Ginger milk tea recipe : આપણામાંથી ઘણાને આદુવાળી ચા બહુ ભાવે છે. આપણે હંમેશાં તેને પીવા માંગીએ છીએ. ખાસ કરીને શિયાળામાં કે માથાના દુખાવામાં આ ચા જરૂરી બની જાય છે. પરંતુ ઘણા લોકોને પરફેક્ટ આદુવાળી ચા બનાવતા આવડતું નથી. ઘણી વખત લોકો દૂધમાં આદુ એવા સમયે નાખે છે કે દૂધ ફાટી જાય છે. તો કેટલાક લોકો લીંબુની ચા માં પણ આદુ ઉમેરવાની સાચી રીત જાણતા નથી. આ સિવાય સમજવા જેવી વાત એ છે કે આદુને ચા માં ક્રશ કરીને નાખવું જોઈએ કે તમે તેને કાપીને ચામાં નાખવું જોઈએ. આ તમામ બાબતો વિશે અહીં વિગતવાર જાણો.
ચા માં આદુ ક્યારે નાખવું જોઈએ
તમને જણાવી દઇએ કે ચામાં આદુ ઉમેરવાનો સૌથી સારો સમય છેલ્લે હોય છે. એટલે કે પહેલા તમારે ચા માં દૂધ, ચા પત્તી અને ખાંડ નાખવી પડશે અને પછી અંતમાં આદુ નાખવાનું છે. જો તમે પાણી, ચા પત્તી અને ખાંડને ઉકાળ્યા પછી દૂધ નાખો છો તો પણ તમારે અંતમાં આદું નાખવાનું છે. જો તમે પહેલા પાણીમાં આદુ નાખી રહ્યા છો, તો દૂધ નાખ્યા પછી તેને વધુ સમય સુધી ઉકાળશો નહીં કારણ કે દૂધ ફાટી શકે છે. તેથી તમારે ચા માં આદુ અંતમાં ઉમેરવાનું છે, આ પછી સારી રીતે ઉકાળો અને પછી ચા ને ગાળી લો.
આ પણ વાંચો – ઘી અને દૂધ વગર ગાજરનો હલવો કેવી રીતે બનાવવો? નોંધી લો રેસીપી
ચા માં આદુ કેવી રીતે નાખવું
ચા માં આદુ ઉમેરવાની બે રીત છે. પહેલો રસ્તો છે છીણીને ચા માં આદુ ઉમેરો અને બીજી રીત આદુને ક્રશ કરીને ચા માં નાખી દો. પરંતુ તમને જણાવી દઈએ કે સ્વાદ આદુના રસમાં હોય છે અને તેમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે જેના માટે લોકો ચા પીવે છે. તેથી તમે ચા માં આદુને ક્રશ કરીને ઉમેરો અને પછી 2 મિનિટ ઉકાળો અને ગાળીને ચા પીવો.
આદુ નાખ્યા પછી ચા ને કેટલા સમય સુધી ઉકાળવી
આદુ ચા માં બરાબર મિક્સ થઇ જાય તે માટે તમારે પ્રથમ ઊભરો આવે ત્યારે આદુ ઉમેરીને 5 થી 7 મિનિટ સુધી ઉકાળવી જોઈએ. જા તમે ક્રશ કર્યા પછી પણ આદુ ઉમેરો છો તો તેને ધીમા તાપે ઓછામાં ઓછી 3 થી 5 મિનિટ સુધી ઉકાળો. આનાથી ચા નો ટેસ્ટ સારો આવે છે અને તમે તેને જે પણ કારણોસર પીતા હશો તેનો લાભ મળે છે.





