળા ઓઢે છે. જો કે લાંબા સમય સુધી વપરાશ કરવાથી તેની રૂંવાટી નીકળવા લાગે છે, જેના લીધે તે ખરાબ અને જુના દેખાય છે. ગરમ કપડા અને ધાબળા વાંરવાર પાણીમાં ધોઇ પણ શકતા નથી. આવી સ્થિતિમાં અમુક સરળ ટીપ્સ અનુસરી ગરમ કપડાં અને રજાઇ ધાબળાની રૂંવાટી સરળતાથી દૂર કરી શકાય છે. 

Advertisment

રજાઈ હોય કે ધાબળા, દરેકમાં આ સમસ્યા હોય છે. તો પહેરવાના કપડામાં રૂંવાટી આવે ત્યારે તે જૂનું દેખાવા લાગે છે. ઉનના ઘર્ષણના લીધા રૂંવાટી બનવા લાગે છે. અહીં અમે તમને 5 સરળ રીત જણાવી છે જેની મદદથી તમે શિયાળાના કપડાને એકદમ નવા જેવા બનાવી શકો છો. 

મોટા દાંતવાળા કાંસકાનો ઉપયોગ કરો

સૌ પ્રથમ વજનદાર ગરમ કપડાં વિશે વાત કરીશું. તમે ધાબળા રજાઈ કે તેના કવર માંથી રૂંવાટી દૂર કરવા માટે મોટા દાંતવાળા કાંસકાનો ઉપયોગ કરી શકો છો. વધારે મહેનત વગર તમારી મોટી અને જાડી દેખાતી રૂંવાટી સરળતાથી દૂર થઇ જશે.

ડૉક્ટર ટેપનો ઉપયોગ કરો

તમે ડોક્ટર ટેપથી જેકેટ અથવા સ્વેટર જેવી વસ્તુઓમાંથી પણ રૂંવાટી અને વાળ પણ દૂર કરી શકો છો. તેનો ઉપયોગ જે કપડામાં રૂંવાટી ઓછી હોય તેમા કરી શકાય છે. આ માટે, ડોક્ટરને ટેપને રૂંવાટી હોય ત્યાં લગાવી સારી રીતે ચોંટાડી દો. પછી તેને ઝડપથી ખેંચો.

Advertisment

જુના રેઝર વડે રૂંવાટી દૂર કરો

જો તમે જુનું રેઝર ફેંકી દો છો, તો એક ક્ષણ માટે થોભી જાઓ. તમે તેનાથી રૂંવાટી પણ દૂર કરી શકો છો. આ માટે કપડાની સપાટી પર રેઝર મૂકો પછી તેને ચલાવો. કપડાની સપાટી પર એક જ દિશામાં અને હલવા હાથે રૂઝર ચલાવો. તેનાથી રૂંવાટી સરળતાથી દૂર થઇ જશે.

લિન્ટ રોલર વડે રૂંવાટી સાફ કરો

જો તમે કપડાંને નુકસાન પહોંચાડ્યા વિના રૂંવાટી  સરળતાથી દૂર કરવા માંગતા હો, તો તમે લિન્ટ રોલરનો ઉપયોગ કરી શકો છો. તેને કાપડની સપાટી પર ઉપરથી નીચે સુધી ફેરવો. આમ કરવાથી થોડી મિનિટોમાં બધી રૂંવાટી દૂર થઈ જશે.

વેલ્ક્રો સ્ટ્રિપ વાપરો

તમે વેલ્ક્રો પટ્ટીથી રૂંવાટી દૂર કરી શકો છો. તેઓ સામાન્ય રીતે પગરખાં અથવા બેગમાં જોવા મળે છે. તેનો ચીકણો વિસ્તાર રૂંવાટી દૂર કરે છે. રેઝર થી કપડા ફાટવાનો ડર રહે છે, પરંતુ વેલ્ક્રો પટ્ટી કાપડને નુકસાન પહોંચાડતી નથી. આ માટે, એક વેલ્કો પટ્ટી લો અને તેને રૂંવાટી વાળા કપડા પર લગાવો અને તેને થોડું દબાવો. પછી રૂંવાટી અને ઉનના રેશાને દૂર કરવા માટે તેને તરત જ ખેંચી લો.

શિયાળો લાઇફસ્ટાઇલ