Holi Tips: કપડાં માંથી હોળીના રંગ સાફ કરવાના 4 ઘરેલુ નુસ્ખા, લોન્ડ્રીનો ખર્ચ બચશે

Holi Colors Clean Tips From Clothes : કપડાંમાંથી હોળીના ડાઘ કેવી રીતે દૂર કરવો: હોળી ધુળેટીમાં રંગથી રમવામાં જેટલી મજા આવે છે, તો કપડાં માંથી હોળીના રંગ સાફ કરવા એટલા જ મુશ્કેલ હોય છે. અહીં કાપડ માંથી હોળીના રંગ સાફ કરવાના 4 ઘરેલુ નુસ્ખા આપ્યા છે. જેના વડે જિદ્દી ડાઘ ઘણી હદ સુધી સાફ કરી શકાય છે.

Holi Colors Clean Tips From Clothes : કપડાંમાંથી હોળીના ડાઘ કેવી રીતે દૂર કરવો: હોળી ધુળેટીમાં રંગથી રમવામાં જેટલી મજા આવે છે, તો કપડાં માંથી હોળીના રંગ સાફ કરવા એટલા જ મુશ્કેલ હોય છે. અહીં કાપડ માંથી હોળીના રંગ સાફ કરવાના 4 ઘરેલુ નુસ્ખા આપ્યા છે. જેના વડે જિદ્દી ડાઘ ઘણી હદ સુધી સાફ કરી શકાય છે.

author-image
Ajay Saroya
New Update
holi colors clean tips from clothes

Holi Colors Clean Tips From Clothes : હોળીના રંગ કપડાં માંથી સાફ કરવાની રીત. Photograph: (Freepik)

Holi Colors Clean Tips From Clothes : હોળી ધુળેટી રંગો, ઉત્સાહ અને ખુશીઓનો તહેવાર છે. આ દિવસે એકબીજાને રંગ લગાવે છે. આ દરમિયાન, જ્યારે પાકેલા રંગો કપડાં પર પડે છે, ત્યારે તેને સાફ કરવું ખૂબ જ મુશ્કેલ હોય છે. જો કપડાં મોંઘા હોય, તો તે પણ બગડી શકે છે, ખાસ કરીને સફેદ અથવા હળવા રંગના કપડા માંથી હોળીના રંગ સાફ કરવા ખૂબ મુશ્કેલ છે. જો કે, કેટલાક ઘરેલું ઉપાય છે જેની મદદથી કપડાં પરનો રંગ સાફ થઈ શકે છે.

Advertisment

1 લીંબુ અને મીઠું

લીંબુ અને મીઠા બંને રંગના ડાઘ સાફ કરવામાં મદદ કરી શકે છે. આ માટે સૌ પ્રથમ ડાઘ વાળી જગ્યા પર એક ચમચી લીંબુનો રસ લગાવો. તે પછી, તેની ઉપર થોડું મીઠું છાંટો. તેને 10-15 મિનિટ સુધી તડકામાં રાખો અને પછી નવશેકા પાણીથી ધોઈ લો. આમ કરવાથી ડાઘ સરળતાથી દૂર થઈ શકે છે.

2 બેકિંગ સોડા અને વ્હાઇટ સરકો

બેકિંગ સોડા અને વ્હાઇટ સરકો બંનેમાં કુદરતી સફાઇના ગુણધર્મો હોય છે જે ડાઘથી છુટકારો મેળવવામાં મદદ કરી શકે છે. આ માટે એક ડોલ નવશેકા પાણીમાં અડધો કપ સફેદ સરકો અને 2-3 ચમચી બેકિંગ સોડા મિક્સ કરી લો. તેમાં કપડાને 30 થી 45 મિનિટ સુધી પલાળી રાખો. તે પછી ડિટર્જન્ટથી ધોઈ લો. તેનાથી ડાઘ સાફ થઈ શકે છે.

3 રંગના ડાઘ સાફ કરવાની ખાસ રીત

લીંબુ, સરકો, મીઠું અને વોશિંગ પાવડરની મદદથી હોળીના પાકેલા રંગના ડાઘ પણ સાફ થઇ શકે છે. આ માટે એક વાસણમાં 3-4 ચમચી લીંબુનો રસ, એક કપ સરકો, 2 ચમચી મીઠું અને 2-3 ચમચી વોશિંગ પાવડર મિક્સ કરીને મિશ્રણ તૈયાર કરો. તેમાં નવશેકું પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરી લો અને પછી કપડાં પાણીમાં નાખી 5 થી 10 મિનિટ સુધી રાખો અને પછી ધોઈ લો. તેનાથી ડાઘ સાફ થઈ શકે છે.

Advertisment

આ પણ વાંચો | હોળી ધુળેટી રમતા પહેલા અને પછી કરો આ 8 કામ, ત્વચા અને વાળ રહેશે સલામત

4 ડિટર્જન્ટ અને બેકિંગ

ડિટર્જનટ અને બેકિંગ સોડા સમાન પ્રમાણમાં મિક્સ કરીને ઘટ્ટ પેસ્ટ બનાવો. તેને કપડાના ડાઘ પર લગાવો અને તેને 15-20 મિનિટ માટે છોડી દો. ત્યારબાદ બ્રશની મદદથી હળવું ઘસો અને સાફ કરો. તેનાથી ડાઘ દૂર થઈ શકે છે. ખાસ કરીને સફેદ કાપડ પર, નુસ્ખા અસરકારક હોય છે.

હેલ્થ holi જીવનશૈલી