/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/Goji-Berries-unsplash.jpg)
ગોજી બેરી (અનસ્પ્લેશ)
ડાયાબિટીસના 2 ટાઈપ છે. ટાઈપ 1 જે આનુવંશિક હોય છે અને ટાઈપ 2 જે ખરાબ લાઈફ સ્ટાઇલ અને અનહેલ્થી ખાવાની આદતોને જવાબદાર છે, આ બન્ને સ્થિતિમાં પેન્ક્રીયાઝ દ્વારા નીકળતા હોર્મોન ઇન્સ્યુલિનની માત્રાને ઓછી કરે છે. બોડીમાં ઇન્સ્યુલિનની માત્રા ઓછી થવાથી સુગરનું પાચન યોગ્ય રીતે થતું નથી, જેથી સુગર બ્લડમાં જમા થવા લાગે છે. જે સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડે છે, જયારે ડાયાબિટીસનો કોઈ યોગ્ય ઉપાય નથી, જેથી એકવાર થવાથી તેને સંપૂર્ણ રીતે ઠીક કરી સકતા નથી. જો કે, હેલ્થ એક્સપર્ટ કહે છે કે લાઈફ સ્ટાઇલમાં કેટલીક ખાસ ચીજોને સામેલ કરી ટાઈપ 2 ડાયાબિટીસને મોટા ભાગે કંટ્રોલ કરી શકાય છે. અહીં ખાસ એક એવી ચીજની વાત છે, જાણો વિસ્તારથી,
ડાયાબિટીસ માટે છે રામબાણ : ગોજી બૅરીઝ
ગોજી બેરીઝએ રેડ કલર છે તે ફળમાં આવે છે, જે મોટેભાગે ઠંડી પ્રદેશમાં જોવા મળે છે. હિમાલયમાં આ ફળ મોટા પ્રમાણમાં જોયા મળે છે. ભારતમાં આ ફળ લદ્દાખમાં મળી શકે છે. સ્વાદની વાત કરીએ તો ગોજી બૅરીઝ ખાતા- મીઠા હોય છે. તેને વુલ્ફબેરી, ફ્રેકટ્સ લીસી અને ગોજીજીના નામથી પણ ઓળખાય છે. તમને જાણીને જવાઈ લાગશે કે, સૌ નાનું અમથું દેખાતું આ ફળ ઘણા પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેમાં વિટામિન-એ, વિટામિન -સી, પ્રોટીન, બીટા કેરોટીન, રાઇબોફ્લેવિન, પોટેશિયમ, આયર્ન, ફાઈબર અને એન્ટી ઓક્સીડેન્ટ જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. ખાસ કરીને, મહિલાઓ માટે ગોજી બેરીનું સેવન ઘણા લાભકારી સાબિત થઇ શકે છે. તેના સેવનથી મહિલાઓને સ્વાસ્થ્ય અને સ્કિન સંબંધી ઘણા લાભ થઇ શકે છે, આ કારણે ચિમ લગભગ 2000 થી વધુ વર્ષોથી ગોજી બેરીનો ઉપયોગ દવા તરીકે થાય છે.
આ પણ વાંચો: Belly Fat Loss Tips : બેલી ફેટ ઘટાડવા માટે આ એક્સરસાઇઝ છે અસરકારક, અહીં જાણો
વર્ષ 2015 માં થયેલ એક અભ્યાસ અનુસાર, ગોજી બેરીમાં ઇન્સ્યુલિન અને ગ્લુકોઝનું લેવલ કંટ્રોલ કરવાના ગુણ હોય છે, આ બેરીમાં હાઈપોગ્લેસેમિક ગુણ હોય છે, જે બ્લડ સુગર લેવલેને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. સાથે તેનું સેવન બ્લડ સુગર ઇન્સ્યુલિન લેવલ પણ સંતુલિત રહે છે, જેનાથી ડાયાબિટીસમાં ફાયદા કરે છે. ટાઈપ 2 ડાયાબિટીસના દર્દીમાં આ HDL નું લેવલ વધારે છે. ત્યારે, HDL એ ગુડ કોલેસ્ટ્રોલ છે. એવામાં ડાયાબિટીસના દર્દીઓ માટે ગોજી બેરીનું સેવન કોઈ દવાથી ઓછું નથી.
ગોજી બેરીના ફાયદા:
ડાયાબિટીસ સિવાય, ઘણા ફાયદા માટે આ ગોજી બેરી જાણીતા છે,
લીવર માટે ફાયદાકારક : નેશનલ લાઈબ્રેરી અને મેડિસિન અનુસાર, ગોજી બેરીઝનું સેવન લીવરના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, ચીનમાં લીવરની બીમારીના ઉપાય માટે ગોજી બેરીનો ઉપયોગ પારંપરિક રૂપથી થાય છે.
કેન્સરમાં અસરકારક:
જર્નલ ડ્રગ ડિઝાઇન, ડેવલોપમેન્ટ એન્ડ થેરેપીઆ પ્રકાશિત એક શોધની રિપોર્ટ મુજબ, ગોજી બેરી ટ્યૂમરના વિકાસને રોકવા માટે ઘણી અસરકારક છે , એક્સપર્ટ અનુસાર કેન્સરના દર્દીઓએ તેમના ડાયટમાં ગોજી બેરી સામેલ કરવાની સલાહ આપે છે, તેમાં રહેલ વિટામિન સી, કેરોટિનોઇડ, જેકશેથીન સહીત એન્ટી-ઓક્સીડેન્ટ કેન્સર કોશિકાઓ સામે લડે છે, સાથે ઇન્ફ્લમેશન ઓછું કરી શરીરથી હાનિકારક પદાર્થને બહાર નીકાળવામાં મદદ કરે છે.
આંખોનું તેજ વધારે:
ગોજી બેરીઆ વિટામિન-એથી ભરપૂર માત્રા હોય છે જે ફાયદાકારક સાબિત થાય છે, આ ખાસ ફ્રૂટમાં આંખોની બીમારીઓ અને આંખોનું તેજ વધારવાનો ઔષધીય ગુણ ધરાવે છે. સાથે આંખોને યુવી ઓક્સિડેટીવ તણાવ અને આસપાસમાં અવેલેબલ ફ્રી રેડિકલથી બચાવમાં મદદ કરી શકે છે.
આ પણ વાંચો: Health Tips :ઇયરફોન કે હેડફોન: તમારા કાન માટે કયું સારું?
એન્ટી એજિંગ ગુણ :
ગોજી બેરીમાં એન્ટી-એજિંગ ગન રિકલ્સને ઓછા કરે છે, કોલેજનને વધારવામાં મદદ કરે છે, સાથે તેનું સેવન લાંબા વાળ, મજબૂત અને ચમકદાર બનાવે છે.
વેઇટ લોસમાં મદદગાર :
ગોજી બેરી મેટાબોલિઝ્મ બુસ્ટ કરીને ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરે છે, અને ભૂખને કંટ્રોલ કરે છે, જેનાથી એકન્દરે વજન ઘટે છે, ગોજી બેરીમાં કેલરીની માત્રા ઓછી હોય છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us