Blood Suger Control Tips: ડાયાબિટીસ સાયલન્ટ કિલર કહેવામાં આવે છે, કારણ કે ડાયાબિટીઝ એક એવી સમસ્યા છે જેનો શિકાર એક વાર કોઈ વ્યક્તિ બની જાય તો તેનાથી છુટકારો મેળવવો ખૂબ જ મુશ્કેલ બની જાય છે. બ્લડ સુગરની બીમારી થયા બાદ તમને આખી જિંદગી માટે છોડતી નથી. હાઈ બ્લડ સુગરથી આહાર અને જીવનશૈલીને ગંભીર અસર થાય છે. બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી અને ખરાબ આહાર જેવા કે જંક ફૂડ વગેરેનું સેવન બ્લડ સુગર હાઇ કરી શકે છે. શરીરમાં બ્લડ સુગરનું વધુ પ્રમાણ ઘણા લાંબા અને ગંભીર રોગોનું જોખમ વધારે છે.
બ્લડ સુગર થવાના કિસ્સામાં સ્વાદુપિંડ પુરતા પ્રમાણમાં ઇન્સ્યુલિન બનાવતું નથી, જેના કારણે બ્લડ સુગર લેવલ ઊંચું થવા લાગે છે. આવી સ્થિતિમાં, સુગર લેવલ નિયંત્રિત કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો કે, ડાયાબિટીસ દર્દી માટે કેટલાક ફળોનું સેવન કરવું ફાયદાકારક છે અને અમુક ફળોનું સેવન કરવું નુકસાનકારક હોઈ શકે છે. જેને દરેકે યોગ્ય રીતે ઓળખવાની જરૂર છે. તેવી જ રીતે બ્લડ સુગર લેવલ કન્ટ્રોલ કરવા માટે ફળો ખાવા જોઈએ અથવા ફળોનો રસ વધુ અસરકારક હોય છે.
ડાયેટિશિયન અને ડાયાબિટીસના શિક્ષક ડો.અર્ચના બત્રાના જણાવ્યા અનુસાર, બ્લડ સુગર લેવલમાં મોટી વધઘટને કારણે થાક, ચીડિયાપણું અને તૃષ્ણા જેવી ઘણી સમસ્યાઓ થાય છે, કેટલીકવાર તે ઇન્સ્યુલિન પ્રતિરોધકતા, ટાઇપ 2 ડાયાબિટીસ અને હૃદયરોગના જોખમમાં વધારો કરી શકે છે. ડો.અર્ચના બત્રાએ જણાવ્યું હતું કે ફળ અને ફળનો રસ એ નેચરલ સુગરનો શુદ્ધ સ્ત્રોત છે, જે સીધી રીતે બ્લડ સુગર લેવલને અસર કરે છે, પરંતુ તે શરીરને કેવી રીતે અસર કરે છે તે ફાઇબર અને પ્રક્રિયાના સ્વરૂપના આધારે નોંધપાત્ર રીતે બદલાઇ શકે છે.
ડાયેટિશિયનના જણાવ્યા અનુસાર સફરજન, જાંબુ, નારંગી અને જમરૂખના આખા ફળોમાં ફાઇબર, વિટામિન્સ, ખનિજો અને ઓક્સિડન્ટ્સ જેવા વિવિધ પોષક તત્વો હોય છે. ફળોમાં રહેલા ફાઇબર લોહી માંથી સુગરનું શોષણ ધીમું કરવામાં મદદ કરે છે, જે સુગર લેવલમાં તીવ્ર વધારો અટકાવે છે.
બ્લડ સુગર કન્ટ્રોલ કરવા આખા ફળો ખાવાના ફાયદા
ફળોના સેવનના ફાયદાઓ સમજાવતાં ડો.અર્ચના બત્રાએ જણાવ્યું હતું કે, તેનાથી ગ્લુકોઝનું શોષણ ધીમું પડે છે, આંતરડાના સ્વાસ્થ્યને ટેકો મળે છે અને તે વધુ પોષકતત્ત્વોથી ભરપૂર હોય છે. સંશોધન અનુસાર, જે લોકો સામાન્ય રીતે જાંબુ અને સફરજન જેવા આખા ફળો ખાય છે, ખાસ કરીને જેમનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે, તેમને ટાઇપ 2 ડાયાબિટીસ થવાનું જોખમ ઓછું હોય છે.
ફળોનો રસ
ડો.અર્ચના બત્રાના જણાવ્યા અનુસાર ફળોનો રસ 100 ટકા કુદરતી હોવા છતાં તેમાં આખા ફળોમાં જોવા મળતા ફાઇબર હોતા નથી. આ ફાઇબર બફર વગર ફળના રસમાં રહેલા નેચરલ સુગર ઝડપથી શોષાય છે અને તેનાથી બ્લડ સુગર લેવલ ઝડપથી વધે છે. જેમ મીઠી સોડા પીવાથી થાય છે. ફળોના રસમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઊંચો હોય છે, તેમાં કેલરીનું પ્રમાણ વધારે હોય છે, સુગર ઝડપથી શોષાય છે અને ઇન્સ્યુલિનમાં વધારો થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત ફળોના રસમાં ઘણા મહત્વના પોષકતત્વો હોતા નથી.
ડાયાબિટીસ દર્દી માટે ફળ કે ફળનો રસ શું વધુ ફાયદાકારક છે?
ડાયેટિશિયનના મતે ફળોના રસને બદલે આખા ફળ ખાવા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. જે લોકો બ્લડ સુગર લેવલ કન્ટ્રોલ કરવા માગે છે અને ઊર્જા જાળવી રાખવા માગે છે, તેમના માટે આખા ફળ શ્રેષ્ઠ વિકલ્પ છે. ફ્રૂટ જ્યુસનું સેવન ક્યારેક ક્યારેક કરી શકાય છે, ખાસ કરીને ઓછી માત્રામાં અથવા પ્રોટીન અથવા ફેટ સાથે, પરંતુ તે દૈનિક આહારના ભાગ રૂપે આખા ફળોની અવેજીમાં બદલવા જોઈએ નહીં.





