/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/Modak-recipe.jpg)
ganesh chaturthi 2024 : ગણેશ ચતુર્થી આવી રહી છે અને આ તહેવાર પર મોદકનું પોતાનું આગવું મહત્વ છે.
No cooking modak recipe : ગણેશ ચતુર્થી આવી રહી છે અને આ તહેવાર પર મોદકનું પોતાનું આગવું મહત્વ છે. આ તહેવાર પર લોકો અનેક વસ્તુઓમાંથી મોદક બનાવે છે અને ભગવાન ગણપતિને અર્પિત કરે છે. પરંતુ મોટા ભાગના મોદક બનાવવા માટે તમારે ગેસ પર ઘણી વસ્તુઓ રાંધવી પડે છે અને પછી તેને બનાવવામાં સમય લાગે છે. પરંતુ આજે અમે એક રેસીપી લાવ્યા છીએ જેની મદદથી તમે ગેસની મદદ વગર મોદક બનાવી શકો છો. બસ આ માટે તમારે આ વસ્તુઓની જરૂર પડશે.
ગેસ સળગાવ્યા વગર કેવી રીતે બનાવશો મોદક
સામગ્રી
- 2 કપ કાજુ
- બદામ
- 1 કપ દળેલી ખાંડ
- દૂધ
- કિસમિસ
- પિસ્તા
- કેસર
- મોદક પાડવાનું બીબુ
આ પણ વાંચો - લસણ અને ડુંગળીની ચટણી બનાવશો તો ભૂલી જશો શાકભાજીનો સ્વાદ! એકવખત ટ્રાય કરો
મોદક કેવી રીતે બનાવશો
- મોદક બનાવવા માટે તમારે કાજુને પીસી લેવાના છે.
- આ પછી ખાંડને અલગથી પીસી લો.
- બદામ, પિસ્તા અને પછી કિસમિસને પીસી લો.
- હવે કાજુમાં ખાંડ ઉમેરો. થોડું દૂધ ઉમેરી તેને લોટની જેમ બનાવો.
- હવે બદામ, પિસ્તા અને પછી કિસમિસને સ્ટફિંગ માટે પીસીને રાખો.
- આ પછી મોદકનો મોલ્ડ લો અને તેમાં કાજુ નાખો. વચ્ચે ડ્રાયફ્રૂટ્સ ઉમેરો.
- હવે મોદકને બહાર કાઢી લો.
- ઉપર કેસર ઉમેરો. આ રીતે ભગવાન ગણપતિના મોદક તૈયાર થઇ જશે.
આ સિવાય તમે સૂકા નારિયેળને છીણી લો અને પછી તેને બાકીના ડ્રાયફ્રૂટ્સ સાથે મિક્સ કરીને પણ ભરી શકો છો. તેનાથી તેનો સ્વાદ વધે છે. આ સિવાય ચોકલેટ મોદક અને તમામ પ્રકારના મોદક પણ તમે આ જ રીતે બનાવી શકો છો. જેમ કે નારિયેળ મોદક કે માવા મોદક. તો આ રીતે તમે મોદક બનાવીને ગણપતિ દાદાને અર્પણ કરી શકો છો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us