ઘી અને દૂધ વગર ગાજરનો હલવો કેવી રીતે બનાવવો? નોંધી લો રેસીપી

Gajar Ka Halwa Recipe : અહીં ગાજરના હલવાની એવી રેસીપી લાવ્યા છીએ જે ઘી અને દૂધ વગર આરામથી બનાવી શકાય છે. ભલે તમને વિશ્વાસ ના થયા પણ આ બની શકે છે. તમે ખૂબ જ સ્વાદિષ્ટ અને સરળ રીતે ગાજરનો હલવો બનાવી શકો છો

Written by Ashish Goyal
December 10, 2024 21:05 IST
ઘી અને દૂધ વગર ગાજરનો હલવો કેવી રીતે બનાવવો? નોંધી લો રેસીપી
Gajar ka halwa recipe : વિન્ટર ડેઝર્ટ એટલે કે ગાજરનો હલવો

Gajar Ka Halwa Recipe : વિન્ટર ડેઝર્ટ એટલે કે ગાજરનો હલવો. પરંતુ આ હલવો બનાવવો સહેલો નથી. જોકે અમે અહીં ગાજરના હલવાની એવી રેસીપી લાવ્યા છીએ જે ઘી અને દૂધ વગર આરામથી બનાવી શકાય છે. ભલે તમને વિશ્વાસ ના થયા પણ આ બની શકે છે. તમે ખૂબ જ સ્વાદિષ્ટ અને સરળ રીતે ગાજરનો હલવો બનાવી શકો છો. તો આવો જાણીએ ગાજરનો હલવો કેવી રીતે બનાવાય, શું છે તેની રેસીપી અને કેવી રીતે બનાવાય.

ઘી અને દૂધ વગર ગાજરનો હલવો કેવી રીતે બનાવવો

સામગ્રી

  • ગાજર
  • બદામ
  • સુકું નાળિયેર
  • ખાંડ
  • થોડું બટર
  • કાજુ
  • એલાયચી

ગાજરનો હલવો બનાવવાની રીત

  • સૌથી પહેલા તમારે ગાજર, બદામ, સુકું નારિયેળ, કાજુ અને થોડી ખાંડ નાખીને બધાની કુકરમાં એક સીટી વગાડવી પડશે.
  • સૂકા નાળિયેર અને ગાજરને કાપીને કુકરમાં ઉમેરો જેથી આસાનીથી પકાઇ જાય.
  • આ પછી તે બધાને પીસીને રાખો
  • હવે એક કડાઇ લો અને તેમાં થોડું બટર અને ખાંડ ઉમેરો.
  • અડધો કપ પાણી નાખો અને પછી તમે જે વસ્તુઓ પીસીને રાખી છે તે ઉમેરો.
  • હવે દરેક વસ્તુને સારી રીતે મિક્સ કરીને પકાવો.
  • જ્યારે હલવો સુકાવવા લાગે એટલે તેમાં એલાઇચી ઉમેરો.
  • દરેક વસ્તુને સારી રીતે મિક્સ કરીને ઠંડો થવા દો.
  • હવે તમારું ગાજરનો હલવો તૈયાર થઇ ગયો.

આ પણ વાંચો – શિયાળામાં આમળા-ગોળની ખાટી અને મીઠી ચટણી બનાવો

ખાંડની જગ્યાએ ખજૂરનો ઉપયોગ કરી શકો છો

ગાજરનો હલવો બનાવવા માટે તમે ખાંડને બદલે ખજૂરનો ઉપયોગ કરી શકો છો. તો તમે કાજુ અને ખજૂરને ઝીણી રીતે પીસી લો. પછી એક કડાઇ લો અને તેમાં બટર ઉમેરીને અને બાકીની વસ્તુઓ ઉમેરો. પછી આરામથી રાંધો.

આ હલવામાં ઘી અને દૂધનું સ્થાન કોણે લીધું?

આ હલવામાં ઘીને બદલે બદામ અને સૂકા નારિયેળનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં કુદરતી તેલ હોય છે. જ્યારે તમે રાંધો છો ત્યારે તેમાંથી તેલ આપોઆપ નીકળવાનું શરૂ થાય છે. આ સાથે જ્યારે ગાજર શેકવામાં આવે છે, ત્યારે તેનો સ્વાદ સારો આવે છે. આ પછી દૂધની વાત કરીએ તો કાજુ દૂધનું કામ કરે છે અને તેને ઘટ્ટ બનાવે છે અને હલવાના સ્વાદ સુધારે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ