/indian-express-gujarati/media/media_files/2026/02/22/silver-jewelry-cleaning-tips-2026-02-22-15-50-54.jpg)
Silver Jewelry Cleaning Tips : ચાંદીના દાગીના સાફ કરવાની રીત. Photograph: (Youtube/ @punamkipyaaridunia)
Silver Jewelry Cleaning Tips: ચાંદીના ભાવ આસમાને પહોંચતા સામાન્ય લોકો માટે તે ખરીદવી મુશ્કેલ બની ગઇ છે. લોકો ચાંદીના દાગીના, વાસણ, દીપક અને ચાંદી મૂર્તિ ખરીદતા હોય છે. મહિલાઓ ચાંદીના પાયલ, ચેન અને બંગડી જેવા દાગીના પહેરે છે. ચાંદીના દાગીના પહેર્યા પછી પરસેવાના કારણ કાળ પડી જાય છે, જેના કારણે ચાંદીના દાગીના ખરાબ દેખાય છે. અહીં ઘરે ચાંદીના દાગીના, વાસણ સાફ કરવાની સરળ રીત આપી છે, જેના વડે તમે ચાંદીના દાગીના અને ચીજોને પહેલા જેમ ચકચકતી બનાવી શકો છો.
બેકિંગ સોડા અને લીંબુનો રસ
ચાંદીના દાગીનાને સાફ કરવા માટે, તમે બેકિંગ સોડા અને લીંબુ રસનો ઉપયોગ કરી શકો છો. તે એકદમ અસરકારક છે. આ માટે એક બાઉલમાં થોડો બેકિંગ સોડા લો અને તેમાં લીંબુના રસના થોડા ટીપાં મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટ ચાંદીની પાચલ અને વેઢ પર હળવા હાથથી ઘસો. થોડી મિનિટો પછી, ચોખ્ખા પાણી વડે ધોઇ લો અને સૂકા કપડા વડે સાફ કરો. આનાથી ચાંદીના દાગીના ફરીથી ચમકશે.
ટૂથપેસ્ટનો ઉપયોગ કરો
તમે ટૂથપેસ્ટ વડે ચાંદીના દાગીનાને પણ સાફ કરી શકો છો. આ માટે પહેલા જ્વેલરી પર થોડી ટૂથપેસ્ટ લગાવો અને તેને નરમ બ્રશથી હળવા હાથે સાફ કરો. ત્યારબાદ પાણીથી ધોયા બાદ સૂકવી લો.
સરકો અને બેકિંગ સોડાથી સાફ કરો
તમે સરકો અને બેકિંગ સોડાથી ચાંદીની પાયલ, વેઢ અને ચેન જેવા દાગીનાને પણ સાફ કરી શકો છો. આ માટે એક કપ વ્હાઇટ વિનેગરમાં એક ચમચી બેકિંગ સોડા ઉમેરો. આ મિશ્રણમાં ચાંદીના દાગીનાને 10 - 15 મિનિટ સુધી પલાળી રાખો. છેલ્લે, તેને ચોખ્ખા પાણીથી ધોઈ લો અને તેને કપડા વડે સાફ કરો. તેનાથી ચાંદીની કાળાશ સરળતાથી દૂર થઈ જશે.
આમલીના પાણીથી સાફ કરો
ચાંદીની પાયલ સાફ કરવા માટે તમે આમલીના પાણીનો ઉપયોગ કરી શકો છો. હકીકતમાં આમલીમાં કુદરતી એસિડ હોય છે, જે કાળાશ દૂર કરવામાં મદદ કરે છે. આ માટે નવશેકા પાણીમાં થોડી આમલીને પલાળી રાખો. જ્યારે પાણી ઘટ્ટ થાય ત્યારે તેમાં 10 મિનિટ સુધી ઘરેણાં ડૂબાડી દો. આ પછી, તેને નરમ બ્રશ અથવા કપડાથી હળવા હાથથી ઘસીને સાફ કરો. તેનાથી ઘરેણાંની ચમક પાછી આવશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us