Govardhan Puja 2025 date: ગોવર્ધન પૂજા આ વખતે 22 ઓક્ટોબરના ના રોજ છે. આ દિવસે લોકો ભગવાન કૃષ્ણની પૂજા કરે છે અને ગોવર્ધનની પરિક્રમા કરવા જાય છે. ગોવર્ધનની પરિક્રમા લગભગ 21 કિલોમીટરની છે અને એવું માનવામાં આવે છે કે આ પરિક્રમાથી તમારા બધા પાપ ધોવાઈ જાય છે. પરંતુ જો તમે ગોવર્ધન જઈ રહ્યા છો તો તમે તેની આસપાસના કેટલાક અન્ય સ્થળો પણ ફરી શકો છો. તો આવો એક નજર કરીએ ગોવર્ધનમાં તમે ક્યાં ક્યાં ફરી શકો છો.
ગોવર્ધનમાં જોવાલાયક સ્થળો
રાધા કુંડ
રાધા કુંડને રાધારાણીનું પવિત્ર સ્નાન સ્થળ માનવામાં આવે છે. તેમાં સ્નાન કરવાની પરંપરા છે. માનવામાં આવે છે કે કૃષ્ણ તેમની એડીથી જમીન પર પ્રહાર કર્યો હતો અને બધી પવિત્ર નદીઓનું પાણી પ્રગટ થયું હતું. તે સમયે તે સ્થળ શ્યામા-કુંડ તરીકે ઓળખાતું હતું. ગોપીઓએ પોતાની બંગડીઓથી જમીનને ખોદીને એક કુંડ બનાવ્યો હતો. આ પ્રકારે રાધા કુંડ પ્રગટ થયો હતો.
દાન ઘાટી
દાન ઘાટી એક એવું મંદિર છે જ્યાં માનવામાં આવે છે કે દેવતા એક ચટ્ટાનમાં રૂપમાં છે. એવું કહેવામાં આવે છે કે તે દર વર્ષે થોડા મિલીમીટર નીચે ધરતીમાં સમાઇ જાય છે.
કુસુમ સરોવર
કુસુમ સરોવરને હિન્દુ ધર્મમાં એક પવિત્ર સરોવર માનવામાં આવે છે જેની પૃષ્ઠભૂમિમાં એક ઐતિહાસિક રેતીનું સ્મારક છે. તે માનસી ગંગા અને રાધા કુંડ વચ્ચે પવિત્ર ગોવર્ધન ટેકરી પર આવેલું છે . કુસુમ સરોવરમાં નારદ કુંડ છે, જ્યાં નારદ દ્વારા ભક્તિસૂત્રના શ્લોકો લખાયા હતા અને તેની નજીકમાં શ્રી શ્રી રાધા બાણ બિહારી મંદિર છે.કુસુમ સરોવર એ બ્રજ પ્રદેશના મહત્વપૂર્ણ પર્યટન આકર્ષણોમાંનું એક છે.
આ પણ વાંચો – શિંગોડા રોજ ખાવાથી સ્વાસ્થ્ય પર શું થાય છે અસર, તેને બાફીને, કાચા કે સુકાવીને કઇ રીતે ખાવા, જાણો
માનસી ગંગા
માનસી ગંગા એક મોટું તળાવ હતું પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી તે ઘણું નાનું થઈ ગયું છે. એવું કહેવામાં આવે છે કે રાધારાણી અને કૃષ્ણ આ તળાવ પર નૌકાવિહાર કરવા જતા હતા. તમે અહીં પણ ફરી શકો છો.