/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/07/Glowing-Skin-Care-Tips-fruit-juice.jpg)
Glowing Skin Care Tips fruit juice
Glowing Skin Care Tips In Gujarati | શરીર અને સ્કિનના સ્વાસ્થ્ય માટે પાણી પીવું જરૂરી છે. તે ત્વચામાં ભેજ જાળવી રાખવામાં અને ડિહાઇડ્રેશન અટકાવવામાં મદદ કરે છે. તે કરચલીઓ, ખીલ અને ડાઘ દૂર કરવામાં મદદ કરે છે અને ગ્લોઈંગ અને ક્લિયર સ્કિન મેળવવામાં મદદ કરે છે.
ગ્લોઈંગ સ્કિન માટે પાણી પીવા ઉપરાંત કયા જ્યુસ પીવાથી કોલેજન ઉત્પાદનમાં મદદ કરે છે. તેમાં રહેલું વિટામિન સી કરચલીઓ ઘટાડવામાં અને ત્વચાને ચમકદાર બનાવવામાં મદદ કરે છે. તે સાઇટ્રિક એસિડનો સમૃદ્ધ સ્ત્રોત છે, જે મૃત ત્વચાના કોષોને દૂર કરવામાં અને ખીલ અટકાવવામાં મદદ કરી શકે છે.
ગ્લોઈંગ સ્કિન માટે ખાટાં ફળોમાં રહેલું વિટામિન સી કોલેજનનું ઉત્પાદન વધારે છે અને ત્વચાને ચમકદાર બનાવે છે.
સાઇટ્રસ જ્યુસ પીવાના ફાયદા
- ખીલ : સાઇટ્રસ જ્યુસમાં રહેલ સાઇટ્રિક એસિડ સ્કિનના છિદ્રોને ખોલવામાં અને સંચિત ગંદકી અને તેલને દૂર કરવામાં અસરકારક છે, જેનાથી ખીલ થવાનું જોખમ ઓછું થાય છે.
- કરચલીઓ : સાઇટ્રિક એસિડ મૃત ત્વચા કોષોને દૂર કરવામાં અને નવા ત્વચા કોષોના નિર્માણને પ્રોત્સાહન આપવામાં મદદ કરે છે, જે અકાળ વૃદ્ધત્વના સંકેતોને ઉલટાવી દેવામાં ફાયદાકારક છે.
- સ્કિનના ડાઘ : સાઇટ્રસ ફળોમાં રહેલું વિટામિન સી એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર હોય છે. તે ત્વચામાં ભેજ જાળવી રાખે છે અને તેને મુક્ત રેડિકલથી રક્ષણ આપે છે. સાઇટ્રસ ફળોમાં ખાટા ફળ જેમ કે, નારંગી, લીંબુ, દ્રાક્ષ વગેરેનો સમાવેશ થાય છે.
આ ક્રીમ ઘરે બનાવી દરરોજ લગાવો, કોરિયન જેવી ગ્લાસ સ્કિન થઇ જશે !
કેવી રીતે ઉપયોગ કરવો?
સાઇટ્રસ ફળોનો રસ દરરોજ પી શકાય છે. તમે તેની છાલને સૂકવીને પાવડર પણ બનાવી શકો છો અને તેનો ફેસ માસ્ક તરીકે ઉપયોગ કરી શકો છો. સાઇટ્રસનો રસ ત્વચા પર લગાવવાથી પણ ફાયદો થઈ શકે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us