Salman Khan : ગદર 3ની સક્સેસ પાર્ટીમાં સલમાન ખાને પહેરી સોનાની ઘડિયાળ, કિંમત સાંભળી ચોંકી જશો

Salman Khan Gold Watch : બોલીવુડ એક્ટર સની દેઓલ અને અમિષા પટેલની ફિલ્મ ગદર 2ની સક્સેસ પાર્ટીમાં સલમાન ખાને પહેરેલી સોનાની ઘડિયાળની ચારે બાજુ ચર્ચા થઇ રહી છે. એક ફ્લેટ ખરીદી શકાય તેટલી આ ઘડિયાળની કિંમત છે

Salman Khan Gold Watch : બોલીવુડ એક્ટર સની દેઓલ અને અમિષા પટેલની ફિલ્મ ગદર 2ની સક્સેસ પાર્ટીમાં સલમાન ખાને પહેરેલી સોનાની ઘડિયાળની ચારે બાજુ ચર્ચા થઇ રહી છે. એક ફ્લેટ ખરીદી શકાય તેટલી આ ઘડિયાળની કિંમત છે

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Salman Khan | Salman Khan Gold Watch | Salman Khan rolex Gold Watch price | Gadar 2 success party | Salman Khan In gadar 2 success party

ગદર 2 ફિલ્મની સક્સેસ પાર્ટીમાં સલમાન ખાને ગોલ્ડ વોચ પહેરી. (Express Photo)

Salman Khan Wear Gold Watch in Gadar 2 Movie Success Party : બોલિવૂડ એક્ટર સની દેઓલની ફિલ્મ ગદર 2 એ 23 દિવસમાં બોક્સ ઓફિસ પર 493.65 કરોડની કમાણી કરી લીધી છે અને તે 500 કરોડની ક્લબમાં સામેલ થવા માટે તૈયાર છે. દુનિયાભરમાં આ ફિલ્મે 640 કરોડનો બિઝનેસ કર્યો છે. આવી સ્થિતિમાં, ફિલ્મની સક્સેસ પાર્ટી યોજવામાં આવી હતી, જેમાં ઘણા બોલિવૂડ સેલેબ્સે ભાગ લીધો હતો. આ યાદીમાં સલમાન ખાનનું નામ પણ સામેલ છે. ગદર 2 ફિલ્મની સક્સેસ પાર્ટીમાં સલમાનખાને પહેરેલી ઘડિયાળે સોનું ધ્યાન ખેંચ્યુ છે. સલમાન ખાને ગોલ્ડ વોચ પહેરી હતી, જેની કિંમત કરોડો રૂપિયા છે.

Advertisment

સોશિયલ મીડિયામાં સલમાન ખાનનો ઘડિયાળ પહેરેલો ફોટો વાયરલ થયો છે. જેમાં ભાઇજાન સલ્લુ એ બ્લેક શર્ટ અને બ્લુ જીન્સ અને હાથમાં ગોલ્ડ વોચ પહેરી છે. સલમાન ખાનનો આ ફોટો ચાહકોને બહુ જ ગમ્યો છે. સલમાન તેના કેઝ્યુઅલ લુકની સાથે સાથે તેની ઘડિયાળ માટે પણ ચર્ચામાં છે. તેણે પાર્ટી માટે સોનાની ઘડિયાળ પહેરી હતી. ઘડિયાળ એટલી મોંઘી છે કે, એક સામાન્ય માણસ પોતાના સપનાનું ઘર ખરીદી શકે છે.

સલમાન ખાનની ઘડિયાળની કિંમત લાખો રૂપિયા

સલમાન ખાને પહેરેલી સોનાની ઘડિયાળની વાત કરીએ તો તેણે વો કંપની રોલેક્સની ઘડિયાળ પહેરી છે, જેનું મોડલ YACHT છે. તે 'બિગ બોસ'ની સીઝન 16માં પહેરીને પહેલીવાર ચર્ચામાં આવ્યો હતો. આ ઘડિયાળ વિશે વાત કરીએ તો એવું કહેવાય છે કે આ ઘડિયાળ 18 કેરેટ સોનામાંથી બનેલી છે. ભારતીય ઘડિયાળના જાણકાર અનુસાર તેની કિંમત 28 લાખ 90 હજાર હોવાનું કહેવાય છે અને બજાર કિંમત લગભગ 35 લાખ રૂપિયા છે. આમ સલમાન ખાને પહેરેલી ઘડિયાળની કિંમત એટલી મોટી છે કે એક સામાન્ય માણસ તેના સપનાનું ઘર ખરીદી શકે છે.

https://www.instagram.com/p/Cws9AnlSpNZ/

આ પણ વાંચો | પ્રેક્ષકો માટે મનોરંજનનો તહેવાર! આ 11 ફિલ્મો સપ્ટેમ્બર મહિનામાં રિલીઝ થશે

Advertisment

ટાઈગર 3 ફિલ્મનું પોસ્ટર રિલીઝ

જો સલમાન ખાનના વર્કફ્રન્ટની વાત કરીએ તો હાલના દિવસોમાં તે 'ટાઈગર 3'ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્ સાથે તે 6 વર્ષ બાદ અભિનેત્રી કેટરિના કૈફ સાથે સ્ક્રીન શેર કરતો જોવા મળશે. ફિલ્મમાં બંને સ્ટાર્સનો ફર્સ્ટ લુક શેર કરવામાં આવ્યો છે. તે દિવાળી 2023ના તહેવારમાં રિલીઝ થશે. કેટરીના અને સલમાનની જોડી છેલ્લે 2017માં રિલીઝ થયેલી ફિલ્મ 'ટાઈગર ઝિંદા હૈ'માં ઓન-સ્ક્રીન જોવા મળી હતી.

સલમાન ખાન ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ