ફ્રિઝમાં ખાવાની આ 5 ચીજ ભૂલથી પણ ન રાખવી, ટેસ્ટની સાથે હેલ્થ પણ બગડશે; જાણો એક્સપર્ટ્સ પાસેથી

Fridge Food Storage Guide : ફ્રિઝમાં ખાવાની ચીજો લાંબા સમય સુધી ફ્રેશ રહે છે. જો કે ફ્રિઝમાં રાખેલી અમુક ખાદ્યચીજોનું સેવન ટેસ્ટની સાથે સાથે હેલ્થ માટે પણ નુકસાનકારક બની શકે છે.

Fridge Food Storage Guide : ફ્રિઝમાં ખાવાની ચીજો લાંબા સમય સુધી ફ્રેશ રહે છે. જો કે ફ્રિઝમાં રાખેલી અમુક ખાદ્યચીજોનું સેવન ટેસ્ટની સાથે સાથે હેલ્થ માટે પણ નુકસાનકારક બની શકે છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Fridge Food Storage Guide | Fridge | Food Storage In Fridge | kitchen tips and tricks

Fridge Food Storage Guide : ફ્રિઝમાં ખાવાની દરેક ચીજ રાખવી જોઇએ નહીં. (Photo - Freepik)

Fridge Food Storage Guide : ફ્રિઝ હાલ દરેકના ઘરમાં જોવા મળે છે કારણ કે તે દૈનિક વપરાશની ચીજ બની ગઇ છે. આપણે ભારતીયો એક જ દિવસમાં એક મહિનાનું રાશન લાવીએ છીએ અને સ્ટોર કરી છીએ. આમાં પણ ઘણા લોકો મોટાભાગની વસ્તુઓ ફ્રિઝની અંદર રાખે છે. હકીકતમાં, એવું માનવામાં આવે છે કે ફ્રિઝની અંદર ખાવાની ચીજો લાંબા સમય સુધી ફ્રેશ રહે છે. જો તમે પણ આવું માનનાર લોકોમાં સામેલ છો, તો અમે તમને જણાવી દઈએ કે આ કરવાથી તમે તમારા સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડી રહ્યા છો.

Advertisment

હકીકતમાં, અમુક ખાદ્યચીજોને રેફ્રિજરેટરમાં રાખવી અને પછી તેનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. અમે ન્યુટ્રિશનિસ્ટ અને વેઇટ લોસ કોચ સિમરન ખોસલાએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક પોસ્ટ શેર કરી છે અને અમુક ફૂડ્સની લિસ્ટ પણ આપી છે. ચાલો તેના પર એક નજર કરીએ

આદુ

આ યાદીમાં પહેલું નામ આદુનું છે. મોટાભાગના લોકો આદુને લાંબા સમય સુધી તાજું રાખવા માટે તેને ફ્રિઝમાં રાખે છે. સિમરન ખોસલા કહે છે કે, આવું કરવું સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોઈ શકે છે. આદુ જ્યારે ફ્રિજમાં રાખવામાં આવે છે ત્યારે તેમાં ફૂગ અને બેક્ટેરિયા વધી શકે છે, ત્યારબાદ તેના સેવનથી તમારા સંપૂર્ણ સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર પડી શકે છે અને બીમારીઓ પણ થઈ શકે છે.

બ્રેડ

ન્યુટ્રિશનિસ્ટ્સના મતે, લોકો બ્રેડને રેફ્રિજરેટરમાં રાખે છે, જેથી તે લાંબા સમય સુધી ફ્રેશ રહે, હકીકતમાં ફ્રિઝમાં બ્રેડ વધુ ઝડપથી સડે છે. ઠંડા તાપમાનને કારણે બ્રેડમાં સ્ટાર્ચ ઝડપથી પાછો જાય છે, પરિણામે બ્રેડ શુષ્ક થઇ જાય છે. આવી સ્થિતિમાં રેફ્રિજરેટરમાં રાખેલી બ્રેડ પણ તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.

Advertisment
Fridge Food Storage Guide | Fridge | Food Storage In Fridge | kitchen tips and tricks
Fridge Food Storage Tips : ફ્રિઝમાં ખાદ્યચીજ રાખવાની ટીપ્સ (Photo - Freepik)

કોફી

ઘણા હેલ્થ રિપોર્ટ અનુસાર, કોફી બીન્સ અથવા પાવડરને રેફ્રિજરેટરમાં રાખવાથી ભેજ વધુ ઝડપથી શોષાય છે. તેનાથી ન માત્ર કોફીનું ટેક્ચર ખરાબ થાય છે સાથે સાથે ફ્રિઝમાં રાખેલી કોફી પીવાથી પણ ઉલ્ટી અને ઉબકા આવવાની સમસ્યા વધી શકે છે.

ડુંગળી

ડુંગળીને રેફ્રિજરેટરમાં રાખવાથી તેમાં ખૂબ જ ઝડપથી ફુગ લાગે છે, જેના કારણે તેના બેક્ટેરિયા સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડે છે. ઉપરાંત ડુંગળીને ફ્રિઝમાં રાખવાથી તેની તીવ્ર ગંધના કારણે અન્ય ખાદ્ય ચીજો પણ સડી શકે છે. આવી ખાદ્યચીજો ખાવાથી હેલ્થ બગડવાની શક્યતા રહે છે.

આ પણ વાંચો | ડાયાબિટીસ દર્દી તળેલા કે શેકેલા નાસ્તાનું સેવન કરી શકે છે? હેલ્થ એક્સપર્ટ્સ પાસેથી હેલ્ધી સ્નેક્સના વિકલ્પો જાણો

મસાલા

ઉપરોક્ત તમામથી અલગ ન્યુટ્રિશનિસ્ટ્સ પણ રેફ્રિજરેટરમાં મસાલા પણ સ્ટોર કરવાની ભલામણ કરતા નથી. સિમરન ખોસલાના જણાવ્યા અનુસાર, મસાલાને જ્યારે ફ્રિઝમાં રાખવામાં આવે છે ત્યારે તેને સીધો સૂર્યપ્રકાશની જરૂર પડે છે

(Disclaimer : આ લેખમાં આપેલી જાણકારી અને સલાહ માત્ર સામાન્ય માહિતી છે. કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન માટે ડોક્ટર કે નિષ્ણાંતનો સંપર્ક કરવો.)

જીવનશૈલી health tips