Fruits : ફળ શા માટે દરરોજ ખાવા જોઈએ? સદગુરુએ જણાવ્યા ફાયદા

Fruits : ફળો (Fruits) એ પાચન માટે સૌથી અસરકારક ખોરાક છે, ફળો (Fruits) તમારા શરીરને ઘણા સ્વાસ્થ્ય લાભ (Health Benefits) આપી શકે છે. સદગુરુએ આ ફાયદા જણાવ્યા.

Fruits : ફળો (Fruits) એ પાચન માટે સૌથી અસરકારક ખોરાક છે, ફળો (Fruits) તમારા શરીરને ઘણા સ્વાસ્થ્ય લાભ (Health Benefits) આપી શકે છે. સદગુરુએ આ ફાયદા જણાવ્યા.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
Fruits benefits Sadhguru diet health tips gujarati news

Fruits benefits Sadhguru diet health tips : ફળના ફાયદા સદગુરુ ડાયટ હેલ્થ ટિપ્સ (Image : Canva)

Fruits : ફળ (Fruits) ખાવા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. પરંતુ ઘણા લોકો તેમના આહાર (Diet) માં પૂરતા પ્રમાણમાં ફળ (Fruits) લેતા નથી. પરંતુ જો તમે તમારા હેલ્થ ગોલ્સને પૂર્ણ કરવા માંગતા હો, તો તમારા રોજિંદા ડાયટમાં ફળો લેવાથી અદ્ભુત લાભ થઈ શકે છે. સદગુરુ (Sadhguru) એમની યુટ્યુબ ચેનલ પર પોસ્ટ કરાયેલા 2021ના વિડિયોમાં, કહ્યું, "ફળો એ પાચન માટે સૌથી અસરકારક ખોરાક છે," શા માટે ફળોને આહારમાં સામેલ કરવા જોઈએ, "ફળો તમારા શરીરને અદ્ભુત લાભ આપી શકે છે. ફળો (Fruits) નું સેવન કરનાર વ્યક્તિ ખૂબ જ મહેનતુ અને સક્રિય બની શકે છે અને તમારું મગજ વધુ સારી રીતે કામ કરે છે. ફળ એ સૌથી વધુ સુપાચ્ય ખોરાક છે." અહીં જાણો, શા માટે ડાયટ (Diet) માં ફળો લેવા જરૂરી છે, એક્સપર્ટે કહ્યું..

Advertisment
Fruits benefits Sadhguru diet health tips gujarati news
Fruits benefits Sadhguru diet health tips : ફળના ફાયદા સદગુરુ ડાયટ હેલ્થ ટિપ્સ (Image : Canva)

સદગુરુએ જણાવ્યા ફાયદા

ફળ કમ્ફર્ટ ફૂડ છે સાથે પોષણની જરૂરિયાતો પણ પૂરી કરે છે. રોગપ્રતિકારક શક્તિ વધારવાથી લઈને હૃદયના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા સુધી, એકંદર આરોગ્ય સુખાકારીમાં મોટો ફાળો આપે છે. ફળો આવશ્યક વિટામિન્સ અને ખનિજોથી સમૃદ્ધ છે. તે વિટામિન સી, પોટેશિયમ, ફાઇબર અને એન્ટીઑકિસડન્ટોથી સમૃદ્ધ છે જે તમારી રોગપ્રતિકારક શક્તિને નોંધપાત્ર રીતે પ્રોત્સાહન આપે છે. આ રોગપ્રતિકારક શક્તિ આપણને ચેપ અને રોગો સામે લડવામાં મદદ કરે છે.

આ પણ વાંચો: Cloves : બળતરા વિરોધી ગુણધર્મ ધરાવતા લવિંગ આટલા ગુણકારી!

ડાયેટિશિયન અને પ્રમાણિત ડાયાબિટીસ એજ્યુકેટર ડૉ. અર્ચના બત્રાએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, "રોજ વિવિધ પ્રકારના ફળ ખાવાથી સારા સ્વાસ્થ્યમાં સુધાર થઇ શકે છે." ફળોમાં જોવા મળતી નેચરલ શર્કરા પ્રોસેસ્ડ સ્વીટનો હેલ્થી ઓપ્શન છે, જે રક્તમાં શર્કરાના સ્તરને સ્થિર રાખે છે. ડૉ. બત્રાના જણાવ્યા મુજબ, ફળોમાં ફાઇબરનું પ્રમાણ પાચનમાં મદદ કરે છે, આંતરડાના સ્વાસ્થ્યને સુધારે છે અને કબજિયાત અટકાવે છે. "

Advertisment

આ પણ વાંચો: Health Tips : આ 5 આદતો તણાવ ઘટાડવામાં થશે મદદગાર

ડૉ બત્રાએ સમજાવ્યું કે, "અભ્યાસ અનુસાર, ફળોથી ભરપૂર ડાયટ હૃદય રોગ, સ્ટ્રોક અને કેટલાક કેન્સર જેવી સમસ્યાનું જોખમ ઘટાડે છે.''ફળોના રંગ ફાયટોકેમિકલ્સની હાજરી સૂચવે છે. ફાયટોકેમિકલ્સ એવા સંયોજનો છે જે રોગ સામે લડવાના ગુણધર્મો ધરાવે છે. ડૉ. "આ ફાયટોકેમિકલ્સમાં બળતરા વિરોધી અને એન્ટીઑકિસડન્ટ અસરો હોય છે, જે હાનિકારક ફ્રી રેડિકલને કારણે થતા નુકસાનથી કોષોનું રક્ષણ કરે છે.''

ફળ સંતુલિત આહારનું આવશ્યક ઘટક છે. તેની પોષક સમૃદ્ધિ, રોગ સામે લડવાની ક્ષમતાઓ સાથે એકંદર આરોગ્ય અને સુખાકારીને પ્રોત્સાહન આપવાના તેમના મહત્વને રેખાંકિત કરે છે. તેથી, જ્યારે તમને નાસ્તાની ઈચ્છા થાય, ત્યારે તમારા સ્વાસ્થ્ય પર તેની ગંભીર અસરને યાદ રાખો અને તમારા આહારમાં ફળોનો સમાવેશ કરો.

ગુજરાતી ન્યૂઝ જીવનશૈલી ટ્રેન્ડિંગ ન્યૂઝ health tips