Lizard Repellent Tips: ગરોળી ઉનાળો આવતા જ ઘરોની દિવાલો પર દેખાવા લાગે છે. ઘણીવાર મહિલાઓ ગરોળી જોઈને ચીસો પાડવા લાગે છે. ક્યારેક બાથરૂમમાં તો ક્યારેક રસોડામાં ગરોળીઓ ડેરો જમાવી લે છે. આવી સ્થિતિમાં, લોકોને એવા વાતનો ડર હોય છે કે, આ ગરોળી તેમના પર ન પડે. ગરોળી દેખાવમાં ડરામણી તો લાગે જ છે, પરંતુ જો તે ખાવાની ચીજોમાં પડી જાય તો ખોરાક ઝેરી બની જાય છે.
ખાવા પીવાની ચીજો પરથી ગરોળીનું પસાગ થવું પણ જોખમ હોય છે. કારણ કે ગરોળીની લાળ અને મળમાં સાલ્મોનેલા નામના બેક્ટેરિયા હોય છે. જ્યારે તેઓ ખાદ્ય ચીજોમાં જાય છે, ત્યારે ખોરાક દૂષિત થઈ જાય છે. તેનું સેવન કરવાથી ફૂડ પોઇઝનિંગ થઈ શકે છે. આમ તો ગરોળીને ભગાડવા માટે બજારમાં ઘણા સ્પ્રે મળે છે. પરંતુ તમે રસોડામાં રાખેલી અમુક વસ્તુઓથી ઘરે જ હોમમેઇડ સ્પ્રે પણ તૈયાર કરી શકો છો. આવો જાણીએ તેના વિશે.
ગરોળી ઘરમાં કેમ આવે છે?
ગરોળીઓ ખોરાક અને આશ્રયની શોધમાં ઘરમાં આવે છે. તે રસોડામાં રાખેલા બચેલા ખુલ્લા ખોરાકને સરળતાથી મેળવી લે છે. આ સિવાય ઉનાળાના દિવસોમાં ઘરનું તાપમાન ઠંડુ રહે છે, તેથી તે ઘરમાં આવે છે. છતની તિરાડો અને બાર વચ્ચેની ખાલી જગ્યાઓ તેમને રહેવાની જગ્યા પ્રદાન કરે છે.
ગરોળી ભગાડવાના ઉપાય
કાળા મરી માંથી સ્પ્રે બનાવો
ઉનાળા દરમિયાન ગરોળીને ઘરમાંથી ભગાડવા માટે તમે કાળા મરી માંથી એક સ્પ્રે બનાવી શકો છો. તેને બનાવવા માટે સ્પ્રે બોટલમાં પાણી ભરો. હવે કાળા મરી પીસીને તેમાં નાખો. તમારો સ્પ્રે તૈયાર છે. હવે દિવાલ પર ચોંટેલી ગરોળી પર સ્પ્રે છાંટો. આમ કરવાથી ગરોળી ભાગી જશે.
ડુંગળીથી ગરોળી ભગાડો
ગરોળીથી બચવા માટે તમે ડુંગળીનો ઉપયોગ પણ કરી શકો છો. સૌ પ્રથમ ડુંગળીને દોરાથી બાંધીને દિવાલ પર લટકાવી દો જ્યાં સૌથી વધુ ગરોળી આવે છે. આમ કરવાથી ગરોળી ભાગી જશે. કારણ કે ડુંગળીમાં સલ્ફર હોય છે, તેના કારણે તેમાંથી તીવ્ર ગંધ આવે છે. આ દુર્ગંધ ગરોળીને ભગાડવામાં મદદ કરે છે.
ડુંગળી અને લસણ માંથી સ્પ્રે બનાવો
ઉનાળા દરમિયાન ગરોળીને ઘરમાંથી ભગાડવા માટે તમે ડુંગળી અને લસણને મિક્સ કરીને સ્પ્રે તૈયાર કરી શકો છો. તેને બનાવવા માટે સૌ પ્રથમ ડુંગળી અને લસણનો રસ કાઢો. હવે તેમાં થોડું પાણી ઉમેરો. સ્પ્રે તૈયાર છે. ગરોળી પર આ સ્પ્રે છાંટવાથી ગરોળી ભાગી જશે.
ઈંડાની છાલ
ઇંડા ઘણા ઘરોમાં ખાવામાં આવે છે. આવી સ્થિતિમાં, છાલ ફેંકી દેવાને બદલે, તમે તેનો ઉપયોગ ગરોળીને ભગાડવા માટે પણ કરી શકો છો. તમારે આ માટે વધારે કરવાની જરૂર નથી. જ્યાં ગરોળી વધુ આવે ત્યાં ઇંડાની છાલ મૂકી દો.