Samosa or Pakoda Which Is More Healthy | ચોમાસુ (monsoon) શરૂ છે, ત્યારે ઠંડા વાતાવરણમાં પકોડા અથવા ભજીયા અને સમોસા ખાવાની ઈચ્છા થાય છે, જો કે સમોસા અને પકોડા બંને તળેલા, મસાલેદાર અને સ્વાદિષ્ટ હોય છે, વરસાદની ઋતુમાં સાંજની ચા હોય ખાવાની મજા પડે છે, પરંતુ હવે પ્રશ્ન એ થાય છે કે સમોસા અને પકોડામાંથી કયું સ્વાસ્થ્યપ્રદ છે? અહીં જાણો
સમોસા એક જૂની વાનગી છે જે દિલ્હી સલ્તનતના સમયમાં ભારતમાં આવી હતી. ‘સમોસા’ શબ્દ ફારસી શબ્દ ‘સાનબોસાગ’ પરથી આવ્યો છે, જેનો અર્થ તળેલી પેસ્ટ્રી થાય છે.

સમોસા અને પકોડામાં કયું હેલ્ધી છે?
સમોસા અને પકોડા બંને નાસ્તા ડીપ ફ્રાઈડ છે, જેમાં કેલરી વધારે હોય છે અને સ્વાસ્થ્ય માટે હાનિકારક માનવામાં આવે છે. સમોસા મેંદામાંથી બનાવવામાં આવે છે, અને પકોડા પણ ઘણીવાર અલગ અલગ રીતે બનાવામાં આવે છે જેમાં બટાકાવડાંમાં મસાલેદાર બટાકાનું ભરણ હોય છે, જે તેમાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ વધારે છે.
પરંતુ તમે અને બટાકાને બદલે પનીર અથવા વટાણા જેવા સ્ટફિંગથી ભરી શકો છો. પરંતુ સમોસા અને પકોડામાં તમે પકોડાને પસંદ કરી શકો છો કારણ કે એ ચણા લોટમાં બનાવામાં આવે છે જેમાં પ્રોટીન હોય છે.





