Glucose Spikes : શું શરીરમાં ગ્લુકોઝના વધારેને કંટ્રોલ કરવા આ ડ્રિન્ક 'ગેમ-ચેન્જિંગ' સાબિત થઇ શકે છે? એક્સપર્ટ શું કહે છે?

Glucose Spikes : ગ્લુકોઝ સ્પાઇક્સને ઘટાડવા માટેનું આ ડ્રિન્ક પ્રમાણસર માત્રામાં લેવું જોઈએ, કારણ કે, તે દાંતને નુકસાન પહોંચાડે છે, ગળામાં બળતરા કરે છે અને પેટની એસિડિટીમાં વધારો કરે છે.

Glucose Spikes : ગ્લુકોઝ સ્પાઇક્સને ઘટાડવા માટેનું આ ડ્રિન્ક પ્રમાણસર માત્રામાં લેવું જોઈએ, કારણ કે, તે દાંતને નુકસાન પહોંચાડે છે, ગળામાં બળતરા કરે છે અને પેટની એસિડિટીમાં વધારો કરે છે.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
Lifestyle factors play a vital role in managing glucose levels effectively

ગ્લુકોઝના સ્તરને અસરકારક રીતે સંચાલિત કરવામાં જીવનશૈલીના પરિબળો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે

ઘણા લોકો ઘણીવાર ગ્લુકોઝ સ્પાઇક્સ (ગ્લુકોઝમાં વધારો) અને ઇન્સ્યુલિન પ્રતિકારનો અનુભવ કરે છે, ખાસ કરીને ભોજન લીધા પછી તરત જ. જ્યારે બ્લડ સુગરનું સ્તર ઝડપથી વધે છે ત્યારે ગ્લુકોઝ સ્પાઇક્સ થાય છે, જે ગ્લુકોઝને કંટ્રોલ કરવા માટે ઇન્સ્યુલિનના ઉત્પાદનમાં વધારો તરફ દોરી જાય છે. જો કે, ઇન્સ્યુલિન પ્રતિકારના કિસ્સામાં, શરીરના કોષો ઇન્સ્યુલિન પ્રત્યે ઓછા પ્રતિભાવશીલ બને છે , પરિણામે ગ્લુકોઝનું અયોગ્ય શોષણ થાય છે. જ્યારે તેને મેરેજ કરવું અત્યંત જરૂરી છે, તે હંમેશા સરળ હોતું નથી.

Advertisment

શું તમે પણ તે ગ્લુકોઝ સ્પાઇક્સથી કંટાળી ગયા છો અને ઇન્સ્યુલિન પ્રતિકાર સાથે પણ સંઘર્ષ કરો છો? ચિંતા કરશો નહીં! એક ન્યુટ્રિશનિસ્ટ ભક્તિ કપૂરએ એક અહીં એક પરફેક્ટ ઉપાય કહ્યો છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે, "ચાલો હું તમને એક સરળ, ગેમ- ચેંજિંગ પીણાનો પરિચય કરાવું જે ખરેખર ફરક લાવી શકે."

આ પણ વાંચો: Peeling Skin : શું તમે આ વરસાદી સીઝનમાં ત્વચાની ઉપરી ચામડી નીકળવાથી પરેશાન છો? આ છે ઉપાય

તેણે તમારા ભોજનના 15 થી 20 મિનિટ પહેલાં એક ગ્લાસ પાણીમાં 1 ચમચી એપલ સાઇડર વિનેગર મિક્ષ કરવાનું સૂચન કર્યું હતું. ન્યુટ્રિશનિસ્ટે કહ્યું કે, " આ ડ્રિન્ક તમારા ગ્લુકોઝ સ્પાઇક્સને ઘટાડવા માટે અજાયબીઓનું કામ કરે છે, જે તમને વધુ સ્થિરતા અને કંટ્રોલ પ્રદાન કરે છે.''

Advertisment

નિષ્ણાતે શેર કર્યું કે કાચા એપલ સાઈડ વિનેગર બ્લડ સુગરના સ્પાઇક્સને ઘટાડીને અને ઇન્સ્યુલિન સંવેદનશીલતામાં સુધારો કરીને ડાયાબિટીસ ધરાવતા લોકો માટે સંભવિત લાભો દર્શાવે છે. “ આ કુદરતી, અસરકારક પીણું અજમાવો અને તમારી ડાયાબિટીસ અને ઇન્સ્યુલિન પ્રતિકાર પર તેની સકારાત્મક અસરના સાક્ષી બનો.''

જો કે, તેણીએ એપલ સાઈડ વિનેગર એકલું પીવા સામે ચેતવણી આપી હતી કારણ કે તે દાંતને નુકસાન પહોંચાડે છે, ગળામાં બળતરા કરે છે અને પેટની એસિડિટીમાં વધારો કરે છે. તેણીએ કહ્યું કે, "તમે ધીમે ધીમે 1 ચમચી સફરજન સીડર વિનેગર લઇ શકો છો.''

આરડી રિઝવાના સૈયદ, રજિસ્ટર્ડ ડાયેટિશિયન, પીજીડી ડાયેટિક્સ, પીજીડી ન્યુટ્રિશન એન્ડ ફૂડ ટેક, એપોલો ક્લિનિક, વિમાન નગર સંમત થયા કે એપલ સાઈડ વિનેગરનો બ્લડ સુગર કંટ્રોલ પર તેની સંભવિત અસરો માટે અભ્યાસ કરવામાં આવ્યો છે અને કેટલાક સંશોધનો સૂચવે છે કે તેની સાધારણ અસર થઈ શકે છે. તેમણે કહ્યું કે, ''ભોજન પહેલાં એપલ સાઈડ વિનેગરનું સેવન કરવાથી કેટલીક વ્યક્તિઓમાં ભોજન પછીના ગ્લુકોઝના વધારાને ઘટાડવામાં મદદ મળી શકે છે. એવું સૂચવવામાં આવ્યું છે કે એસિટિક એસિડ, સરકોનો મુખ્ય ઘટક, ઇન્સ્યુલિનની સંવેદનશીલતાને સુધારવામાં અને કાર્બોહાઇડ્રેટ્સનું પાચન ધીમું કરવામાં મદદ કરી શકે છે, જેનાથી જમ્યા પછી લોહીમાં શર્કરાના સ્તરમાં ઝડપથી વધારો થાય છે. જો કે, એ ઉલ્લેખનીય છે કે અસર વ્યક્તિ-વ્યક્તિએ બદલાઈ શકે છે.''

આ પણ વાંચો: Plastic Bag Free Day : દિયા મિર્ઝાએ પ્લાસ્ટિક પોલ્યુશનને હરાવવા પ્લાસ્ટિકના કેટલાક બેસ્ટ વિકલ્પો સૂચવ્યા

સહમત, ડૉ. અપૂર્વ ગર્ગ, એસોસિયેટ ડિરેક્ટર, કેર ઓપરેશન્સ, બીટોએ જણાવ્યું હતું કે તે ગ્લુકોઝ શોષણ અને ચયાપચય પર અસર કરી શકે છે અને તેથી, "પોસ્ટપ્રાન્ડિયલ ગ્લુકોઝનો વ્યાપ ઘટાડવા માટે એક સારો રસ્તો છે".

જો કે, સૈયદે ભારપૂર્વક જણાવ્યું હતું કે પુરાવા મર્યાદિત છે અને ચોક્કસ તારણો સ્થાપિત કરવા માટે વધુ સંશોધનની જરૂર છે. તેમણે કહ્યું કે, "જો તમે તમારા બ્લડ ગ્લુકોઝના સ્તરને મેનેજ કરવામાં મદદ કરવા માટે એપલ સાઈડ વિનેગરનો ઉપયોગ કરવાનું વિચારી રહ્યાં છો, તો ડોક્ટર સાથે સંપર્ક કરવો મહત્વપૂર્ણ છે, ખાસ કરીને જો તમને કોઈ હેલ્થ કન્ડિશન હોય તો અથવા દવા લેતા હોય તો, તેઓ તમારા ચોક્કસ સંજોગોના આધારે વ્યક્તિગત સલાહ આપી શકે છે.''

ડૉ. ગર્ગે પાચન સંબંધી સમસ્યાઓ, એસિડ રિફ્લક્સ, ગેસ્ટ્રાઇટિસ અથવા અલ્સર, પોટેશિયમનું નીચું સ્તર અને કિડનીની બિમારીવાળા લોકોને આ પીણું ટાળવાનું સૂચન કર્યું હતું.

સૈયદે તારણ કાઢ્યું કે, "યાદ રાખો કે જ્યારે એપલ સાઈડ વિનેગર બ્લડ સુગરના કંટ્રોલ માટે કેટલાક સંભવિત ફાયદાઓ ધરાવે છે, તે હેલ્થી ડાયટ, નિયમિત કસરત અને કોઈપણ સૂચિત દવાઓ અથવા સારવારનો વિકલ્પ નથી. જીવનશૈલીના આ પરિબળો ગ્લુકોઝના સ્તરને અસરકારક રીતે સંચાલિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.''

બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ જીવનશૈલી ટ્રેન્ડિંગ ન્યૂઝ health tips