Sugar Free Gajar ka Halwa Recipe In Gujarati : ગાજર હલવો સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. લગ્ન પ્રસંગો અને ઘરે શિયાળામાં ગાજર હલવો બહુ ખાવામાં આવે છે. ઘી અને ડ્રાયફૂટ્સ માંથી બનેતો ગાજર હલવો શરીરના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. ગાજરનો હલવો બનાવવામાં બહુ સમય અને મહેતન લાગે છે, આથી ઘણા લોકો બજારનો હલવો ખાઇ લેતા હોય છે. જો કે બજારના ગાજરના હલવામાં ખાંડ હોય છે, જે આરોગ્ય માટે હાનિકારક માનવામાં આવે છે. અહીં ખાંડ કે ગોળ વગર શુગર ફ્રી ગાજર હલવો બનાવવાની રેસીપી આપી છે. શુગર ફ્રી ગાજર હલવો ડાયાબિટીસ દર્દી પણ બ્લડ શુગર લેવલ વધવાની ચિંતા કર્યા વગર ખાઇ શકે છે.
શુગર ફ્રી ગાજર હલવો બનાવવા માટે સામગ્રી
ગાજર : 10 થી 12 નંગદૂધ / દૂધનો મોળો માવો : 250 ગ્રામકાજુ બદામ દ્રાક્ષના ટુકડા : 1 વાટકીએલચી પાઉડર : 1 – 2 ચમચીખજૂર : 10 નંગ
Gajar ka Halwa Recipe Without Sugar : શુગર ફ્રી ગાજર હલવો બનાવવાની રીત
ખજૂર પાણીમાં પલાળો
શુગર ફ્રી ગાજર હલવો બનાવવા માટે ખજૂર માંથી ઠળિયા કાંઢી નાંધો. પછી એક વાટકીમાં પાણી નાંખી ખૂજરને 30 મિનિટ સુધી પલાળી રાખો. પાણીમાં પલાળવાથી ખજૂર નરમ થાય છે, જેનાથી તે ઝડપથી ઓગળી જાય છે.
ગાજરની છીણ બનાવો
ગાજરને પાણીમાં સારી રીતે ધોઇને કાપડ વડે સ્વચ્છ કરી દો. ચાકુ વડે ગાજરની ઉપરની છાલ અને રેશા કાઢો. હવે એક ખમણી ઉપર ગાજરને ખમણી લો. ગાજર બારીક હશે તો ઝડપથી હલવો બની જસે.
ગાજરની છીણ પકવવો
ગેસ ચાલુ કરી એક કઢાઇમાં છીણેલા ગાજર નાંખી, તેને મધ્યમ તાપે પકવો. દર 2 – 3 મિનિટે ગાજરની છીણને હલાવતા રહો. ગાજર નરમ અને બધુ પાણી શોષાય નહીં ત્યાં સુધી પકવો.
દૂધ કે મોળો માવો ઉમેરો
ગાજરનું બધુ પાણી શોષાઇ જાય પછી તેમા દૂધ કે માળો માવો અને પાણીમાં પલાળેલી ખજૂર ઉમેરો. જો ગાજર બધું દૂધ શોષી લે ત્યાં સુધી પકવો. માવો ઉમેરવાથી હલવો ઝડપથી બની જાય છે.
ડ્રાયફૂટ્સ અને એલચી પાઉડર ઉમેરો
ગાજરના હલવામાં દૂધ શોધાઇ જાય અને ખજૂર ઓગળીને સારી રીતે મિક્સ થયા બાદ તેમા ડ્રાયફ્રૂટ્સના ટુકડા અને એલચી પાઉડર ઉમેરો. બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરો. આ દરમિયાન હલવાને સતત હલાવતો રહો જેથી દાઝી ન જાય.
આ પણ વાંચો | શિયાળા માટે શક્તિવર્ધક આમળા લાડુ, દુર્બળ શરીરને બનાવશે બળવાન
ડાયાબિટીસ દર્દી માટે ગાજર હલવો તૈયાર
આ રીતે ખાંડ કે ગોળ વગર શુગર ફ્રી ગાજર હલવો બનાવી શકાય છે. આ રીતે ઘરે બનેલો ટેસ્ટી ગાજર હલવો 3 દિવસ સુધી ફ્રેશ રહે છે. તો શિયાળામાં ગાજર હલવો ઘરે જરૂર બનાવો.





