Friendship Day 2024 : ફ્રેન્ડશીપ ડે ઓગસ્ટના પ્રથમ રવિવારે જ કેમ મનાવવામાં આવે છે? જાણો મિત્રતા દિવસનો ઇતિહાસ

Friendship Day 2024 : આ વર્ષે ફ્રેન્ડશિપ ડે 4 ઓગસ્ટ ના રોજ ઉજવવામાં આવશે. આવી સ્થિતિમાં ચાલો આપણે જાણીએ કે ફ્રેન્ડશિપ ડેની ઉજવણી કેવી રીતે શરૂ થઈ અને આ દિવસનો ઇતિહાસ શું છે

Written by Ashish Goyal
Updated : August 04, 2024 11:10 IST
Friendship Day 2024 : ફ્રેન્ડશીપ ડે ઓગસ્ટના પ્રથમ રવિવારે જ કેમ મનાવવામાં આવે છે? જાણો મિત્રતા દિવસનો ઇતિહાસ
Friendship Day 2024 : આ વર્ષે ફ્રેન્ડશિપ ડે 4 ઓગસ્ટ ના રોજ ઉજવવામાં આવશે

Friendship Day 2024 Date, History, ફ્રેન્ડશીપ ડે 2024 : મિત્ર, દરેક વ્યક્તિના જીવનમાં પરિવાર બાદ ચોક્કસથી એક વ્યક્તિ એવી હોય છે જેની સાથે લોહીનો સંબંધ નથી હોતો, પરંતુ તેમ છતાં તે ખૂબ જ ખાસ અને દિલની નજીક હોય છે. આપણે તેને મિત્ર કહીએ છીએ.

આ વ્યક્તિ કોઈ પણ સ્વાર્થ વગર જીવનના દરેક ઉતાર-ચઢાવમાં તમારી સાથે ઉભો રહે છે. તમે તેની સાથે એક ક્ષણ પણ વિચાર્યા વિના દરેક રહસ્ય શેર કરો છો અને પછી તે માતાપિતા અને ભાઈ-બહેનની જેમ તમારા દરેક દુ:ખની દવા બની જાય છે. દોસ્તીના આ સંબંધને સેલિબ્રેટ કરવા માટે ભારત, બાંગ્લાદેશ, મલેશિયા, ઓસ્ટ્રેલિયા સહિત અનેક દેશોમાં ઓગસ્ટના પહેલા રવિવારને ફ્રેન્ડશિપ ડેના રૂપમાં મનાવવામાં આવે છે.

ફ્રેન્ડશીપ ડે મિત્રતા દિવસ ઇતિહાસ શુભેચ્છા સંદેશ ગુજરાતી | Friendship Day Date History Wishes in Gujarati
Friendship Day History, Wishes : ફ્રેન્ડશીપ ડે ઇતિહાસ અને શુભેચ્છા સંદેશ (ફોટો ક્રેડિટ સોશિયલ મીડિયા)

આ વર્ષે આ ખાસ દિવસ 4 ઓગસ્ટ ના રોજ ઉજવવામાં આવશે. આવી સ્થિતિમાં ચાલો આપણે જાણીએ કે ફ્રેન્ડશિપ ડેની ઉજવણી કેવી રીતે શરૂ થઈ અને આ દિવસનો ઇતિહાસ શું છે?

ફ્રેન્ડશીપ ડે કેમ ઉજવીએ છીએ?

ફ્રેન્ડશીપ ડે વિશે ઘણી કહાનીઓ પ્રચલિત છે. એવું માનવામાં આવે છે કે 1935માં ઓગસ્ટના પહેલા રવિવારે અમેરિકામાં એક વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. આ વાતની જાણકારી મૃતક વ્યક્તિના મિત્રને મળી તો તે આ સદમાને સહન કરી શક્યો નહીં. પોતાના મિત્રથી અલગ થવાના દુઃખમાં તે વ્યક્તિએ પણ પોતાનો જીવ આપી દીધો હતો.

આ પણ વાંચો – જાપાનના લોકો સૌથી વધારે જીવે છે? જો આ 5 રીતો અપનાવી લો તો તમારી ઉંમર પણ થઇ શકે છે લાંબી

મિત્રતાના આ ઉદાહરણને ધ્યાનમાં રાખીને અમેરિકી સરકારે ઓગસ્ટના પહેલા રવિવારે ફ્રેન્ડશિપ ડે મનાવવાની જાહેરાત કરી હતી, જે બાદ ધીમે ધીમે અમેરિકા સિવાય ભારત, બાંગ્લાદેશ, મલેશિયા, ઓસ્ટ્રેલિયા સહિત અન્ય ઘણા દેશોમાં ઓગસ્ટના પહેલા રવિવારે ફ્રેન્ડશિપ ડેની ઉજવણી કરવામાં આવી છે.

શું છે ફ્રેન્ડશીપ ડેનું મહત્વ?

ફ્રેન્ડશિપ ડે સેલિબ્રેટ કરવાનો હેતુ માત્ર મિત્રતાના સંબંધોને મજબૂત કરવાનો નથી, પરંતુ આ ખાસ દિવસ ફરી એકવાર અલગ-અલગ મિત્રોને મળવાનો મોકો લઈને આવે છે. આ દિવસે તમે તમારાથી અલગ થઈ ગયેલા મિત્રોને ફરી એકવાર મળવાની પહેલ કરી શકો છો. સાથે જ તેમને જણાવી શકો છો કે તેઓ તમારા માટે કેટલા ખાસ છે.

ફ્રેન્ડશીપ ડે શુભેચ્છા સંદેશ માટે અહીં ક્લિક કરો

30 જુલાઈએ પણ ફ્રેન્ડશીપ ડેની ઉજવણી કરવામાં આવે છે

કેટલાક અન્ય દેશોમાં ફ્રેન્ડશીપ દિવસ 30 જુલાઈએ ઉજવવામાં આવે છે. 30 જુલાઈ અને ઓગસ્ટના પહેલા રવિવારે ઉજવવામાં આવતા ફ્રેન્ડશિપ ડે વચ્ચેનો તફાવત એ છે કે 30 જુલાઈએ ઉજવવામાં આવતો આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસ દેશો વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધોને દર્શાવે છે. જ્યારે ઓગસ્ટમાં ઉજવવામાં આવતો દિવસ ખાસ કરીને મિત્રો માટે હોય છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ