Gandhi Jayanti 2023 : ગાંધી જયંતિ પર જાણો બાપુનો રસપ્રદ ઇતિહાસ અને મહત્વ વિષે

Gandhi Jayanti 2023 :ગાંધીજી 1921 માં,ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા બન્યા હતા. ટૂંક સમયમાં, તેમણે અહિંસા દ્વારા ભારતીય કામદારો માટે 'સ્વરાજ' અથવા સ્વ-શાસન પ્રાપ્ત કરવા માટે અનેક ઝુંબેશનું નેતૃત્વ કર્યું હતું.

Gandhi Jayanti 2023 :ગાંધીજી 1921 માં,ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા બન્યા હતા. ટૂંક સમયમાં, તેમણે અહિંસા દ્વારા ભારતીય કામદારો માટે 'સ્વરાજ' અથવા સ્વ-શાસન પ્રાપ્ત કરવા માટે અનેક ઝુંબેશનું નેતૃત્વ કર્યું હતું.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
Gandhi Jayanti 2023 : (Express File Photo)

ગાંધી જયંતિ 2023 : (એક્સપ્રેસ ફાઇલ ફોટો)

Gandhi Jayanti 2023 : 'રાષ્ટ્રપિતા' મહાત્મા ગાંધીની જન્મજયંતિની યાદમાં દર વર્ષે 2 ઓક્ટોબરએ ગાંધી જયંતિ તરીકે મનાવવામાં આવે છે. સ્વાતંત્ર્ય સેનાનીનો જન્મ 2 ઓક્ટોબર, 1869ના રોજ થયો હતો. આ વર્ષે 154મી જન્મજયંતિ હશે. ગુજરાતના પોરબંદરમાં મોહનદાસ કરમચંદ ગાંધી તરીકે જન્મેલા, ગાંધીએ અન્ય પ્રખ્યાત નેતાઓ સાથે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ કર્યું હતું.

Advertisment

ગાંધીજીના આદર માટે 2જી ઓક્ટોબરના દિવસને રાષ્ટ્રીય રજા તરીકે મનાવવામાં આવે છે અને શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી સંસ્થાઓમાં પણ પ્રાર્થના સેવાઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે વિવિધ કાર્યક્રમો સાથે ઉજવવામાં આવે છે.

આ પણ વાંચો: Gandhi Jayanti 2023 : ભગતસિંહ માટે મહાત્મા ગાંધી લોર્ડ ઈરવિનને મળ્યા હતા, જાણો બાપુએ શું કહ્યું હતું

નોંધનીય છે કે, આ દિવસે, રાજકીય નેતાઓ નવી દિલ્હીમાં મહાત્મા ગાંધીની સમાધિ રાજઘાટ પર શ્રદ્ધાંજલિ આપે છે . તેમના મનપસંદ ગીતો, 'રઘુપતિ રાઘવ' અને 'વૈષ્ણવ જન તો તેને કહીયે' પણ આ પ્રસંગે નેતાને શ્રદ્ધાંજલિ રૂપે વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવે છે.

Advertisment

તેમના સન્માનમાં, સંયુક્ત રાષ્ટ્રએ 15 જૂન, 2007ના રોજ આ દિવસને 'આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ' તરીકે જાહેર કર્યો હતો.

પ્રેમથી બાપુજી તરીકે ઓળખાતા, ગાંધીજીએ લંડનમાંથી સ્નાતકનું શિક્ષણ પૂર્ણ કર્યું અને કાયદાની પ્રેક્ટિસ કરવા માટે દક્ષિણ આફ્રિકા ગયા જ્યાં તેમણે દક્ષિણ આફ્રિકામાં ઘણા ભારતીય ખેડૂતો સાથે દયનીય વર્તન જોયું હતું. ગાંધીએ આફ્રિકન અધિકારીઓ સામે અહિંસક સવિનય આજ્ઞાભંગ ચળવળનો અમલ કર્યોહતો. 1915માં તેઓ ભારત પાછા ફર્યા અને બ્રિટિશ સરકાર હેઠળ ભારતીય ખેડૂતો પર લાદવામાં આવેલા અતિશય કર બાબતોની સ્થિતિ જોઈ, તેમણે તેનો વિરોધ કરવાનું શરૂ કર્યું હતું.

આ પણ વાંચો: Today history આજનો ઇતિહાસ 2 ઓક્ટોબર : ગાંધી જ્યંતિને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે કેમ ઉજવાય છે?

1921 માં, ગાંધી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા બન્યા હતા. ટૂંક સમયમાં, તેમણે અહિંસા દ્વારા ભારતીય કામદારો માટે 'સ્વરાજ' અથવા સ્વ-શાસન પ્રાપ્ત કરવા માટે અનેક ઝુંબેશનું નેતૃત્વ કર્યું હતું.

તેમણે મીઠાના કરને સમાપ્ત કરવા માટે 400 કિલોમીટર લાંબી દાંડી માર્ચનું નેતૃત્વ કર્યું હતું. બાદમાં, 1942માં બ્રિટિશ શાસન સામે ભારત છોડો ચળવળ સાથે, અને સતત પ્રયત્નોના કારણે લોર્ડ માઉન્ટબેટનની વિભાજનની ઘોષણા સાથે ભારત એક સાર્વભૌમ રાષ્ટ્ર બન્યું હતું.30 જાન્યુઆરી, 1948ના રોજ ગાંધીજીની હત્યા નાથુરામ ગોડસે દ્વારા ગોળી મારી કરવામાં આવી હતી.

ગાંધીજીને માત્ર ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં જ નહીં પરંતુ તેમના અહિંસા અને સ્વરાજના સિદ્ધાંતો માટે તેમના યોગદાન માટે સમગ્ર વિશ્વમાં યાદ કરવામાં આવે છે. જ્યારે તેમણે ભારતીય બંધારણના મુસદ્દામાં સીધો ભાગ લીધો ન હતો જે એક લાંબી પ્રક્રિયા હતી, પરંતુ સામાજિક ન્યાય, વિકેન્દ્રીકરણ અને અહિંસા અંગેના તેમના મૂલ્યવાન દૃષ્ટિકોણ અને વિચારોનો બંધારણને વધુ સમાવેશી બનાવવા પર પ્રભાવ હતો.

રસપ્રદ વાત એ છે કે, 2 ઓક્ટોબર એ એક મહત્વપૂર્ણ દિવસ છે કારણ કે તે લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ પણ છે, જેઓ ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન હતા. તેમનો જન્મ 2 ઓક્ટોબર, 1904ના રોજ થયો હતો. શાસ્ત્રીએ ભારતના બીજા વડાપ્રધાન તરીકે સેવા આપી હતી અને 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ભારતનું નેતૃત્વ કરવામાં તેમની ભૂમિકા માટે જાણીતા છે.

બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ જીવનશૈલી ટ્રેન્ડિંગ ન્યૂઝ દેશ