Garlic | લસણ (Garlic) નો ઉપયોગ રસોઈમાં બનાવામાં કરીયે છીએ, તેનું સેવન ખરેખર અસંખ્ય સ્વાસ્થ્ય ફાયદા ધરાવે છે જેનો ઉપયોગ આપણા દાદીમા સદીઓથી કરી રહ્યા છે, અને હવે તો ડાયેટિશિયનો પણ તેની પ્રશંસા કરી રહ્યા છે, કાચું લસણ (raw garlic) સવારે ખાલી પેટે ખાવું એ તમારા સ્વાસ્થ્ય માટે વરદાન છે. અહીં જાણો ડાયેટિશિયનો પાસેથી તેના અદ્ભુત ફાયદાઓ અને ખાવાની સાચી રીત
કાચું લસણ ખાવાના ફાયદા
લસણ ફક્ત ખોરાકનો સ્વાદ જ નથી વધારતું, પરંતુ તેમાં ઘણા ઔષધીય ગુણધર્મો પણ છે. તેમાં એલિસિન નામનું સંયોજન હોય છે, જે તેને એન્ટીબેક્ટેરિયલ, એન્ટિવાયરલ અને એન્ટિફંગલ બનાવે છે. તેમાં મેંગેનીઝ, વિટામિન B6, વિટામિન C, સેલેનિયમ અને ફાઇબર જેવા પુષ્કળ પોષક તત્વો પણ હોય છે.
લસણ ખાવાની સાચી રીત
ન્યુટ્રી કોપ ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરાયેલા એક વિડીયોમાં, ડાયેટિશિયન સમજાવે છે કે સવારે કાચું લસણ ચાવવાથી એલિસિન સક્રિય થાય છે, જે તેને એન્ટીબેક્ટેરિયલ, એન્ટિવાયરલ અને એન્ટિફંગલ બનાવે છે. તેને ખાવાથી સ્વસ્થ ત્વચા અને હૃદયનું સ્વાસ્થ્ય જાળવવામાં પણ મદદ મળી શકે છે.
વધુ પ્રમાણમાં લસણ ખાવાના ગેરફાયદા
ડાયેટિશિયનો એમ પણ કહે છે કે વધુ પડતું લસણ ખાવાથી એસિડિટી થઈ શકે છે. તો, આ વાત ધ્યાનમાં રાખો. સવારે કાચા લસણની માત્ર એક કે અડધી કળીનું સેવન કરો.
શું ધ્યાન રાખવું?
લસણથી એલર્જી હોય અથવા રક્તસ્ત્રાવની સમસ્યા હોય, તો તેનું સેવન કરતા પહેલા ડૉક્ટરની સલાહ લો. સગર્ભા સ્ત્રીઓ અને નાના બાળકોએ પણ તબીબી સલાહ વિના લસણ ખાવાનું ટાળવું જોઈએ.