Saree Fashion: કોટન કે સિલ્ક નહીં, આજકાલ ફેશનમાં છે આ સાડી, સૌથી સ્ટાઇલિશ દેખાશો

Saree Fashion Trends Tips For Womens: ફ્લાવર પ્રિન્ટેડ સાડી હાલ ટ્રેન્ડિંગ સાડીની લિસ્ટમાં ટોપ પર છે. હાલમાં જ જાહન્વી કપૂર આ સાડી પહેરીને બોલ્ડ અંદાજમાં જોવા મળી હતી.

Saree Fashion Trends Tips For Womens: ફ્લાવર પ્રિન્ટેડ સાડી હાલ ટ્રેન્ડિંગ સાડીની લિસ્ટમાં ટોપ પર છે. હાલમાં જ જાહન્વી કપૂર આ સાડી પહેરીને બોલ્ડ અંદાજમાં જોવા મળી હતી.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
janhvi kapoor saree look | janhvi kapoor In saree look | floral printed saree fashion | floral printed saree trends 2024 | saree trends 2024

Janhvi Kapoor In Saree Look: જાન્હવી કપૂર સાડીમાં ખુબ જ સુંદર દેખાય છે. (photo - @janhvikapoor)

Saree Fashion Trends Tips For Womens: સાડી ભારતીય નારીની ઓળખ છે. સાડીમાં દરેક સ્ત્રી સુંદર દેખાય છે. લગ્ન સહિત દરેક ફંક્શન માટે સાડી એક આદર્શ વસ્ત્ર છે. જો કે સાડીમાં સમયાંતર ટ્રે્ન્ડ્સ બદલાય છે. દરરોજ પહેરવા અને લગ્ન પ્રસંગ માટે અલગ અલગ સાડી હોય છે. આજકાલ મહિલાઓમાં ફ્લાવર પ્રિન્ટેડ સાડી ટ્રેન્ડિંગ સાડી કલેક્શન ઘણું લોકપ્રિય છે. આ સાડીમાં ઘણી અભિનેત્રીઓ અવારનવાર જોવા મળે છે.

Advertisment

ફ્લાવર પ્રિન્ટેડ સાડી ખૂબ જ સોફ્ટ અને લાઇટ ફેબ્રિક સાડી છે જે તમને કમ્ફર્ટેબલ અને રિલેક્સ ફીલ કરાવે છે, સાથે સાથે તમને સ્ટાઇલિશ લુક પણ આપે છે. આ સાડી તહેવારો, પાર્ટી, લગ્ન અને અન્ય પ્રસંગોએ પહેરી શકાય છે. આ સાડીને ફેશનેબલ અને ટ્રેડિશનલ કોમ્બિનેશન બંને સાથે લુક આપવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. આ સાડી પહેરવામાં ખૂબ જ સરળ છે અને તેને કેરી કરવામાં કોઈ સમસ્યા નથી. આ સાડીને સરળતાથી ધોઈ શકાય છે. તે ક્વોલિટીમાં પણ ખૂબ જ પરફેક્ટ છે. આ સાડીની સૌથી મોટી ખાસિયત એ છે કે તેનો રંગ લાંબા સમય સુધી રહે છે.

janhvi kapoor saree look | janhvi kapoor In saree look | floral printed saree fashion | floral printed saree trends 2024 | saree trends 2024
Janhvi Kapoor In Saree Look: જાન્હવી કપૂરનો ફ્લોરલ પ્રિન્ટેડ સાડીમાં સ્ટાઇલ લૂક ચાહકોને ગમ્યો છે. (photo - @janhvikapoor)

મહિલા માટે ફ્લોરલ પ્રિન્ટેડ સાડી (SIRIL Women Floral Printed Saree)

જો તમે પણ મોડલ લુક અને ટ્રેડિશનલ વાળી સાડી પહેરો છો તો આ સાડી તમને ખૂબ જ સારો લુક આપી શકે છે. તેની પ્રિન્ટ અને ડિઝાઇન પણ ખૂબ જ આકર્ષક હોય છે, જેને પહેરીને તમે તમારી સુંદરતામાં ચાર ચાંદ ઉમેરી શકો છો. આ સાડીમાં ખૂબ જ ક્યૂટ ફ્લોરલ પ્રિન્ટ છે, જે જોવામા ખુબ જ સુંદર લાગે છે. આ સાડી તમે કોઇ પણ તહેવારો અને લગ્ન પ્રસંગ બંનેમાં પહેરી શકો છો.

Advertisment

મિર્ચી ફેશન ફ્લોરલ ન્યૂ ડિઝાઇનર સાડી (Mirchi Fashion Floral New Designer Saree)

ગ્લેમરસ લુક મેળવવો હોય તો તમે મિર્ચી ફેશન ફ્લોરલ ન્યૂ ડિઝાઇનર સાડી ટ્રાય કરી શકો છો. તમને ઘણા જુદા જુદા રંગો અને રેન્જમાં ફ્લોરલ પ્રિન્ટ ડિઝાઇનવાળી સાડીઓ સરળતાથી મળી જશે. આ સાડી સાથે તમને એક સુંદર બ્લાઉઝ પણ મળશે. તમે તહેવાર, લગ્ન, પાર્ટી જેવા કોઈપણ સમારોહમાં આ સાડી પહેરીને સૌથી હટકે દેખાઇ શકો છો.

આ પણ વાંચો | ગ્રીન ટી બનવવામાં 90% લોકો કરે છે આ ભૂલ! શેફ રણવીર બરાર પાસેથી જાણો બનાવવાની શ્રેષ્ઠ રીત

શિફોન ફ્લોરલ પ્રિન્ટેડ સાડી (Chiffon Floral Printed saree for Women)

શિફોન ફ્લોરલ પ્રિન્ટેડ સાડી લગ્ન, તહેવાર અથવા કોઈ પણ કેઝ્યુઅલ પ્રસંગમાં પહેરવા માટે શ્રેષ્ઠ રહેશે. આ સાડી પણ સારો લુક આપશે અને તમે પણ ખૂબ જ કમ્ફર્ટેબલ ફીલ કરશો. આ સાડીને પણ સારું રેટિંગ મળે છે. સાડી એકદમ ટ્રેન્ડી અને ફેશનેબલ છે. હાઈ ક્વોલિટી અને ફેબ્રિકથી બનેલી સાડી લાંબા સમય સુધી નવી લાગે છે.

ગુજરાતી ન્યૂઝ જીવનશૈલી ટ્રેન્ડિંગ ન્યૂઝ janhvi kapoor