હૃદયરોગ અને હાઈ બ્લડપ્રેશર જેવી બીમારીમાં રામબાણ છે આ ચટણી, જાણો ફાયદા

Flax seeds benefits : અળસીના બીજ (Flax seeds ) ની ચટણી બનાવીને તેનું સેવન કરી શકો છો જે તમારું હૃદયની તંદુરસ્તી સુધારમાં અસરકારક સાબિત થાય છે.

Written by shivani chauhan
February 18, 2023 10:58 IST
હૃદયરોગ અને હાઈ બ્લડપ્રેશર જેવી બીમારીમાં રામબાણ છે આ ચટણી, જાણો ફાયદા
અળસીના બીજને રોજ ચટણી બનાવીને ઔષધ તરીકે ખાવાથી બીપી કંટ્રોલ રહેશે અને હૃદય પણ સ્વસ્થ રહેશે.

Flax seed benefits: અળસીના બીજની ગણતરી આવા સુપરફૂડમાં થાય છે, જેના સેવનથી હ્રદયના રોગોનો ઉપચાર કરી શકાય છે, બ્લડપ્રેશર કંટ્રોલ વજન ઓછું કરવામાં અને સુગર પણ કંટ્રોલમાં ફાયદાકારક સાબિત થાય છે. આયુર્વેદ અનુસાર, અળસીના બીજમાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર હોય છે જે કબજિયાતની સારવાર કરે છે અને પાચનમાં સુધારો કરે છે.

એન્ટિબાયોટિક ગુણોથી ભરપૂર ફ્લેક્સસીડ્સ એનસઆ હાજર ઈન્ફેક્શનને દૂર કરે છે અને પાઈલ્સનો ઈલાજ પણ કરે છે. પ્રોટીનથી ભરપૂર અળસીના બીજ ખાવાથી ખરાબ કોલેસ્ટ્રોલ ઘટે છે અને હૃદયની બીમારીઓથી પણ બચાવે છે. ખરાબ કોલેસ્ટ્રોલ હૃદયની બીમારીઓ વધારવા માટે જવાબદાર છે.

આ પણ વાંચો: પ્રોસેસ્ડ ફૂડ ખાઓ છો ત્યારે તમારા શરીરમાં શું થાય છે? જાણો એક્સપર્ટ પાસેથી

આયુર્વેદિક નિષ્ણાત અને યોગ ગુરુ બાબા રામદેવના જણાવ્યા અનુસાર, અળસીના બીજમાં રહેલા પોષક તત્વો વિશે વાત કરીએ તો, તેમાં લિગ્નાન્સ, એન્ટિઓક્સિડન્ટ્સ, ફાઈબર, પ્રોટીન અને પોલિઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ્સ જેવા તત્વો ભરપૂર માત્રામાં હોય છે. આ પોષક તત્વોનું સેવન વિવિધ રોગોના જોખમને ઘટાડવામાં મદદ કરી શકે છે.અળસીના બીજનું સેવન ઘણી રીતે કરવામાં આવે છે. કેટલાક લોકો તેને શેકીને સેવન કરે છે તો કેટલાક લોકો તેનો પાવડર બનાવીને સેવન કરે છે.

તમે જાણો છો કે અળસીના બીજને ચટણી બનાવીને પણ ખાઈ શકાય છે. અળસીના બીજની ચટણી ખાવાથી હાઈ બ્લડ પ્રેશર કંટ્રોલ કરી શકાય છે અને હૃદયની તંદુરસ્તી પણ સુધારી શકાય છે. ચાલો નિષ્ણાતો પાસેથી જાણીએ કે ફ્લેક્સસીડનું સેવન કેવી રીતે કરવું જોઈએ.

આ પણ વાંચો: peanut butter:દરરોજ એક ચમચી પીનટ બટરનું સેવન કરવાથી થશે શિલ્પા શેટ્ટી જેવું ફિગર!! જાણો અહીં

અળસીના બીજનું સેવન કેવી રીતે કરવું:

  • તમે અળસીના બીજની ચટણી બનાવીને તેનું સેવન કરી શકો છો. આ ચટણી બનાવવા માટે અળસીના બીજને એક તવા પર શેકી લો અને તેને ઠંડુ થવા દો.
  • હવે આ બીજને મિક્સરમાં નાંખો અને તેમાં સમારેલા મરચાં, લસણ, લીંબુનો રસ અને સ્વાદ મુજબ મીઠું નાખીને મિક્સરમાં બારીક પીસી લો.
  • આ ચટણીને બારીક પીસીને વાપરો, તમને ખાવાની મજા આવશે અને બીપી પણ કંટ્રોલ થશે.
  • તમે અળસીના બીજને દહીં અથવા છાશ સાથે શેકીને ખાઈ શકો છો.
  • તમે તેને પાણીમાં પલાળીને ખાઈ શકો છો.
  • જો તમે તમારી દિનચર્યામાં ગરમ ​​અસરવાળી અળસીનું સેવન કરશો તો તમને ફાયદો થશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ