Fruit Juice On Empty Stomach : સવારે ખાલી પેટ ફ્રૂટ જ્યુસ પીવાથી કોઈ આડઅસર થાય? એક્સપર્ટ શું કહે છે?

Fruit Juice On Empty Stomach : હેલ્થ એક્સપર્ટે જણાવ્યું કે, “ખાલી પેટ ફળનો રસ પીવો સ્વાસ્થ્ય પર હાનિકારક અસર કરી શકે છે.'' કેવી રીતે કરે છે અસર જાણો

Fruit Juice On Empty Stomach : હેલ્થ એક્સપર્ટે જણાવ્યું કે, “ખાલી પેટ ફળનો રસ પીવો સ્વાસ્થ્ય પર હાનિકારક અસર કરી શકે છે.'' કેવી રીતે કરે છે અસર જાણો

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
fruit juice on empty stomach

સવારે ખાલી પેટ ફ્રૂટ જ્યુસ પીવાથી કોઈ આડઅસર થાય? એક્સપર્ટ શું કહે છે? (Canva)

Fruit Juice On Empty Stomach : આપણે દિવસની શરૂઆત સારી થાય તેમાં ઘણા નુસખા કરીયે છીએ, ઘણા લોકો સવારે સૌથી પહેલા ફળોના રસ પીવી છે, એવું માનીને કે તે તેમના દિવસની શરૂઆત સ્વસ્થ રીતે થઇ છે. જો કે, પુણેના રૂબી હોલ ક્લિનિકના જનરલ ફિઝિશિયન ડૉ. લતા પાટીલએ જણાવ્યું કે, “ ખાલી પેટ ફળનો રસ પીવો (Drinking fruit juice on an empty stomach) સ્વાસ્થ્ય પર હાનિકારક અસર કરી શકે છે.''

Advertisment
fruit juice
સવારે ખાલી પેટ ફ્રૂટ જ્યુસ પીવાથી કોઈ આડઅસર થાય? એક્સપર્ટ શું કહે છે?(Canva)

આ પણ વાંચો: Masala Spices : શું બજારના પેક મસાલા કેન્સરનું જોખમ વધારે છે? FSSAI MDH ના નમૂનાઓનું ટેસ્ટિંગ કરશે

ખાલી પેટ ફ્રૂટ જ્યુસ પીવાની આડઅસર

બ્લડ સુગર વધે : ફરતું જ્યુસમાં રહેલ ખાંડ બ્લડ સુગરમાં વધારો કરી શકે છે, જેનાથી તમે જલ્દી થાકી જાઓ છો અને ભૂખ વારંવાર લાગે છે.

Advertisment

દાંતને નુકશાન : ફ્રૂટ જ્યુસની એસિડિટી દાંતના ઈનેમલને નુકસાન પહોંચાડે છે, પોલાણનું જોખમ વધારે છે. ફ્રૂટ જ્યુસમાં હાજર એસિડ્સ દાંતના ઈનેમલને નબળા બનાવે છે, જેનાથી તેઓને નુકસાન થવાની સંભાવના વધારે છે.

પોષક તત્ત્વોનું અસંતુલન: જ્યુસમાં ફાઇબરનો અભાવ હોય છે જયારે ફ્રૂટમાં ફાઈબર હોય છે જે પાચનમાં મદદ કરે છે અને બ્લડ સુગરને વધતા અટકાવે છે.

ફ્રૂટ જ્યુસએ એક પરફેક્ટ મોર્નિંગ હેલ્થી ડ્રિન્ક છે તેવી માન્યતા વિટામિન્સ અને ફ્રૂટ્સમાં રહેલા એન્ટીઑકિસડન્ટ સાથેના જોડાણથી ઉદ્ભવે છે. જો કે, ડૉ. પાટીલ સૂચવે છે કે, “ફ્રૂટ જ્યુસ જમવાની સાથે અથવા જમ્યા
પછી પીવો જોઈએ.''

આ પણ વાંચો: Weight Loss Tips : વેઇટ લોસ કરવું છે? તો સવારની આટલી આદતો થશે અસરકારક સાબિત

યોગ્ય સમયે જ્યુસ પીવાના ફાયદા

બ્લડ સુગર કંટ્રોલ : ફૂડ જ્યુસમાંથી સુગરના શોષણને ધીમું કરી શકે છે, ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓમાં, તેથી બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

પોષણ : ભોજન સાથે ફ્રૂટ જ્યુસ પીવાથી તમે તમારા ખોરાકમાંથી અન્ય ફાયદાકારક પોષક તત્ત્વોની સાથે તેના વિટામિન્સ અને ખનિજોને શોષી શકો છો.

ભૂખ કંટ્રોલ કરે : ભોજન સાથેનો જ્યુસ લેવાથી તે સ્વાદમાં વધારો કરે છે, પેટ ભરેલું રહે છે અને વજન નિયંત્રણમાં મદદ કરે છે.

ડાયટમાં વેરાયટી : ફ્રૂટ જ્યુસને સંતુલિત આહારમાં સામેલ કરવાથી તમારા જરૂરી પોષક તત્વોના સેવનમાં વધારો થઈ શકે છે.

ખાલી પેટના જ્યુસના બદલે આટલું કરો

  • ફળ : ફાઈબર, વિટામિન્સ અને લાંબા સમય સુધી એનર્જી જાળવી રાખે છે. તેથી આખા ફળનો આનંદ લો.
  • સ્મૂધીઝ: સ્મૂધી પ્રોટીન અથવા હેલ્ધી ફેટ્સ સાથે ગાઢ, વધુ સંતોષકારક છે. આખા ફળોને દહીં અથવા દૂધ સાથે ભેળવો. પરંતુ ખાટા ફળોને દૂધ સાથે લેવાનું ટાળવું.
  • લીંબુ પાણી: સુગર એડ કર્યા વગર લીંબુનો રસ પીવો.

દિવસની શરૂઆતમાં હેલ્ધી નાસ્તા કરો જેથી તમને દિવસ દરમિયાન એનર્જી જળવાઈ રહે.

જીવનશૈલી health tips