ફ્લાવર વટાણા શાક રેસીપી, શિયાળામાં કેમ ખાવું જોઈએ?

ફ્લાવર વટાણા શાક રેસીપી | ફ્લાવર વટાણા શાક ખુબજ ટેસ્ટી બને છે, તે જલ્દી બની પણ જાય છે અને શિયાળા માટે ખુબજ ગુણકારી શાક માનવામાં આવે છે, અહીં જાણો ટેસ્ટી ફ્લાવર વટાણા શાક રેસીપી

Written by shivani chauhan
November 11, 2025 12:36 IST
ફ્લાવર વટાણા શાક રેસીપી, શિયાળામાં કેમ ખાવું જોઈએ?
flavar vatana nu shaak | ફ્લાવર વટાણા શાક રેસીપી ફાયદા

Flavar Vatana Shaak Recipe | કડકડતી ઠંડી હવે પડવા લાગી છે, આ ઋતુમાં શાકભાજી ભરપૂર માત્રામાં આવે છે, એમાં ફ્લાવર, વટાણા, કોબીજ વગેરે વધારે માત્રામાં માર્કેટમાં જોવા મળે છે અને વ્યાજબી ભાવે મળે છે, તેથી મોટાભાગના ઘરે આ ઋતુમાં ફ્લાવર વટાણાનું શાક બનતુ જ હોય છે!

ફ્લાવર વટાણા શાક ખુબજ ટેસ્ટી બને છે, તે જલ્દી બની પણ જાય છે અને શિયાળા માટે ખુબજ ગુણકારી શાક માનવામાં આવે છે, અહીં જાણો ટેસ્ટી ફ્લાવર વટાણા શાક રેસીપી

ફ્લાવર વટાણા શાક રેસીપી

સામગ્રી

  • 2 ચમચી તેલ
  • 1/4 ચમચી હિંગ
  • 1 ચમચી જીરું
  • 1/2 ચમચી અજમો
  • 2 ચમચી સમારેલા આદુ લસણ
  • 3-4 બારીક સમારેલા લીલા મરચાં
  • 1/2 ચમચી હળદર પાવડર
  • 1 ચમચી ધાણી પાવડર
  • 1 મધ્યમ કદની ધોઈને કાપીને કોબીજ
  • 1 વાટકી લીલા વટાણા
  • 1/2 ચમચી આમચૂર પાવડર
  • 1/4 ચમચી ગરમ મસાલો
  • 1/4 ચમચી કાળા મરી પાવડર
  • સ્વાદ મુજબ મીઠું
  • 2 ચમચી સાદુંદહીં
  • કસુરી મેથી
  • કોથમીર

ભરેલા રવૈયા શાક રેસીપી, શાક તમારે કેમ ખાવું જોઈએ?

ફ્લાવર વટાણા શાક બનાવાની રીત

  • એક પેનમાં તેલ, હિંગ, આખા મસાલા અને આદુ લસણ અને લીલા મરચાં ઉમેરો, એક મિનિટ માટે કુક કરો.
  • હળદર પાવડર, ધાણી પાવડર ઉમેરો, ફ્લાવર અને બાફેલા વટાણા ઉમેરો, બધું બરાબર મિક્સ કરો
  • આમચૂર પાઉડર, કાળા મરી, ગરમ મસાલો અને મીઠું પણ ઉમેરો, ઢાંકીને 4-5 મિનિટ માટે કુક કરો, દહીં ઉમેરો અને ફરીથી મિક્સ કરો
  • છેલ્લે કસુરી મેથી અને કોથમીર નાખીને ગરમ ગરમ સર્વ કરો.

ફ્લાવર વટાણા શાક રેસીપી ફાયદા
Cauliflower benefits in gujarati | ફ્લાવર વટાણા શાક રેસીપી, શિયાળામાં કેમ ખાવું જોઈએ?

ફ્લાવર વટાણાના શાક તમારે કેમ ખાવું જોઈએ?

  • ક્રુસિફેરસ શાકભાજી જેમ કે ફલાવર, કોબીજ ઉનાળા કરતા શિયાળામાં 300% જેટલા ઊંચા સ્તરે એન્ટીઑકિસડન્ટો ઉત્પન્ન કરે છે. તેઓ ચોક્કસ પોલિફેનોલ્સ પણ ઉત્પન્ન કરે છે જે બ્રાઉન એડિપોઝ ટીશ્યુને સક્રિય કરે છે, જે ચયાપચયની રીતે સક્રિય ચરબી છે જે ગરમી ઉત્પન્ન કરવા માટે કેલરી બાળે છે.
  • કોલી ફલાવર શિયાળામાં ફાયદાકારક છે કારણ કે તેવિટામિન સી અને એન્ટીઑકિસડન્ટોના ઉચ્ચ સ્તર સાથે રોગપ્રતિકારક શક્તિને વધારે છે પુષ્કળ ફાઇબર સાથે આંતરડાના સ્વાસ્થ્યને ટેકો આપે છે , અને તેના ફાઇબર અને ઉચ્ચ પાણીના પ્રમાણને કારણે તૃપ્તિમાં મદદ કરે છે.
  • એમાં વિટામિન K, ફોલેટ અને પોટેશિયમ જેવા અન્ય પોષક તત્વોનો પણ સારો સ્ત્રોત છે, અને તેની વૈવિધ્યતાને કારણે તેને શિયાળાની ગરમ વાનગીઓમાં સમાવિષ્ટ કરવાનું સરળ બને છે.
  • શિયાળામાં વટાણા ફાયદાકારક છેરોગપ્રતિકારક શક્તિ વધારવી, પાચન સ્વાસ્થ્યને ટેકો આપવો અને હૃદયના સ્વાસ્થ્યમાં સુધારો કરવો. તેમાં વિટામિન, આયર્ન જેવા ખનિજો અને એન્ટીઑકિસડન્ટો ભરપૂર માત્રામાં હોય છે, જે શિયાળાની સામાન્ય બીમારીઓ અને થાક સામે લડવામાં મદદ કરે છે.
  • વટાણામાં ફાઇબર અને પ્રોટીનનું પ્રમાણ વધુ હોવાથી બ્લડ સુગર નિયંત્રણમાં પણ મદદ મળે છે અને પેટ ભરેલું રાખે છે.

રિસર્ચ શું કહે છે?

યુનિવર્સિટી ઓફ ઇસ્ટર્ન ફિનલેન્ડના સંશોધનમાં જાણવા મળ્યું છે કે શિયાળામાં લણવામાં આવતા શાકભાજી ઉનાળાના કરતા થર્મોજેનેસિસમાં 23% વધુ વધારો કર્યો છે. ફક્ત ઋતુ પ્રમાણે ખાવાથી તમારું શરીર વધુ કાર્યક્ષમ કેલરી-બર્નિંગ મશીન જેવું બની જાય છે, જે તમને વજન ઘટાડવામાં મદદ કરે છે.

જો આપણે રોજ ફ્લાવર ખાઈએ તો શું થાય છે?

ફૂલકોબીનું વધુ પડતું સેવન આયોડિનના શોષણમાં દખલ કરી શકે છે, જો તમને આયોડિનની ઉણપ હોય તો થાઇરોઇડ કાર્યને અસર કરી શકે છે. ફ્લાવરમાં રહેલા ફાઇબર અને સલ્ફર આધારિત સંયોજનોને કારણે ગેસ અને પેટનું ફૂલવું થઈ શકે છે જે આંતરડામાં આથો લાવે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ