રાત્રે તમને ઊંઘ નથી આવતી? ઊંઘતા પહેલા ખાવ આ 4 વસ્તુઓ, તરત જ આવી જશે નીંદર

Foods For Better Sleep : જો તમને રાત્રે ઊંઘ ન આવે તો તમારા માટે કેટલાક એવા ફૂડ્સ લાવ્યા છીએ, જેને તમે સૂતા પહેલા ખાઇ શકો છો. આ ફળો ખાવાથી સારી ઉંઘ આવે છે

Foods For Better Sleep : જો તમને રાત્રે ઊંઘ ન આવે તો તમારા માટે કેટલાક એવા ફૂડ્સ લાવ્યા છીએ, જેને તમે સૂતા પહેલા ખાઇ શકો છો. આ ફળો ખાવાથી સારી ઉંઘ આવે છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Foods Before Bed, Good Night Tips

રાત્રે બદામ ખાવાથી ઊંઘની ગુણવત્તા સુધરે છે (તસવીર - ફ્રીપિક)

Foods For Better Sleep : સ્વસ્થ રહેવા માટે રાત્રે સારી અને ગાઢ ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે. જો કે આજના ભાગ દોડ ભર્યા જીવનમાં અનેક લોકો ખૂબ જ મોડા ઊંઘે છે. કેટલાક લોકો સમયસર સૂઈ જાય છે, પરંતુ મોડી રાત સુધી ઊંઘ આવતી નથી અને પડઘા ફેરવતા રહે છે.

Advertisment

રાત્રે ઊંઘ ના આવવાના કારણે આખો દિવસ આળસભર્યો જાય છે. ઘણી વખત યોગ્ય રીતે ઊંઘ ન આવવાને કારણે ગંભીર બીમારીનો ખતરો પણ રહે છે. તેની માનસિક અને શારીરિક બંને રીતે ખૂબ જ ખરાબ અસર પડે છે. આવી સ્થિતિમાં જો તમને રાત્રે ઊંઘ ન આવે તો તમારા માટે કેટલાક એવા ફૂડ્સ લાવ્યા છીએ, જેને તમે સૂતા પહેલા ખાઇ શકો છો. આ ફળો ખાવાથી સારી ઉંઘ આવે છે.

ઊંઘતા પહેલા અશ્વગંધા લો

ઊંઘતા પહેલા અશ્વગંધાનું સેવન કરી શકો છો. તેનાથી આખો દિવસ તણાવ ઓછો થાય છે તેમજ ઊંઘ પણ સારી આવે છે. તેને પીવાથી તાકાત વધે છે સાથે જ બીજા પણ ઘણા ફાયદા થાય છે. તેના સેવનથી તણાવ ઓછો થાય છે, જેનાથી ઊંઘ સારી આવે છે.

બદામ

રાત્રે બદામ ખાવાથી ઊંઘની ગુણવત્તા સુધરે છે. તેને ખાવાથી મગજ પણ તેજ થાય છે. તેમાં મેગ્નેશિયમ હોય છે જે શરીરને આરામ આપે છે, જે સારી ઉંઘ તરફ લઇ જાય છે. તેને ખાવાથી પાચનક્રિયા પણ સારી થાય છે.

Advertisment

આ પણ વાંચો - બાળકોને મચ્છરથી બચાવવા ઘરે જ બનાવો સ્પ્રે, દિવસમાં માત્ર 2 વખત જ ઉપયોગ કરવાની જરૂર પડશે

ડાર્ક ચોકલેટ

તમે રાત્રે ડાર્ક ચોકલેટ પણ ખાઈ શકો છો. જોકે તેને મર્યાદિત માત્રામાં ખાવી જોઈએ. તેમાં મેગ્નેશિયમ હોય છે, જે ઊંઘ લાવવામાં મદદ કરે છે. તેનાથી તણાવ પણ ઓછો થાય છે, જેનાથી મૂડ સુધરે છે.

સૂતા પહેલા કેળા ખાઓ

રાત્રે સૂતા પહેલા તમે કેળા પણ ખાઈ શકો છો. તેમાં ટ્રિપ્ટોફન નામનું એમિનો એસિડ હોય છે, જે શરીરમાં સેરોટોનિન અને મેલાટોનિન જેવા ઊંઘના હોર્મોન્સને વધારે છે. તમે ઊંઘવાના 30 મિનિટ પહેલાં એકથી બે કેળા ખાઈ શકો છો.

હેલ્થ જીવનશૈલી health tips