/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/Health-benefits-of-coffee-with-ghee.jpg)
Health Tips : ઘણી સેલિબ્રિટીઝ કોફીમાં ઘી મિક્સ કરીને પીવે છે! શું કોફી ઘીનું સાથે સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે?
Health Tips : પરાઠા અથવા દાળ ભાત પર ઘીનો ઉપયોગ કરવો સામાન્ય છે. પરંતુ, કેટલાક સ્વાસ્થ્ય પ્રેમીઓ કોફીમાં એક ચમચી ઘી ભેળવીને પીવે છે. એકટ્રેસ રકુલ પ્રીત સિંહ અને એકટ્રેસ ભૂમિ પેડનેકર જેવી કેટલીક પ્રખ્યાત હસ્તીઓ 'ઘી અને કોફી' એટલે કે ઘી સાથેની કોફી પીવાનું પસંદ કરે છે. પરંતુ, શું આ ટ્રેન્ડીંગ કોફી ખરેખર હેલ્થી છે? શું કોફીમાં ઘી ઉમેરવાથી ખરેખર શરીરને કોઈ ફાયદો થાય છે? ચાલો જાણીયે,
શું કોફીમાં ઘી મિક્ષ કરીને ખાવું ખરેખર હેલ્થી છે?
હેલ્થ એક્સપર્ટ શ્વેતા ગુપ્તાએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, ''ઘી કોફીએ બટર કોફી અથવા બુલેટપ્રૂફ કોફી તરીકે પણ ઓળખવામાં આવે છે. બ્લેક કોફી ઘી અથવા ક્યારેક માત્ર માખણ સાથે મિશ્ર કરવામાં આવે છે. આ ખ્યાલ કીટો ડાયટમાંથી ઉભવ્યો છે, જે એનર્જી માટે હાઈ ક્વોલિટીવાળા ચરબીના વપરાશ પર ભાર મૂકે છે.''
કોફીમાં ઘી નાખીને પીવાના ફાયદા
એનર્જી આપે : નિયમિત કોફીની સરખામણીમાં, ઘી કોફીમાં ચરબીનું પ્રમાણ વધુ હોવાથી તે લાંબા સમય સુધી ટકી રહેવા એનર્જી પ્રદાન કરે છે તેવું માનવામાં આવે છે, જે ધીમે ધીમે શરીરમાં બહાર આવે છે. ઘીમાં રહેલ હેલ્ધી ફેટ્સ કેફીનનું શોષણ ઘટાડે છે, એનર્જી વધારે છે.
ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે : કેફીન અને ઘી ના ફેટનું મિશ્રણ મગજના જ્ઞાનાત્મક કાર્યને સુધારે છે. ચરબી મગજ માટે સરળતાથી ઉપલબ્ધ ઉર્જા સ્ત્રોત તરીકે કાર્ય કરે છે, જેમ કે, માનસિક સ્પષ્ટતા, ધ્યાન અને એકાગ્રતામાં સુધારો કરે છે.
ભૂખ કંટ્રોલ કરે : ઘીમાં રહેલી ચરબી સંપૂર્ણતાની લાગણી આપે છે, ભૂખને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને એકંદર કેલરીની માત્રા ઘટાડે છે. ખાસ કરીને કેટોજેનિક અથવા ઓછા કાર્બોહાઇડ્રેટ ડાયટનું પાલન કરનારાઓ માટે ફાયદાકારક છે.
એન્ટીઑકિસડન્ટ બૂસ્ટ કરે : કૉફી એન્ટીઑકિસડન્ટોથી સમૃદ્ધ છે અને ઘી જેવા હાઈ ક્વોલિટી ચરબી સાથે જોડવામાં આવે ત્યારે વધારાના એન્ટીઑકિસડન્ટ લાભો પ્રદાન કરી શકે છે. એન્ટીઑકિસડન્ટો શરીરમાં ઓક્સિડેટીવ તણાવ સામે લડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
આ પણ વાંચો: Fitness Tips : 2024માં ફિટ રહેવા માટે ફક્ત આ 5 વસ્તુ કરો!
ઘી કોફી કેવી રીતે બનાવવી?
રેસીપી
- ઉચ્ચ ગુણવત્તાવાળા કોફી પાવડરનો ઉપયોગ કરીને તમારી મનપસંદ કોફીનો એક કપ ઉકાળો.
- ગરમ કોફી, ઘી બ્લેન્ડરમાં ભેગું કરો.
- લગભગ 20-30 સેકન્ડ માટે મિશ્રણ કરો જ્યાં સુધી મિશ્રણ ફીણ જેવું ન થાય.
- જો ઇચ્છા હોય તો સ્વીટનર ઉમેરો અને વધારાની 5-10 સેકન્ડ માટે મિશ્રણ કરો.
- કોફી મગમાં મિશ્રિત કરી ઘી રેડો અને સર્વ કરો.
શું કોફીમાં ઘી મિક્ષ કરી પીવું દરેક માટે આરોગ્યપ્રદ છે?
ઘી સાથે કોફી પીવી કેટલાક લોકો માટે ફાયદાકારક હોઈ શકે છે. કોચીની અમૃતા હોસ્પિટલના ડાયેટિશિયન અંજુ મોહને ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, “દરેક વ્યક્તિની વ્યક્તિગત આહાર પસંદગીઓ અને આરોગ્યની સ્થિતિને ધ્યાનમાં લેવી મહત્વપૂર્ણ છે. ઓછી ચરબીવાળો ખોરાક લેનારા લોકો, જે લોકો તેમની કેલરીની માત્રાને નિયંત્રિત કરે છે, ડેરીની એલર્જી ધરાવતા લોકો અને હૃદયની સમસ્યા ધરાવતા લોકોએ ઘીવાળી કોફી પીતી વખતે સાવચેત રહેવું જોઈએ. પિત્તાશયની સમસ્યાઓ ધરાવતી વ્યક્તિઓ પાચનતંત્રમાં પીડા અનુભવી શકે છે, અને કેફીન પ્રત્યે સંવેદનશીલ લોકો કોફીની ઉત્તેજક અસરોથી વાકેફ હોવા જોઈએ. ડાયટમાં નોંધપાત્ર ફેરફારો કરતાં પહેલાં હેલ્થકેર પ્રોફેશનલ અથવા ન્યુટ્રિશનિસ્ટની સલાહ લો, કારણ કે આવા ડાયટ દરેક માટે યોગ્ય ન પણ હોઈ શકે! ”
નોંધ : થોડી માત્રામાં ઘીથી શરૂઆત કરો, વ્યક્તિગત પસંદગી અનુસાર ધીમે ધીમે ઘીનું પ્રમાણ વધારવું.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us