લસણનું ખાટું-તીખું અથાણું ઘરે જ બનાવો, દરેક ડિશ સાથે લાગશે સ્વાદીષ્ટ

garlic pickle recipe : તમે લસણના ખાટા-તીખા અથાણાથી ભોજનનો સ્વાદ વધારી શકો છો. અહીં અમે તમારા માટે લસણનું ખાટું અને તીખું અથાણું બનાવવાની રેસીપી લાવીએ છીએ, જે તમે સરળતાથી ઘરે તૈયાર કરી શકો છો

Written by Ashish Goyal
November 04, 2025 15:54 IST
લસણનું ખાટું-તીખું અથાણું ઘરે જ બનાવો, દરેક ડિશ સાથે લાગશે સ્વાદીષ્ટ
લસણનું ખાટું અને તીખું અથાણું બનાવવાની રેસીપી (ફોટો: પિન્ટરેસ્ટ)

garlic pickle recipe : લોકો ખોરાકનો ટેસ્ટ વધારવા માટે અલગ-અલગ વસ્તુઓનો ઉપયોગ કરે છે. ઘણા લોકો તેમના ભોજન સાથે અથાણું ખાવાનું પસંદ કરે છે. અથાણાં ભોજનના સ્વાદમાં ટેસ્ટ વધારવાનું કામ કરે છે. આવી સ્થિતિમાં જો ભોજન સાથે કેટલાક ખાટા અને મસાલેદાર અથાણાં મળે તો મજા આવી જાય.

તમે લસણના ખાટા-તીખા અથાણાથી ભોજનનો સ્વાદ વધારી શકો છો. અહીં અમે તમારા માટે લસણનું ખાટું અને તીખું અથાણું બનાવવાની રેસીપી લાવીએ છીએ, જે તમે સરળતાથી ઘરે તૈયાર કરી શકો છો.

લસણનું અથાણું બનાવવા માટેની સામગ્રી

  • 250 ગ્રામ લસણની કળી 1
  • 1 કપ સરસવનું તેલ
  • 1 ચપટી હિંગ
  • 2 ચમચી લાલ મરચું પાવડર
  • 1 ચમચી હળદર પાવડર
  • મીઠું (સ્વાદ મુજબ)
  • 2 ચમચી પીસેલા રાઇના દાણા
  • 4 ચમચી લીંબુનો રસ

લસણનું અથાણું કેવી રીતે બનાવવું?

લસણનું અથાણું બનાવવા માટે સૌ પ્રથમ લસણની કળીને સારી રીતે છીણી લો. હવે તેને ચોખ્ખા કપડા વડે સાફ કરી લો. જો તમે ઇચ્છો તો તમે તેને થોડા સમય માટે તડકામાં પણ રાખી શકો છો, જેથી તેમાં રહેલો ભેજ સંપૂર્ણપણે સુકાઈ જાય. હવે એક કડાઇમાં રાઇનું તેલ ઉમેરો અને તેમાં ધુમાડો નીકળે ત્યાં સુધી ગરમ કરો. તે પછી ગેસની ફ્લેમ બંધ કરો અને તેલને ઠંડુ થવા દો.

આ પણ વાંચો – ચહેરા પર નારિયેળ તેલ લગાવવાની શું છે યોગ્ય રીત? આ રીતે શિયાળામાં પણ નહીં ફાટે સ્કિન

ત્યારબાદ લસણની કળીઓને સાફ અને સૂકા વાસણમાં મુકો. તેમાં હળદર, લાલ મરચું, મીઠું, પીસેલી રાઇ અને હીંગ મેળવી સારી રીતે મિક્સ કરી લો. હવે તેમાં તેલ ઉમેરો અને તેને યોગ્ય રીતે મિક્સ કરી લો. જ્યારે તે સંપૂર્ણપણે મિક્સ થઈ જાય ત્યારે તેની ઉપર લીંબુનો રસ ઉમેરો અને ફરીથી સારી રીતે મિક્સ કરી લો.

હવે આ મિશ્રણને એક ક્લિન અને સૂકા કાચની બરણીમાં ભરી લો. તેને બેથી ત્રણ દિવસ સુધી તડકામાં રાખો. આ રીતે, લસણનું ખાટું અને તીખું અથાણું તૈયાર થઈ જશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ