/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/Zarwani-Waterfall.jpg)
ઝરવાણી ધોધ (Photo - narmada.nic.in)
Famous River And Waterfall Near Ahmedabad Gajarat : ગુજરાતના ધોધ વોટર પાર્ક કરતાં રમણીય અને સુંદર છે. ચોમાસામાં સૌદર્યથી ખીલી ઉઠતા આ ધોધ ઉનાળામાં પણ ગરમીથી રાહત આપનારા છે. ઉનાળાની ગરમીમાં ઠંડક મેળવવા મોટાભાગના લોકો વોટર પાર્કમાં જાય છે. વોટર પાર્કની એન્ટ્રી ફી અને વિવિધ રાઇડ્સના ચાર્જ દરેક વ્યક્તિને પોસાતા નથી. જો તમે પણ ઓછા ખર્ચમાં વોટર પાર્ક જેવી મજા માણવા માંગો છો તો આ અહેવાલ તમારા માટે જ છે. અમદાવાદથી નજીક આવેલા નેચરલ વોટર પાર્ક સમાન પ્રખ્યાત ધોધ અને નદી કિનાર વિશે જાણકારી આપવામાં આવી છે. આ સ્થળ વિકેન્ડ ટુર પ્લાન કે વન-ડે પિકનિક માટે ઉત્તમ સ્થળ છે. આ સ્થળો પર પહાડ, વન-જંગલ, નદી - ધંધોનું કુદરતી સૌંદર્ય માણવા મળશે.
ગળતેશ્વર (Galteshwar)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/galteshwar.jpg)
ગુજરાતના ખેડા જિલ્લામાં ડાકોર થી 12 કિમીના અંતરે ગળેશ્વર આવેલું છે. ગળેશ્વર મદી નદી અને ગળતી નદીનું ત્રિવેણી સંગમ છે. ગળતી નદી પરથી આ સ્થળનું નામ ગળતેશ્વર પડ્યું છે. ઉનાળામાં પણ ગળેશ્વરમાં ભરપુર પાણી હોય છે. ઉનાળાની ગરમીમાં નદીમાં નાહવાની કંઇક અલગ જ મજા હોય છે. ગળેશ્વરમાં નદી કિનારે 12મી સદીનું પ્રાચિન શિવ મંદિર છે. આ મંદિરની સુંદર કોતરણી પ્રવાસીઓ આશ્ચર્ય પામે છે. (Photo - @SPKheda)
ઝાંઝરી ધોધ (zanzari waterfall)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/zanzari-waterfall.jpg)
ગુજરાતના અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ડાભા ગામ નજીક વાત્રક નદી પર ઝાંઝરી ધોધ આવેલો છે. ઝાંઝરી પ્રખ્યાત ધાર્મિક અને પ્રવાસન સ્થળ છે. બાયડથી લગભગ 12 કિમી દૂર આવેલું ઝાંઝડ એક રમણીય સ્થળ છે. અહીં વાત્રક નદીનું પાણી પર્વત પરથી ધોધ સ્વરૂપ પડે છે, જે પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર છે. અહીં ગંગામાતનું મંદિર આવેલુ છે જ્યાં ભૂતકાળમાં એક ઝરણું 24 કલાક ભગવાન શંકરનું અભિષેક કરતુ હતું. (Photo - arvalli.nic.in)
ચાણોદ (Chanod)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/Chandod-Karnali-Triveni-Sangam.jpg)
ચાણોદ વડોદરામાં નદી કિનારે આવેલું એક પવિત્ર યાત્રા ધામ છે. વડોદારના ડબોઇ તાલુકામાં આવેલ ચાણોંદ ને ચાંદોડ પણ કહેવાય છે. અહીં નર્મદા અને ઓરસંગ નદીનો ત્રિવેણી સંગમ હોવાથી ચાણોંદનું ધાર્મિક મહત્વ ઘણું છે. ચાણોદ ની સામે પાર રાજપીપળા બાજુના નદી કિનારે નાહવાની પ્રવાસીઓને બહુ મજા પડે છે. પ્રવાસીઓ હોડીમાં બેસી બોટિંગની મજા માણે છે. ચાણોંદ નજીક નદી કિનારે કુબેર ભંડારી મંદિર, કપિલેશ્વર મહાદેવ, શેષાસીનારાયણ મંદિર, પિંગલેશ્વર મહાદેવ, કાશી વિશ્વનાથ મહાદેવ સહિત ઘણા પ્રસિદ્ધ મંદિરો આવેલા છે. ચાણોંદમાં સોમવતી અમાસ પર સ્નાન કરવાનું ખાસ મહાત્મ્ય છે. આ નજીકમાં પર પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ પોઇચા પણ આવેલું છે. અમદાવાદથી ચાણોંદ લગભગ 165 કિમી અને વડોદરાથી 55 કિમી દૂર છે. (Photo - Social Media)
કબીરવડ - Kabirvad
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/kabir-vad.jpg)
કબીરવડ ભરૂચમાં નર્મદા નદી કિનારે આવેલું એક સુંદર ધાર્મિક પ્રવાસન સ્થળ છે. નર્મદા નદીની વચ્ચે આવેલા ટાપુ પર કબીરવડે છે. શુક્તતીર્થ શિવ મંદિરથી હોડીમાં બેસીને કબીરવડ જઇ શકાય છે. કબીરવડનો ઘેરાવો જોઇ મુલાકાતીઓ આશ્ચર્યચકિત થઇ જાય છે. અહીં સત કબીરનું મંદિર પણ દર્શનીય સ્થળ છે. (Photo - Social Media)
ઝરવાણી ધોધ (Zarwani Waterfall)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/zanzari-waterfall-1.jpg)
ઝરવાણી ધોધ નર્મદા જિલ્લામાં આવેલું પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ છે. નર્મદા ડેમ સાઇટ પર રાજપીપળા થી કેવડિયા કોલોની તરફ 28 કિમીના અંતરે ઝરવામી ધોધ છે. ઝરવાણી ધોધ શુલપાણેશ્વર અભ્યારણની અંદર આવેલું છે. આથી પ્રવાસીઓને અહીં સુંદર કુદરતી નજારો માણવાનો મોકો મળે છ. (Photo - narmada.nic.in)
આ પણ વાંચો | ઉત્તર ગુજરાતનું એક માત્ર હિલ સ્ટેશન, અમદાવાદથી માત્ર બે કલાકના અંતરે, ઓછા બજેટમાં ભરપૂર મજા
નિનોઈ ધોધ (Ninai Waterfall)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/ninai-waterfall.jpg)
નીનાઇ ધોધ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં આવેલું એક સુંદર ઝરણુ છે. અહીં નિનાઈ નદી 30 ફૂટ ઉંચાઇથી નીચે પડે છે. નીનાય ધોધ દેડીયાપાડાથી લગભગ 35 કિમી અને સુરતથી આશરે 143 કિમી દૂર છે. નિનાઈ ધોધ ડેડિયાપાડાના શૂલપાણેશ્વર વન્યજીવન અભયારણ્યમાં આવેલું હોવાથી પ્રકૃત્તિ પ્રેમીઓને અહીં મજા પડે છે. અહીંથી સરદાર સરોવર ડેમ કે સ્ટેચ્યુ ઓફ યુનિટના પ્રવાસ પર જઇ શકાય છે. (Photo - narmada.nic.in)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us