How to clean geyser: હવામાન બદલાઈ રહ્યું છે. સવારે અને સાંજે હળવી ઠંડી થવા લાગે છે. એટલે કે શિયાળાની શરૂઆત થઇ ગઇ છે. ઠંડીની સિઝનમાં ગરમ પાણી કરવા માટે ગીઝર શરુ કરી દેવામાં આવી છે. આવી સ્થિતિમાં ઘણા ઘરોમાં ગીઝરની સફાઈની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
સતત ઉપયોગ કર્યા પછી લાંબા સમય સુધી બંધ રહેવાને કારણે ગીઝરમાં ધૂળ અને કાટ ભેગો થાય છે. જેના કારણે તેની કાર્યક્ષમતા પર અસર પડે છે. આવી સ્થિતિમાં પાણી ગરમ કરવા માટે લાંબા સમય સુધી ચલાવવું પડે છે. જેના કારણે વીજળી વધારે વપરાય છે. આ કારણે ગીઝર સાફ કરવું જરુરી છે. તમે મિકેનિકને બોલાવ્યા વિના શિયાળા પહેલા ઘરે ગીઝરને સાફ કરી શકો છો. આ સમય દરમિયાન તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
ઘરે ગીઝર કેવી રીતે સાફ કરવું?
ગીઝરને સાફ કરતા પહેલા સૌ પહેલા તેનું ઢાંકણ ખોલો. તે પછી તેમાં જમા થયેલી ગંદકીને સાફ કરો. હીટિંગ એલિમેંટ પર ગંદકી અને મીઠું સૌથી વધુ જામી જાય છે. સાથે તેની ઉપર કેલ્શિયમનું એક સ્તર પણ એકઠું થાય છે. તેને દૂર કરવા માટે, તમે સિરકા ક્લીનિંગ એજન્ટની મદદ લઈ શકો છો. આ પછી અંદરના ભાગને પણ આ મિશ્રણમાં કપડું પલાળી સાફ કરી લો. તે પછી ગીઝરને સૂકવવા માટે છોડી દો. આ પછી તેનું ઢાંકણ બંધ કરો.
આ પણ વાંચો – એક ચમચી ચૂરણથી બનાવો જાદુઇ પાણી, પાચન રહેશે સ્વસ્થ અને પેટની સમસ્યાથી રાહત મળશે
આ બાબતો ધ્યાનમાં રાખો
ગીઝરને સાફ કરતા પહેલા તમારે કેટલીક તૈયારીઓ કરવાની જરૂર છે. સૌ પહેલા કાળજીપૂર્વક ગીઝરનો પાવર બંધ કરી દો. જા તમારી પાસે ગેસવાળું ગીઝર છે તો ગેસ સપ્લાય બંધ કરો. સફાઈ કરતી વખતે માસ્ક અને ગ્લોવ્ઝ પહેરો.
ગીઝરને સાફ કરવા માટે મિશ્રણ આવી રીતે બનાવો
ગીઝરમાં જમા થયેલી ગંદકીને દૂર કરવા માટે તમે વિનેગર અને પાણીને મિક્સ કરીને મિશ્રણ બનાવી શકો છો. તેને ગીઝરમાં નાખી દો. જેથી બધી ગંદકી દૂર થઈ જાય. ત્યારબાદ ગીઝરની ટાંકીને ક્લિન કરી લો.





