વાળ ખરવા એ ખૂબ જ આજકાલ મોટાભાગના લોકોમાં સામાન્ય સમસ્યા બની ગઈ છે, જે કોઈ પણ ઉંમરના લોકોમાં જોવા મળે છે. ઘણા લોકો મોંઘા કેમિકલયુક્ત શેમ્પુનો ઉપયોગ, વાળ વધારતા તેલનો ઉપયોગ કરે છે પરંતુ એટલું સારું રિઝલ્ટ મળતું નથી. અહીં વાળના વિકાસમાં મદદ કરતા તેલની વાત કરી છે. આ તેલ તમારા રસોડામાં રહેલ લસણ (garlic) માંથી બને છે.
લસણ (Garlic) બધાના ઘરના રસોડુંમાં ઉપલબ્ધ હોય છે. તે શાકનો સ્વાદ અને સુગંધ વધારી શકે છે. પરંતુ લસણનો ઉપયોગ વાળની સંભાળ માટે પણ કરી શકાય છે. અહીં જાણો
લસણ સલ્ફરનો સમૃદ્ધ સ્ત્રોત છે. આ કેરાટિનના પ્રોડકશનમાં મદદ કરે છે. લસણ માથાની ચામડીમાં રક્ત પ્રવાહ વધારીને મજબૂત વાળ ઉગાડવામાં મદદ કરે છે. અને વાળના ફોલિકલ્સને પોષણ આપે છે. લસણનું તેલ રસમાં પણ અસરકારક છે. લસણનું તેલ ઘરે બનાવી શકાય છે.
લસણનું તેલ બનાવાની રીત
સામગ્રી
- લસણ
- ઓલિવ તેલ
- નાળિયેર તેલ
આ પણ વાંચો: Hair Care Tips: હેર કલર કર્યા બાદ ઝડપથી વાળ સફેદ દેખાવા લાગે છે? આ ભૂલો કરવાનું ટાળો
લસણનું તેલ બનાવાની રીત
- લસણની કળી છોલીને તેનો ભૂકો કરો.
- તમે તેમાં થોડું ઓલિવ ઓઇલ ઉમેરી શકો છો.
- આને મધ્યમ તાપ પર ગેસ પર મૂકીને ત્રણ મિનિટ સુધી ઉકાળી શકાય છે.
- તમે તેમાં બે ચમચી નારિયેળ તેલ પણ ઉમેરી શકો છો.
- તેલ સારી રીતે ઉકળી જાય પછી, ગેસ બંધ કરો અને ઠંડુ થવા માટે બાજુ પર રાખો.
- ઠંડુ થયા બાદ તેને મિક્સરમાં ટ્રાન્સફર કરો અને તેને પીસી લો.
- પછી તેને સારી રીતે ગાળી લો અને તેને સ્વચ્છ બોટલમાં ભરી લો. આને એક અઠવાડિયા સુધી આ રીતે રાખી શકાય છે.
કેવી રીતે વાપરવું?
આ તેલનો ઉપયોગ દરરોજ કરી શકાય છે કારણ કે તેમાં ઘણા પોષક તત્વો હોય છે જે વાળના વિકાસમાં મદદ કરે છે. તમારા વાળમાં લસણની ગંધ ન આવે તે માટે, તમે તેને હળવા શેમ્પૂથી ધોઈ શકો છો.





