Nano Banana 3D Model AI Images Generator Free Download : આગામી સમયે AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સનો છે. ઇન્ટરનેટ પર દરરોજ કંઇકને નવું વાયરલ થતું રહે છે. તાજેતરમાં ઇન્ટરનેટ પર Ghibli સ્ટાઇલ ફોટો વાયરલ થયા બાદ હવે ગુગલ જેમીની નેનો બનાના 3ડી ઇમેજ (Nano Banana 3D Image Trend) ટ્રેન્ડ વાયરલ થયો છે. ઘણા લોકો સોશિયલ મીડિયા પર Nano Banana એઆઈ ઇમેજ વાયરલ પોસ્ટ થઇ રહ્યા છે. લોકો પોતાના મનપસંદ સેલેબ્રિટીઝથી લઇ પાલતું ડોગ સાથે 3ડી મોડલ ઇમેજ બનાવી રહ્યા છે. ચાલો જાણીયે નેનો બનાના 3ડી મોડલ ઇમેજ કેવી રીતે બને છે? સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ
What Is Nano Banana? નેનો બનાના શું છે?
Nano Banana (નેનો બનાના) એક કોડનેમ છે,જે Google Gemini ના નવા ઇમેજ એડિટિંગ મોડલનું નામ છે. આ એઆઈ ટુલ્સની ખાસિયત એ છે કે, યુઝર્સ માત્ર ટેક્સ્ટ પ્રોમ્પ્ટ આપી પોતાના ફોટામાં કપડા, બેકગ્રાઉન્ડ, મૂડ અને લોકેશન બદલી શકે છે. Gemini 2.5 Flash Image ટૂલ દ્વારા આ એઆઈ ટૂલ્સ લોન્ચ થવાની સાથે જ વાયરલ થઇ ગયું છે. કરોડો યુઝર્સ નેનો બનાના ઇમેજ બનાવી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યા છે.
How To Create Nano Banana 3D Model ? | નેનો બનાના 3ડી મોડલ કેવી રીતે બનાવવું?
નેનો બનાના 3ડી મોડલ ઇમેજ બનાવવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા અહીં જણાવી છે.
- સૌથી પહેલા Google AI Studio કે Gemini એપ / વેબસાઇટ ઓપન કરો.
- હવે Method સિલેક્ટ કરો, માત્ર ફોટો, માત્ર ટેક્સ્ટ પ્રોમ્પ્ટ અથવા બંને એડ કરી શકાય છે
- ત્યાર બાદ ગૂગલનું ઓફિશિયલ પ્રોમ્પ્ટ દાખલ કરો
“Create a 1/7 scale commercialized figurine of the characters in the picture, in a realistic style, in a real environment. The figurine is placed on a computer desk. The figurine has a round transparent acrylic base, with no text on the base. The content on the computer screen is a 3D modeling process of this figurine. Next to the computer screen is a toy packaging box, designed in a style reminiscent of high-quality collectible figures, printed with original artwork. The packaging features two-dimensional flat illustrations.”
- પછી Generate પર ક્લિક કરો
- ત્યાર બાદ તમારી 3ડી મોડલ ઇમેજ બની જશે.
- જો તમને 3ડી ઇમેજનું રિઝલ્ટ સંતોષજનક ન લાગે તો પ્રોમ્પ્ટમાં ચેન્જીસ કરી શકાય છે.
Nano Banana 3D Model કેમ વાયરલ થયું છે?
નેનો બનાના ટ્રેન્ડ હાલ ઝડપથી વાયરલ થયું છે, કારણ કે, આ 3ડી ઇમેજની ક્વોલિટી સારી હોય અને જોવામાં ઘણી આકર્ષક લાગે છે. Google Gemini 2.5 Flash Image કોઇ પણ યુઝર્સ બનાવી શકે છે, તે સંપૂર્ણ પણે ફ્રી, તેના માટે કોઇ ચાર્જ ચૂકવવો પડતો નથી. ગણતરીની સેકન્ટોમાં સ્ટૂડિયો ક્વોલિટી 3ડી ફિગરિન્સ બની જાય છે.