Food For Glowing Skin : હેલ્થી અને ગ્લોઈંગ સ્કિન પર આ 10 ખાદ્ય ચીજો જાદુઈ અસર કરશે

Food For Glowing Skin : ગ્લોઈંગ સ્કિન માટે ઘણા ફૂડ (Food For Glowing Skin ) ફાયદાકારક સાબિત થાય છે, જેમ કે, બદામ ત્વચા માટે ઘણી ફાયદાકારક છે. બદામનું તેલ એક અદ્ભુત મોઈશ્ચરાઈઝર છે કારણ કે તેમાં ઓલીન ગ્લિસરાઈડ લિનોલીક એસિડ હોય છે. તે વિટામિન ઇથી સમૃદ્ધ છે જે તમારી ત્વચામાં ચમક (glowing skin)લાવવામાં મદદ કરે છે.

Written by shivani chauhan
September 26, 2023 07:55 IST
Food For Glowing Skin : હેલ્થી અને ગ્લોઈંગ સ્કિન પર આ 10 ખાદ્ય ચીજો જાદુઈ અસર કરશે
ચમકતી ત્વચા માટે ખોરાક (અનસ્પ્લેશ) (1)

હેલ્થી અને ગ્લોઈંગ સ્કિન માટે ઘણા નુસખા અપનાવામાં આવે છે, ઘણા લોકો મોંઘાદાટ કોસ્મેટિક્સ યુઝ કરતા હોય છે, પરંતુ તમે નેચરલી ગ્લોઈંગ સ્કિન પણ મેળવી શકો છો, ગ્લોઈંગ સ્કિન મેળવવા માટે શું કરી શકાય? યોગ્ય ડાયટ અને નિયમિતપણે કસરત કરવી એ એકદમ જરૂરી છે પરંતુ નેચરલી ગ્લોઈંગ સ્કિન સુધી પહોંચવા માટેના અન્ય રસ્તાઓ પણ છે.

અહીં 10 ફૂડની લિસ્ટ છે જે તમારી ત્વચાના સ્વાસ્થ્યને સુધારશે પરંતુ યાદ રાખો, તે બધી વ્યક્તિ પર સારી રીતે કામ કરતી નથી.

ઈંડાં : ઈંડાની જરદી વિટામિનથી ભરપૂર હોય છે જે કોષની યોગ્ય કામગીરી માટે જરૂરી છે. તેમાં બાયોટિન પણ હોય છે જેને બ્યુટી વિટામિન તરીકે ગણવામાં આવે છે. જો કે, ઈંડા વાળના વિકાસ માટે જાણીતું છે, સંશોધન દર્શાવે છે કે તે ત્વચાને ખીલ, ફોલ્લીઓ અને ડ્રાયનેસને પણ દૂર કરવામાં મદદ કરે છે. ઇંડા તમારા ડાયટમાં લેવાથી ત્વચા માટે અનુકૂળ છે. તેમાં રહેલા વિટામિન, ખનિજો અને પ્રોટીન સામગ્રી સ્કી હેલ્થમાં સારી ભૂમિકા ભજવે છે.

આ પણ વાંચો: Ganesh Chaturthi 2023 : ગણેશ ચતુર્થીના 7 મા દિવસે ઘરે બનાવો અંજીર બદામના મોદકનો પ્રસાદ, જાણો સરળ રેસિપી

પાલક: ઇન્ટરનેશનલ જર્નલ ઑફ કૅન્સરમાં પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ , જે લોકોએ પાંદડાવાળા શાકભાજી ખાધા છે તેઓમાં 11 વર્ષ દરમિયાન ઓછામાં ઓછા ખાનારા લોકોની સરખામણીમાં અડધા જેટલી સ્કિનની ગાંઠો જોવા મળે છે. સંશોધકોએ આ શાકભાજીમાં ફોલેટના ઉચ્ચ સ્તરને ધ્યાનમાં લીધું હતું,એક આવશ્યક વિટામિન બી જે ડીએનએની જાળવણી અને સમારકામમાં મદદ કરે છે. કેન્સર-સેલ વૃદ્ધિની સંભાવનાને ઘટાડવા માટે ઉપયોગી છે.વિટામિન A, C અને E જેવા સૌથી ઉપયોગી વિટામિન્સથી ભરપૂર આ શાકભાજી ત્વચાની સંભાળમાં મહત્વની ભૂમિકા ભજવે છે અને ડ્રાય ખંજવાળવાળી ત્વચાને ઝડપી રાહત આપે છે. તે તમારી ત્વચાને હાનિકારક અલ્ટ્રા વાયોલેટ કિરણોથી પણ સુરક્ષિત કરે છે જે સૂર્યને નુકસાન પહોંચાડે છે અને ત્વચાની પ્રિ-મેચ્યોર વૃદ્ધત્વનું કારણ બને છે.

પપૈયા : પાકેલા પપૈયામાં વિટામિન A અને Papain એન્ઝાઇમ હોય છે જે ત્વચાના મૃત કોષો અને નિષ્ક્રિય પ્રોટીનને દૂર કરવામાં મદદ કરે છે, આમ તમારી ત્વચાને કાયાકલ્પ કરે છે. જ્યારે કેળા સાથે જોડવામાં આવે ત્યારે તે તમારી ત્વચાને હાઇડ્રેટેડ અને કરચલીઓ મુક્ત રાખવામાં પણ મદદ કરે છે. એન્ઝાઇમ ત્વચાને ચમકદાર બનાવવામાં અને ડાઘ અને ખીલના ડાઘને ઘટાડવામાં પણ મદદ કરે છે. આલ્ફા હાઇડ્રોક્સી એસિડ્સ સાથે, પેપેઇન હળવા એક્સ્ફોલિયેટર તરીકે કાર્ય કરે છે જે નિષ્ક્રિય પ્રોટીનને ઓગાળી દે છે.

ગ્રીન ટી: આપણે બધા ગ્રીન ટીના વજન ઘટાડવાના ફાયદાઓ વિષે જાણીએ છીએ, પરંતુ સંશોધનોએ બતાવ્યું છે કે તે ત્વચાને પણ ફાયદાકારક છે. ચા તમારી ત્વચાના રંગ અને સ્થિતિસ્થાપકતાને સુધારે છે અને બદલામાં તમારી ત્વચાને સ્વસ્થ બનાવે છે. તે ત્વચામાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં પણ મદદ કરે છે,ડાઘ મટાડે છે અને બળતરા ઘટાડે છે. જ્યોર્જિયાની મેડિકલ કોલેજ દ્વારા 2003ના અભ્યાસમાં દર્શાવવામાં આવ્યું છે કે ગ્રીન ટી ત્વચાને કાયાકલ્પ કરવામાં મદદ કરે છે. તેનો ઉપયોગ ચામડીના રોગો અને ઘાવની સારવાર માટે અને ડાર્ક સર્કલને ઘટાડવા માટે થઈ શકે છે. તે સ્કિન ટોનર તરીકે પણ અદ્ભુત રીતે કામ કરે છે.

આ પણ વાંચો: Yoga Tips For Constipation : કબજિયાતની સમસ્યામાં રાહત આપશે આ 3 સરળ યોગ મુદ્રાઓ,અહીં જાણો

ઓટ્સ : કોલેસ્ટ્રોલ ઘટાડવા અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા જેવા સ્વાસ્થ્ય લાભો માટે જાણીતા ઓટ્સ સ્કિનકેરમાં પણ મદદ કરે છે. તે ત્વચાના મૃત કોષોને દૂર કરીને કુદરતી મોઈશ્ચરાઈઝર તરીકે કામ કરે છે. તેમાં બીટા-ગ્લુકન હોય છે જે તમારી ત્વચા ગ્લોઈંગ બનાવે છે તેમજ ખૂબ જ જરૂરી ડીપ મોઇશ્ચરાઇઝિંગ પ્રદાન કરવા માટે ત્વચામાં ઊંડે સુધી પ્રવેશ કરે છે. તે વધારાનું તેલ પણ દૂર કરે છે, આમ તે તૈલી ત્વચાવાળા લોકો માટે અત્યંત ફાયદાકારક છે. ઓટ્સ ત્વચાના અવરોધને પુનઃસ્થાપિત કરીને, ખંજવાળ ઘટાડે છે અને બળતરાને નિયંત્રિત કરીને ખરજવું ત્વચાની પુનઃપ્રાપ્તિમાં પણ મદદ કરે છે.

સંતરા : નારંગીની છાલ સ્કિનકૅર માટે અસંખ્ય ફાયદાઓ ધરાવે છે. તે ઘણા બ્યુટી પ્રોડક્ટમાં એક મુખ્ય ઘટક છે કારણ કે તેની ત્વચાને તેજસ્વી બનાવવામાં અને ખીલ ઘટાડવામાં તેની અસરકારકતા છે. આ સાઇટ્રસ ફળમાં હાજર વિટામિન સી માત્ર મુક્ત રેડિકલ સામે લડે છે જે ત્વચાના કાર્યક્ષમ કોષોને નષ્ટ કરે છે પણ તમારી ત્વચામાં ચમકદાર બનાવામાં પણ મદદ કરે છે. તેમાં કેલ્શિયમ પણ હોય છે, જે ઘસાઈ ગયેલા ત્વચાના કોષોને નવીકરણ કરવામાં અને ડીએનએના નુકસાનને રોકવામાં ફાળો આપે છે.

ટામેટાં : જો તમે ટામેટા અને ટામેટાની બનાવટોનું ભરપૂર સેવન કરશો તો તમારી ત્વચામાં લાઈકોપીનનું પ્રમાણ વધશે અને તમારી ત્વચા કુદરતી રીતે બાળક જેવી થઈ જશે. ટામેટાં તમારી ત્વચાને ઓક્સિજન લેવા સક્ષમ બનાવે છે, કરચલીઓ ઘટાડે છે. તમારા ચહેરા પર કાચા ટામેટાંની માલિશ કરવાથી સન ટેન ઓછો થાય છે અને તમારી ખોવાયેલી ચમક પુનઃપ્રાપ્ત કરવામાં મદદ મળે છે.

ડાર્ક ચોકલેટ : સંશોધનો દર્શાવે છે કે ચોકલેટ ફક્ત તમારા હૃદય માટે જ નહીં પરંતુ તમારી ત્વચા માટે પણ સારી છે. ડાર્ક ચોકલેટ એ સ્કિન માટે અનુકૂળ ઘટક છે જે તમારી ત્વચાને સ્વસ્થ, ચમકદાર રાખવામાં મદદ કરે છે. તે એન્ટીઑકિસડન્ટોથી સમૃદ્ધ હોવાથી, તે તમારી ત્વચાને ફ્રી રેડિકલ નુકસાનથી પણ સુરક્ષિત કરે છે. ડાર્ક ચોકલેટનું નિયમિત સેવન તમને તમારી ત્વચાને ભેજવાળી અને સારી રીતે પોષિત પણ રાખે છે. ઘણા સંશોધકોને લાગે છે કે ડાર્ક ચોકલેટમાં રહેલ ફ્લેવોનોલ ત્વચાને સૂર્યના નુકસાનથી પણ બચાવી શકે છે.

બદામ : સુંદર વાળ માટે બદામ કેટલી ફાયદાકારક છે તે આપણે જાણીએ છીએ. પરંતુ, આ બદામ ત્વચા માટે પણ ઘણા ફાયદા છે. બદામનું તેલ એક અદ્ભુત મોઈશ્ચરાઈઝર છે કારણ કે તેમાં ઓલીન ગ્લિસરાઈડ લિનોલીક એસિડ હોય છે. તે વિટામિન ઇથી સમૃદ્ધ છે જે તમારી ત્વચામાં ચમક લાવવામાં મદદ કરે છે અને ઘા માટે હળવા જંતુનાશક તરીકે પણ કામ કરે છે. બદામનું તેલ અને તેની પેસ્ટ આંખની નીચેનાં ડાર્ક સર્કલની સારવાર માટે ખૂબ જ અસરકારક છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ