Ganesh Chaturthi 2024 : ગણેશ ચતુર્થી પર પૌંઆ અને ગોળથી બને આ પ્રસાદ! જાણો સાઉથની ફેમસ રેસીપી

Ganesh Chaturthi 2024 : ગણેશ ચતુર્થી આ વખતે 7 સપ્ટેમ્બરને શનિવારના રોજ ઉજવવામાં આવશે. આવો જાણીએ કેવી રીતે બનાવાય ગણેશ ચતુર્થી પર આ ખાસ પ્રસાદ

Ganesh Chaturthi 2024 : ગણેશ ચતુર્થી આ વખતે 7 સપ્ટેમ્બરને શનિવારના રોજ ઉજવવામાં આવશે. આવો જાણીએ કેવી રીતે બનાવાય ગણેશ ચતુર્થી પર આ ખાસ પ્રસાદ

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Poha Prasadam Gujarati Recipe, Poha Prasadam

ગણેશ ચતુર્થી આ વખતે 7 સપ્ટેમ્બરે ઉજવવામાં આવશે (તસવીર - ફ્રીપિક અને ઇન્સ્ટા)

Ganesh Chaturthi 2024 Poha Prasadam Gujarati Recipe : ગણેશ ચતુર્થી આ વખતે 7 સપ્ટેમ્બર એટલે કે કાલે ઉજવવામાં આવશે. આ દિવસ ખૂબ જ ખાસ છે અને લોકો અનેક પ્રકારની વસ્તુઓ બનાવીને ખાય છે. ભગવાન ગણેશને સૌ પહેલા તો મોદક ખૂબ પસંદ છે. આ સિવાય તેમને ગોળથી બનેલી વસ્તુઓ પણ ચઢાવવામાં આવે છે. આવી સ્થિતિમાં એક ખાસ વસ્તુ પોહા પ્રસાદમ છે જે દક્ષિણમાં ખૂબ બનાવવામાં આવે છે અને ખાવામાં આવે છે. તે ડ્રાય હોય છે પણ એકદમ સ્વાદિષ્ટ છે. તો આવો જાણીએ કેવી રીતે બનાવાય ગણેશ ચતુર્થી પર આ ખાસ પ્રસાદ.

Advertisment

પૌંઆ પ્રસાદમ રેસીપી કેવી રીતે બનાવવી

સામગ્રી

  • પૌંઆ
  • ગોળ
  • એલાયચી
  • ઘી
  • સૂકું નાળિયેર
  • કિસમિસ

પૌઆ પ્રસાદમ બનાવવાની રીત

  • પૌંઆ પ્રસાદમ બનાવવા માટે સૌ પ્રથમ એક કઢાઇમાં ઘી નાખી પૌંઆને હળવા હાથે શેકી લો.
  • આ પછી તમારે તે જ કડાઇમાં કાજુ બદામ, સૂકા નાળિયેર જે ખમણેલું છે અને કિસમિસને શેકીને બહાર કાઢો.
  • આ પછી કડાઇમાં થોડું ઘી નાખો, ગોળ નાખો અને પછી પાણી ઉમેરો.
  • બે તારવાળી ગોળની ચાસણી તૈયાર કરો.
  • તમે એક મોટી પ્લેટ લઈને તેમાં પૌંઆ નાખો
  • તેમાં બધા ડ્રાયફ્રૂટ્સ એડ કરો.
  • ત્યારબાદ ગોળની આ ચાસણીને મિક્સ કરો અને પછી દરેક વસ્તુને સારી રીતે મિક્સ કરીને એક કલરમાં લાવો.
  • હવે આ પ્રસાદનો ગણેશજીને ભોગ લગાવો અને સર્વ કરો.

આ પણ વાંચો - ગેસ સળગાવ્યા વગર મોદક કેવી રીતે બનાવવા?

આ સિવાય ગણેશ ચતુર્થી પર મોદક બનાવીને પણ તમે ભગવાન ગણેશને ભોગ ધરાવી શકો છો. આ ગણેશ ચતુર્થીમાં તમે અનેક અલગ અલગ મોદકની વાનગીઓ પણ ટ્રાય કરી શકો છો. આ સિવાય આ અવસર પર લોકો સોજીની મીઠાઈ અને પછી બૂંદી મિઠાઈ બનાવીને ભગવાનને અર્પિત કરે છે.

રેસીપી ગણેશ ચતુર્થી તહેવાર જીવનશૈલી